• સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સેનેટની ટર્મ આગામી 23 મેનાં રોજ પૂર્ણ થઈ રહી છે
  • જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં વિલંબ થવાને લઈ ભાજપ -કોંગ્રેસના સભ્યોનો મોરચો મંડાયો
  • નિયત સમયમાં ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ નહીં થાય તો બંને પક્ષના સભ્યોનું સિન્ડિકેટ પદ જોખમમાં મુકાઈ તેમ છે

WatchGujarat. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સેનેટ ચૂંટણી જાહેર નહીં થતા NSUI મેદાને આવ્યું છે. ત્યારે આજે ફરીથી એકવાર આ મુદ્દે NSUIનાં આગેવાનો અને કાર્યકરોએ આ મુદ્દે ઉગ્ર વિરોધ કર્યો હતો. અને ચૂંટણી જાહેરનામું પ્રસિધ્ધ કરવાની માંગ સાથે રજિસ્ટ્રારની ચેમ્બરમાં જ રામધૂન બોલાવવામાં આવી હતી. અને સૂત્રોચ્ચાર કરી રજિસ્ટ્રારનાં રાજીનામાની માંગ કરવામાં આવી હતી.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સેનેટની ટર્મ આગામી 23 મેનાં રોજ પૂર્ણ થઈ રહી છે. નિયમ પ્રમાણે આ ટર્મ પૂર્ણ થયાનાં 50 દિવસ અગાઉ ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ કરવાનું હોય છે. પરંતુ કોઈ કારણોસર આ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં વિલંબ થવાને લઈ ભાજપ -કોંગ્રેસના સભ્યોનો મોરચો મંડાયો છે. નિયત સમયમાં ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ નહીં થાય તો બંને પક્ષના સભ્યોનું સિન્ડિકેટ પદ જોખમમાં મુકાઈ તેમ છે. જેથી બંને પક્ષના આગેવાનો ધમપછાડા કરી રહ્યા છે.

સેનેટની ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ નહીં થતા અગાઉ થોડા દિવસ પહેલા મળેલી સેનેટની સભામાં કોંગ્રેસે વિરોધ નોંધાવી ચૂંટણી જાહેર કરવા માંગ કરી હતી. ત્યારે કુલપતિએ નિયત સમયમાં જાહેરાત કરવામાં આવશે તેવું જણાવ્યું હતું. જોકે આ જાહેરાત ન થતા આજે ફરી રજિસ્ટ્રર ચેમ્બર ખાતે NSUI ના કાર્યકર્તા અને આગેવાનોએ રામધૂન બોલાવી સરકાર વિરુદ્ધ ઉગ્ર સુત્રોચાર કર્યા હતા.

રાજકોટ NSUI પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે , 23 મેં ના સેનેટ ટર્મ પૂર્ણ થઇ રહી છે આમ છતાં ચૂંટણી અંગે જાહેરનામું કે મતદાર યાદી પ્રસિધ્ધ કરવામાં આવી નથી. આમ છતાં શા કારણે વિલંબ કરવામાં આવી રહ્યું છે તે સમજાતું નથી. રજિસ્ટ્રાર દ્વારા અવારનવાર ગોળ ગોળ જવાબ આપવામાં આવી રહ્યા છે જો રજિસ્ટ્રાર ભાજપ ને પૂછ્યા વગર કોઈ કામ કરી ન શકતા હોય તો રાજીનામુ આપી દે એવી અમારી માંગ છે.

Facebook Comments Box

Videos

Our Partners