• રાજકોટમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ભવ્યાતિભવ્ય રોડ-શો યોજાયો હતો. જેમાં 1000 જેટલા બાઇકો અને 100 કરતા વધુ કારનો કાફલો જોડાયો
  • આછકલાઈ કરવાની ટેવ ધરાવતાં અમુક ટપોરીઓને જાણે કે પોલીસ કે કાયદાનો કશો ડર જ ન હોય તેવા દ્રશ્યો આ રોડ-શોમાં જોવા મળ્યા
  • પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે

WatchGujarat. આજરોજ સુશાસન સપ્તાહની પૂર્ણાહુતિ અંતર્ગત રાજ્યનાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રાજકોટની મુલાકાતે આવ્યા હતા. અને તેમનો ભવ્ય રોડ-શો પણ યોજાયો હતો. આ રોડ-શોમાં કોરોનાનાં માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સ સહિતનાં નિયમોની સાથે ટ્રાફિકનાં નિયમોનો પણ સરેઆમ ભંગ થયો હતો. જેમાં અમુક ટીખળખોરો બેફામ બન્યા હતા. અને બાઈકના સ્ટંટ કરતા નજરે પડ્યા હતા. એટલું જ નહીં સામાન્ય લોકો સામે દંડનો ધોકો પચાડતી પોલીસ આ તકે મુક પ્રેક્ષક બની ગઈ હતી.

રાજકોટમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ભવ્યાતિભવ્ય રોડ-શો યોજાયો હતો. જેમાં 1000 જેટલા બાઇકો અને 100 કરતા વધુ કારનો કાફલો જોડાયો હતો. આ તકે મોટી સંખ્યામાં વાહનચાલકો જોડાયા હતા. જો કે આછકલાઈ કરવાની ટેવ ધરાવતાં અમુક ટપોરીઓને જાણે કે પોલીસ કે કાયદાનો કશો ડર જ ન હોય તેવા દ્રશ્યો આ રોડ-શોમાં જોવા મળ્યા હતા. ટીખળખોરો દ્વારા બેફામ બાઈક સ્ટન્ટ કરી પોતાની અક્કલનું પ્રદર્શન તો કર્યું હતું. સાથે સાથે લોકોના જીવ પણ જોખમમાં મુક્યા હતા. આશ્ચર્યની વાત એ છે કે જ્યારે આ ‘ખેલ’ થતો હતો ત્યારે પોલીસ મુકપ્રેક્ષક બનીને ઉભી હતી. જેને લઈને પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.

ગુજરાતની સૌપ્રથમ 100 બેડની પોર્ટેબલ હોસ્પિટલનું મુખ્યમંત્રીનાં હસ્તે લોકાર્પણ, રાજકોટને મળી રૂ. 216 કરોડનાં વિકાસ કામોની ભેંટ

સુશાસન સપ્તાહનાં સમાપન અંતર્ગત મુખ્યમંત્રીનાં હસ્તે રાજકોટને કુલ રૂપિયા 216 કારોડનાં વિકાસ કામોની ભેંટ આપવામાં આવી છે. આ સાથે મુખ્યમંત્રી દ્વારા ગુજરાતની સૌપ્રથમ 100 બેડની ઇન્ડો અમેરિકન પોર્ટેબલ હોસ્પિટલનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું. આ હોસ્પિટલમાં ચાર ડોમમાં 16 આઇ.સી.યુ. બેડ, 30 ઓક્સિજનની સુવિધાવાળા બેડ અને 54 જનરલ બેડ છે. ડોમ યુનિટમાં જેને એમ જી.પી.એસ. સિસ્ટમ અને તમામ એરકન્ડીશન વોર્ડઝ, પી.વી.સી.નું સ્ટ્રક્ચર, રીસેપ્શન અને લોન્જ એરીયા ઉપરાંત 120 કિલોમીટરના પવન સામે ટકી શકે તેવી ફુલપૃફ સીસ્ટમથી સજ્જ કરવામાં આવેલ છે. ત્યારે મુખ્યમંત્રીએ હોસ્પિટલમાં ઉપલબ્ધ સાધન સહાય અને વ્યવસ્થાપનની માહિતી મેળવી હતી. તેમજ પ્રશાસન દ્વારા ઉભી કરાયેલી આ હોસ્પિટલ સમકક્ષ વ્યવસ્થાની સરાહના કરી હતી.

Facebook Comments Box

Videos

Our Partners