• સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં ખેતરોમાં હાલ જીરું, ચણા, લસણ અને ડુંગળીનો પાક ઊભો છે
  • સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં ખેતરમાં ઉગાડવામાં આવેલા ચણા અને જીરુના પાકને આ કમોસમી વરસાદના કારણે ભારે નુકસાની જાય તેવી ભીતિ સર્જાઇ
  • ખેડૂતો કમોસમી વરસાદના કારણે ચિંતામાં મુકાયા

WatchGujarat. હવામાન વિભાગની આગાહીને પગલે ગઈકાલે મોડીરાતે જે સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે વહેલી સવારે પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. આ કમોસમી વરસાદને કારણે સૌરાષ્ટ્રના ખેડૂતો ચિંતામાં મુકાયા છે. જ્યારે કમોસમી વરસાદના કારણે યાર્ડમાં પણ મગફળીનું પાકને મોટા પ્રમાણમાં નુકશાન થયું છે. એવામાં સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં ખેતરોમાં ચણા અને જીરૂનો ઉભો પાક છે. જે પણ આ કમોસમી વરસાદને કારણે પલડી જાય તેવી ભીતિ છે. જ્યારે ખેડૂતો પણ કમોસમી વરસાદના કારણે ચિંતામાં મુકાયા છે.

ખેતરોમાં ચણા અને જીરુનો પાક ઉભો છે

ખેડૂત નેતા દિલીપ સખીયાએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં ખેતરોમાં હાલ જીરું, ચણા, લસણ અને ડુંગળીનો પાક ઊભો છે. જેને હવે ખેતરમાંથી ઉતારવાની તૈયારી હતી. જ્યારે હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી. જે મુજબ સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં ખેતરમાં ઉગાડવામાં આવેલા ચણા અને જીરુના પાકને આ કમોસમી વરસાદના કારણે ભારે નુકસાની જાય તેવી ભીતિ સર્જાઇ છે. જ્યારે ખેડૂત પણ મુશ્કેલીમાં મુકાયા છે કે આ પરિસ્થિતિમાં ખરેખર શું કરવું.

યાર્ડમાં 70 હજાર મગફળીની ગુણીઓ પલડી

રાજ્યમાં હવામાન વિભાગની આગાહી હતી કે આગામી દિવસોમાં કમોસમી વરસાદ થશે પરંતુ રાજકોટના બેડી યાર્ડમાંમાં ગઈકાલે અંદાજે 1 લાખ મગફળીની આવક થઈ છે. જ્યારે ગઈકાલ મોડી રાત્રે રાજકોટ શહેર અને જિલ્લામાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. એવામાં આ 1 લાખ ગુણમાંથી 70 હજાર મગફળીની ગુણી કમોસમી વરસાદમાં પલળી ગઇ છે. જ્યારે મગફળીની ગુણીઓ પલળતા ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે. શહેરમાં ગઇકાલ મોડીરાતથી જ ધીમી ધારે અલગ અલગ વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો હતો. ત્યારે આજે વહેલી સવારે પણ આ જ પરિસ્થિતિ લોકો સામનો કરી રહ્યા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud