• હાલ રાજકોટની બજાર જોઈએ એટલી ઘરાકી જોવા મળતી નથી
  • એકતરફ બજારમાં ઘરાકી નથી ત્યારે વેપારીઓ દ્વારા રાત્રી કર્ફ્યું હટાવવાની માંગ કરવામાં આવી રહી છે
  • વેપારીઓનું કહેવું છે કે, તહેવારમાં મોટા ભાગે વધુ વેપાર કરવાનો લાભ મળતો હોય છે

WatchGujarat. સામાન્યરીતે દિવાળીના પખવાડિયા અગાઉ બજારમાં ખરીદી માટે ભારે ભીડ જોવા મળતી હોય છે. હૈયેહૈયું દળાય એટલી ભીડ રહેતી હોય છે. પણ છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીને કારણે મોટાભાગના નાના -મોટા ધંધાર્થીઓને મોટો આર્થિક ફટકો પડ્યો છે. ત્યારે વેપારીઓને આશા હતી કે આ દિવાળી પર સારો એવો વેપાર કરી શકાશે. પરંતુ આ આશા પણ જાણે પાણી ફરી વળ્યું હોય તેવી સ્થિતિ હાલ જોવા મળી રહી છે. મોંઘવારી અને રાત્રી કરફ્યુ વેપારીઓ માટે વિલન બન્યા છે. જેને લઈ દિવાળીનાં તહેવારમાં પણ વેપાર ધારણા કરતા ઓછા થતા વેપારીઓ ભારે ચિંતામાં મુકાયા છે.

હાલ રાજકોટની બજાર જોઈએ એટલી ઘરાકી જોવા મળતી નથી. સાથે જ મોટાભાગની વસ્તુઓમાં 15 થી 20 ટકાનો ભાવ વધારો જોવા મળી રહ્યો છે. એકતરફ બજારમાં ઘરાકી નથી ત્યારે વેપારીઓ દ્વારા રાત્રી કર્ફ્યું હટાવવાની માંગ કરવામાં આવી રહી છે. રાત્રી કર્ફ્યું હટાવતા વેપારીઓને વેપાર કરવાનો વધુ સમય મળી શકશે. વેપારીઓનું કહેવું છે કે, તહેવારમાં મોટા ભાગે વધુ વેપાર કરવાનો લાભ મળતો હોય છે. પરંતુ હાલમાં મોંઘવારી તેમજ રાત્રી કર્ફ્યું ખરીદીમાં વિઘ્ન બની રહ્યા છે.

વધુમાં વેપારીઓ કહે છે કે, ચાલુ વર્ષે અમારી દુકાનમાં કામ કરતા કર્મચારીઓને દિવાળી બોનસ દેવાના ફાફા પડી ગયા છે. મોંઘવારીને લઈને હાલ સૌકોઈના બજેટ ખોરવાયા છે. કારણ કે, દરેક વસ્તુઓમાં ભાવ વધારાને લઈને લોકોએ વસ્તુની ખરીદીમાં આ વખતે કાપ મુક્યો છે. ત્યારે હાલ તો દિવાળીમાં એટલી ઘરાકી જોવા ન મળતા લગ્નની સિઝનમાં સારો વેપાર થઇ શકશે તેવી આશા વેપારીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud