તાજેતરમાં કર્ણાટકનાં રાજ્યપાલ પદેથી વજુભાઈ વાળા રાજીનામું આપીને હોમટાઉનમાં આવ્યા
વજુભાઇને પણ વિજય રૂપાણીને કંઇ જવાબદારી સોંપી તે જાણવાની ઉત્સુકતા હતી
કાર્યક્રમમાં સ્વાતંત્ર્ય સેનાની મનસુખભાઇ છાપીયાની રક્તતુલા કરવામાં આવી
WatchGujarat. દેશનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં જન્મદિવસ નિમિતે પૂર્વ સીએમ વિજય રૂપાણી વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી રહ્યા છે. ત્યારે શહેરનાં એરપોર્ટ રોડ પર આવેલી પેટ્રીયા સ્યુટ હોટલમાં બ્લડ ડોનેશન કેમ્પમાં તેઓ વજુભાઇ વાળા સાથે વાત કરતા નજરે પડ્યા હતા. જેમાં વજુભાઇએ કહ્યું હતું કે, નવી જવાબદારી સોંપે તો ભલે અને ન સોંપે તો પણ ભલે કામ કરીએ છીએ તેમ આગળ પણ કરતા રહીશું. જેના જવાબમાં રૂપાણીએ કહ્યું હતું કે, હા...બરોબર છે. જેને લઈને આવ ભાઈ હરખા આપણે બેય સરખા કહેવત જેવો ઘાટ ઘડાયો હતો.
https://youtu.be/w_Z-yOELrJU
તાજેતરમાં કર્ણાટકનાં રાજ્યપાલ પદેથી વજુભાઈ વાળા રાજીનામું આપીને હોમટાઉનમાં છે. અને હવે વિજય રૂપાણી પણ સીએમ પદેથી રાજીનામુ આપીને માદરે વતન આવી પહોંચ્યા છે. ત્યારે આજે આ બંને દિગ્ગજો ગુફતગુ કરતા નજરે પડ્યા હતા. જેમાં તેઓ વચ્ચે હવે પછી શું? તેવી બંને વચ્ચે ચર્ચા થઇ હતી. રૂપાણી અને વજુભાઈ વચ્ચે થયેલી વાતો વીડિયોમાં કેદ થતા રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યો છે. બંને ચર્ચામાં ઓતપ્રોત બની ગયા હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે.
વજુભાઇને પણ વિજય રૂપાણીને કંઇ જવાબદારી સોંપી તે જાણવાની ઉત્સુકતા હતી. અને પૂછી પણ લીધું હતું. બાદમાં વજુભાઇએ કહી પણ દીધું હતું કે, કંઇ જવાબદારી સોંપે તો ભલે નહીંતર કામ કરીએ છીએ તેમ કરતા રહેશું. તેઓની આ વાત સાથે રૂપાણી સહમત થઇ હા...બરોબર છે તેવો જવાબ આપ્યો હતો. આ ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે. જે હાલ રાજકીય દિગ્ગજોમાં ચર્ચાનો વિષય બની ગયો છે. ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમમાં સ્વાતંત્ર્ય સેનાની મનસુખભાઇ છાપીયાની રક્તતુલા કરવામાં આવી છે.