• જીઆઇડીસીમાં મુરલીધર વે-બ્રિઝમાં મેઇન્ટેનન્સ માટે ટેન્કમાં ગયેલા ટેકનીશિયને ટેન્કની અંદર પાણીની બોટલ, ભોજન લીધુ હોવાના તેમજ કુદરતી હાજત પણ કર્યાનું પોલીસને જાણ કરી
  • વે બ્રિજના સંચાલકે સીસીટીવી ફૂટેજના પૂરાવા સાથે નોંધાવેલી ફરીયાદ પછી જિલ્લા પોલીસે ટોળકીના સૂત્રધાર સહિત રાજકોટ અને મોરબીના 20થી વધુ સાગરીતોને સકંજામાં લઇ લીધા
  • આટલી મોટી ઘટનામાં પોલીસે છેતરપીંડી અને વિશ્વાસઘાતના બદલે માત્ર વે-બ્રીજમાં 10 હજારની નુકશાનીનો ગુનો દાખલ કરતા પોલીસની કાર્યવાહી સામે પણ અનેક સવાલ ઉભા થયા

WatchGujarat. ગુજરાતનું સૌથી અનોખું ચોરી કૌભાંડ સામે આવ્યું છે. શહેરમાં લોખંડની અનોખી રીતે ચોરી કરતી ટોળકી સક્રિય થઈ હોવાનું સામે આવતા પોલીસે 20થી વધુને સકાંજામાં લીધા છે. પ્રાથમિક તપાસમાં મેટોડા GIDCમાં વે બ્રીજનાં કાંટામાં અંદર જઈને ચોરી થતી હોવાનું સામે આવ્યું છે. આ ટોળકી વજન કાંટાની અંદર એક દિવસ નહિ ત્રણ ત્રણ દિવસ સુધી રહેતી હોવાની ચોંકાવનારી હકીકત પણ સામે આવી છે. જો કે વજન કાંટાની અંદર રહેનાર ટોળકીનો જીવ પણ જઈ શકે છે. છતાં આ ટોળકી વે-બ્રિજનાં વજનકાંટા અંદર પ્રવેશી જેક મારી ઓછો વજન બતાવી કૌભાંડ કરતા હતા. આ વે બ્રીજના વજન કાંટા અંદર પ્રવેશતી ટોળકીના CCTV આવ્યા સામે આવ્યા છે. તેમજ 4 ટન જેટલા લોખંડની ગોલમાલ કરી ટૂંકાગાળામાં 5 થી 7 કરોડની છેતરપીંડીનું કરાઈ હોવાનું ખુલતા પોલીસ પણ ચોંકી ઉઠી છે.

જાણવા મળતી વિગત મુજબ, મેટોડા જીઆઇડીસીમાં મુરલીધર વે-બ્રિઝમાં મેઇન્ટેનન્સ માટે ટેન્કમાં ગયેલા ટેકનીશિયને ટેન્કની અંદર પાણીની બોટલ, ભોજન લીધુ હોવાના તેમજ કુદરતી હાજત પણ કરી હોય તેવા પૂરાવા મળતા પોલીસને જાણ કરી હતી. વે બ્રિજના સંચાલકે સીસીટીવી ફૂટેજના પૂરાવા સાથે નોંધાવેલી ફરીયાદ પછી જિલ્લા પોલીસે ટોળકીના સૂત્રધાર સહિત રાજકોટ અને મોરબીના 20થી વધુ સાગરીતોને સકંજામાં લઇ લીધા છે. જેમાં વે-બ્રિજના વજનકાંટાની ટેન્કમાં જીવના જોખમે છુપાઇને કાંટામાં જેક મારીને વજન સાથે 4-5 ટનની ગોલમાલ કરી ટૂંકાગાળામાં 5થી 7 કરોડની છેતરપીંડી થયાનું સામે આવ્યું છે.

જોકે, આટલી મોટી ઘટનામાં પોલીસે છેતરપીંડી અને વિશ્વાસઘાતના બદલે માત્ર વે-બ્રીજમાં 10 હજારની નુકશાનીનો ગુનો દાખલ કરતા પોલીસની કાર્યવાહી સામે પણ અનેક સવાલ ઉભા થયા છે. સૂત્રોનું માનીએ તો આ ટોળકીએ રાજકોટ શહેર અને જિલ્લામાં એક વે-બ્રીજમાં આ રીતે કસબ અજમાવીને લોખંડ અને સ્ક્રેપના વેપારમાં ટૂંકાગાળામાં કરોડો છેતરપીંડી કરતા ભોગ બનેલા કારખાનેદારોએ પણ ફરિયાદ નોંધાવવા તજવીજ શરૂ કરી છે. અને આવનારા દિવસોમાં આ મામલે અનેક ફરિયાદો નોંધાય તેવી શક્યતાઓ નકારી શકાય તેમ નથી.

જાણો કેવી રીતે આ ટોળકી દ્વારા કરવામાં આવતી છેતરપીંડી

અનોખી રીતે જ ઠગાઇ કરતી આ ટોળકીનના કરતૂતની બહાર આવેલી વિગત મુજબ, કારખાનેદારો પાસેથી લોખંડ – સ્ક્રેપ ખરીદ કરતી ટોળકી દ્વારા ટ્રકમાં લોખંડ કે સ્ક્રેપ ભરાવ્યા પછી વજન નક્કી કરવા વે-બ્રિજ પર વજન કરાવવા લઇ જાય છે. કારખાનમાંથી ભરેલો માલ 12 ટન હોય છે પરંતુ વજન કાંટે લઇ જાય ત્યારે વે-બ્રિજની અંદર અગાઉથી લપાઈને બેઠલો ઠગ આ વજનકાંટામાં જેક મારીને 12 ટન માલનું વજન 8 ટન કરી નાખતો હતો. અને વજન ઓછું દર્શાવી એક ટ્રક દીઠ લાખો રૂપિયાનો માલ મફતમાં લઇ જવામાં આવતો હતો. હાલ પોલીસે સમગ્ર મામલે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.

Facebook Comments Box

Videos

Our Partners