• પોલીસ આવાસની નવી બનતી સાઈટ પર માલસામાન હેરાફેરી કરતા ડમ્પરનાં ચાલકે રીવર્સમાં લેતા 7 વર્ષનાં સાયકલ ચાલક બાળકને હડફેટે લીધો
  • ગંભીર રીતે ઘવાયેલ બાળકનાં પિતા રાહુલભાઈ પરસોત્તમભાઈ mt શાખામાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા હોવાનું જાણવા મળ્યું
  • પોલીસ દ્વારા ડ્રાઈવરને ઝડપી લઈ વધુ તપાસ કરવામાં આવી

WatchGujarat. પોલીસ હેડકવાર્ટરની અંદર ડમ્પર ચલાવી રહેલા ચાલકની ઘોર બેદરકારી સામે આવી છે. જેમાં બેદરકારીથી ડમ્પર ચલાવી રહેલા આ ડ્રાઈવરે એક સાત વર્ષનાં માસુમ બાળકને હડફેટે લીધો હતો. આ ઘટનામાં ગંભીર ઇજા થતાં બાળક લોહીલુહાણ થઈ ગયો હતો. જેને પગલે બાળકને તાત્કાલિક સારવારમાં ખસેડાયો છે. હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.

જાણવા મળતી વિગત અનુસાર, રાજકોટ પોલીસ હેડ ક્વાર્ટરમાં પોલીસ આવાસની નવી બનતી સાઈટ પર માલસામાન હેરાફેરી કરતા ડમ્પરનાં ચાલકે રીવર્સમાં લેતા 7 વર્ષનાં સાયકલ ચાલક બાળકને હડફેટે લીધો હતો. જેમાં ડમ્પરનો જોટો પગપર ફરી જતા બાળકને પગે ગંભીર ઇજા થઈ હતી. જેને લઈને તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો છે. ગંભીર રીતે ઘવાયેલ બાળકનાં પિતા રાહુલભાઈ પરસોત્તમભાઈ mt શાખામાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા હોવાનું જાણવા મળ્યું છે.

ઘટનાની જાણ થતાં પોલીસ દ્વારા ડ્રાઈવરને ઝડપી લઈ વધુ તપાસ કરવામાં આવી રહી છે. હાલ આ ડમ્પર રેખા કન્ટ્રકશન કંપનીનું હોવાનું મનાય રહ્યું છે. જો કે આ બનાવનાં પગલે પોલીસ હેડક્વાર્ટરમાં અરેરાટી વ્યાપી ગઈ છે. સામાન્ય રીતે ડમ્પરમાં કોઈપણ હેવી વાહનમાં એક ક્લીનર તેમજ હેલ્પર હોવો જરૂરી છે. પરંતુ આ ડમ્પરમાં ડ્રાઈવર સિવાય કોઈ નહીં હોવાથી આ દુર્ઘટના સર્જાઈ છે. ત્યારે કોન્ટ્રાક્ટર બેફામ બન્યા હોવાની ચર્ચા પણ સ્થાનિકોમાં ચાલી રહી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud