જી.ટી.યુ. ઇનોવેશન અને સ્ટાર્ટઅપ સેન્ટર દ્વારા સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન પોલીસી અંતર્ગત અમારા આ આઈડિયાને પેટન્ટ માટે એપ્લાય કરવા સ્ક્રીનિંગમાં મંજૂરી મળતાં અમને રૂપિયા 25,000 ની સહાય આપવામાં આવી - કાર્તિક સુરુ
ટ્રાન્સપરન્ટ ડિસ્પ્લે સ્માર્ટફોનની ડીઝાઈનનો વિચાર આગામી દિવસોમાં અમલમાં મૂકાશે ત્યારે માત્ર રાજકોટ કે ગુજરાત નહી પરંતુ સમગ્ર દેશવાસીઓનું અનોખા સ્માર્ટફોનનું સ્વપ્ન સાકાર થશે
એલિમેન્ટલ ગ્રીન ટેક દ્વારા રજીસ્ટર કરાયેલ પેટન્ટમાં હાલની ટેકનોલોજી મર્યાદાને ધ્યાનમાં લઈ અશક્ય ગણાતા કાર્યને શક્ય બનાવીને ટ્રાન્સપરન્ટ ડિસ્પ્લે સ્માર્ટફોનની ડીઝાઈન તૈયાર કરવામાં આવી
WatchGujarat. વિશ્વના સૌથી ઝડપથી વિકસતા શહેરોની સૂચિમાં અમદાવાદ, તેમજ સુરતની સાથે રાજકોટનો સમાવેશ પણ થયો છે. આ ભૂમિમાં જન્મેલા લોકોએ વિવિધ ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરીને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે, સાથે જ માવજાતને અનેક નવી ભેંટ પણ આપી છે. ગુજરાત સરકાર દ્વારા યુવાઓમાં રહેલા કૌશલ્યને બહાર લાવી સ્વરોજગાર તરફ વાળવાનાં પ્રયાસોનાં ફળ સ્વરૂપે રાજકોટ ખાતેની સરકાર માન્ય એ.વી.પી.ટી. ઈન્સ્ટીટ્યૂટનાં બે છાત્રોએ અનેરી સિદ્ધિ મેળવી છે. અહીં અભ્યાસ કરતાં યુવા મિત્રો કાર્તિક સુરૂ અને જીગર પંચાલે સાયન્સ ફિક્શન મુવીમાં વારંવાર પ્રદર્શિત થતું ડિવાઇસ જેને ટ્રાન્સપરન્ટ ડિસ્પ્લે સ્માર્ટફોન અથવા ટ્રાન્સપરન્ટ ડિસ્પ્લે ડિવાઇસ કહેવામાં આવે છે. તેનાથી પ્રભાવિત થઈને પોતાના જ કૌશલ્ય થકી ટ્રાન્સપરન્ટ ડિસ્પ્લે સ્માર્ટફોનની ડીઝાઈન બનાવી, તેની પેટન્ટ મેળવીને માત્ર રાજકોટવાસીઓનું જ નહી પરંતુ સમગ્ર ગુજરાતીઓનું મસ્તક ગૌરવથી ઉંચુ કર્યું છે.
તેમની આ સિધ્ધિની વાત કરતાં કાર્તિક સુરુ કહે છે કે, ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીના રાજકોટ ખાતે આવેલ જી.ટી.યુ. ઇનોવેશન અને સ્ટાર્ટઅપ સેન્ટર દ્વારા સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન પોલીસી અંતર્ગત અમારા આ આઈડિયાને પેટન્ટ માટે એપ્લાય કરવા સ્ક્રીનિંગમાં મંજૂરી મળતાં અમને રૂપિયા 25,000 ની સહાય આપવામાં આવી હતી. આ સહાયની મદદથી અમે બંનેએ અમારા આ સ્ટાર્ટઅપની ભારતમાં પેટન્ટ માટે "એલિમેન્ટલ ગ્રીન ટેક" દ્વારા એપ્લિકેશન કરતાં અમારી આ પેટન્ટને ભારત સરકારની પેટન્ટ ઓફિસ દ્વારા પ્રકાશિત પેટન્ટ જર્નલમાં તા. 06/08/2021નાં રોજ પ્રકાશિત કરવામાં આવી છે, જેનો અમને ખૂબ આનંદ છે.
આ ડિવાઇસની ઇન્ડસ્ટ્રીઅલ ડિઝાઇન રજીસ્ટ્રેશન માટે એપ્લીકશન પણ કરી હોવાનું જણાવતાં કાર્તિક સુરુ કહે છે કે, અમારા એલિમેન્ટલ ગ્રીન ટેકને પેટન્ટ ફાઇલિંગ માટે એ.વી.પી.ટી.આઈ.ના પ્રિન્સિપાલ ડો. એ. એસ. પંડ્યા અને કો-ઓર્ડીનેટર આર.ડી.રઘાણીનું ટેકનિકલ ગાઈડન્સ અને મેન્ટરીંગ સપોર્ટ પણ સારો મળ્યો છે. ટ્રાન્સપરન્ટ ડિસ્પ્લે સ્માર્ટફોનની ડીઝાઈનનો વિચાર આગામી દિવસોમાં અમલમાં મૂકાશે ત્યારે માત્ર રાજકોટ કે ગુજરાત નહી પરંતુ સમગ્ર દેશવાસીઓનું અનોખા સ્માર્ટફોનનું સ્વપ્ન સાકાર થશે.
ઉલ્લેખનીય છે કે, એલિમેન્ટલ ગ્રીન ટેક દ્વારા રજીસ્ટર કરાયેલ પેટન્ટમાં હાલની ટેકનોલોજી મર્યાદાને ધ્યાનમાં લઈ અશક્ય ગણાતા કાર્યને શક્ય બનાવીને ટ્રાન્સપરન્ટ ડિસ્પ્લે સ્માર્ટફોનની ડીઝાઈન તૈયાર કરવામાં આવી છે. તેના પરિણામે ઇલેક્ટ્રોનિક વેસ્ટમાં ઘટાડાની સાથોસાથ સ્માર્ટ ફોનને લગતા ઘણા પ્રશ્નોનો ઉકેલ મળશે. અને સૌપ્રથમ ફુલ્લી ફંકશનલ ટ્રાન્સપરન્ટ ડિસ્પ્લે સ્માર્ટફોન બનાવવો હવે શક્ય બનશે. આ ડિઝાઈનથી માત્ર સ્ક્રીન પારદર્શક, એટલું જ નહી પરંતુ આ ડિવાઇસ જોવામાં પણ આકર્ષક લાગશે. આ યુવાઓ દ્વારા બનાવવામાં આવેલ ડીઝાઈનમાં ફોનના કોમ્પોનન્ટ્સને બે ભાગમાં વિભાજીત કરાયા છે. આ પ્રકારની ગોઠવણીના લીધે બે અલગ અલગ મોડયુલ્સ બનાવવામાં આવ્યા છે. જે સામાન્ય સ્માર્ટફોન તરીકે અને જયારે અલગ કરવામાં આવે ત્યારે પારદર્શક ડિસ્પ્લે સ્માર્ટફોન બની જાય છે.
આ ફોન જ્યારે ટ્રાન્સપરન્ટ મોડમાં હશે ત્યારે ડિસ્પ્લે મોડ્યૂલની Head SAR Value (રેડિએશન) નહિંવત હશે. હાલના સમયમાં ઈ-વેસ્ટ કે જે રિસાયકલ અથવા નષ્ટ કરવામાં ખુબ અઘરું છે, તેમજ માનવજાત માટે ખૂબ મોટો પડકારરૂપ પણ બની રહ્યું છે. તેવા સમયમાં ટ્રાન્સપરન્ટ ડિસ્પ્લે સ્માર્ટફોનની ડીઝાઈન મુજબ સ્માર્ટ ફોન ઈ-વેસ્ટમાં નોંધપાત્ર ઘટાડો કરશે. પરિણામ સ્વરૂપે પર્યાવરણમાં થતા પ્રદુષણમાં ઘટાડો થશે. એેટલું જ નહી પરંતુ ભવિષ્યમાં ખુબજ ઉપયોગી એવી AR (Augmented Reality) અને VR (Virtual Reality) ટેકનોલોજીનો આ પ્રકારના ડિવાઇસના લીધે વધુ સારી રીતે અમલ કરી શકાશે.