ગત 14 તારીખે શહેરનાં ભીસ્તીવાડની નજીક દારૂની રેલમછેલ જોવા મળી
જેના લગ્ન હતા તે વરરાજાને મિત્રો - સંબંધીઓ દ્વારા દારૂ પીવડાવવામાં આવ્યો
સમગ્ર ઘટના કોઈએ મોબાઈલ કેમેરામાં કેદ કરી લેતા તેનો વિડીયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો
રાજ્ય સરકાર દ્વારા દારૂબંધીનો કડક અમલ કરવામાં આવતો હોવાનો દાવો કરાઈ રહ્યો છે. જો કે આ દાવાને પોકળ સાબિત કરતી અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે. ત્યારે ગાંધીનાં ગુજરાતમાં પણ દારૂની રેલમછેલ થતી હોવાની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં શહેરનાં ભીસ્તીવાડ નજીક લગ્નમાં વરરાજાને દારૂ પીવડાવવામાં આવતો હોવાનો વિડીયો વાયરલ થયો છે. જો કે આ વિડીયો વાયરલ થતા જ પોલીસ હરકતમાં આવી હતી. અને ગણતરીનાં કલાકોમાં આ મામલે બે શખ્સોને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી વિગત અનુસાર, ગુજરાતમાં એક તરફ દારૂબંધીની વાતો ચાલી રહી છે. બીજીતરફ ગત 14 તારીખે શહેરનાં ભીસ્તીવાડની નજીક દારૂની રેલમછેલ જોવા મળી હતી. એટલું જ નહીં જેના લગ્ન હતા તે વરરાજાને મિત્રો - સંબંધીઓ દ્વારા દારૂ પીવડાવવામાં આવ્યો હતો. સમગ્ર ઘટના કોઈએ મોબાઈલ કેમેરામાં કેદ કરી લેતા તેનો વિડીયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો હતો. આ કારણે પોલીસની કામગીરી સામે લોકોમાં અનેક સવાલો ઉઠયા હતા.
વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, વરરાજાનાં સગા સંબંધીઓ અને મિત્રો સ્ટેજ પર પહોંચી જાય છે. અને વરરાજા ઉપર રૂપિયા ઉડાવીને દારૂ પીવડાવી મેરે યાર કી શાદી હે ગીત પર સૌકોઈ નાચવા લાગે છે. વિડીયો સામે આવતા જ પોલીસ હરકતમાં આવી હતી. અને આ મામલે વિડીયોનાં આધારે ઓળખ કરીને ચિરાગ ઢાકેચા તેમજ કપિલ વાણિયાને પ્રધ્યુમનનગર પોલીસ દ્વારા હસ્તગત કરવામાં આવ્યા હતા. અને બંને સામે ધોરણસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.