• બપોરના સમયે ફેમેલી કોર્ટમાં એક શખ્સ દેકારો કરતો કરતો આવ્યો હતો અને મારો પુત્ર ક્યાં છે?
  • મહિલા સાથે આવેલા વૃદ્ધને પણ માર મારતા તેઓ નીચે જમીન પર પટકાયા
  • થોડીવાર બાદ ત્યાં હાજર લોકોએ છુટા પડાવવાનો પ્રયત્ન કર્યો

WatchGujarat. શહેરની ફેમિલી કોર્ટમાં આજે બે શખ્સોએ એક મહિલા અને વૃદ્ધ સાથે મારકુટ કરી હતી. જેમાં મારો પુત્ર ક્યાં છે ? કહીને બે શખ્સોએ મહિલા અને વૃદ્ધને માર માર્યો હતો. જો કે ત્યાં હાજર લોકોએ બંને પક્ષકારોને છોડાવ્યા હતા. દરમિયાન ઘટનાને કોઈએ મોબાઈલ કેમેરામાં કેદ કરી લેતા તેનો વિડીયો વાયરલ થયો હતો. જેને પગલે પોલીસે દોડી જઇ વધુ તપાસ શરૂ કરી છે.

આ અંગે જાણવા મળતી વિગતો અનુસાર, આજે બપોરના સમયે ફેમેલી કોર્ટમાં એક શખ્સ દેકારો કરતો કરતો આવ્યો હતો અને મારો પુત્ર ક્યાં છે? કહી એક મહિલા સાથે માથાકૂટ શરૂ કરી મારકુટ પણ કરી હતી. એટલું જ નહીં મહિલા સાથે આવેલા વૃદ્ધને પણ માર મારતા તેઓ નીચે જમીન પર પટકાયા હતા. અને તેમને પણ ઇજા થઇ હતી. જોકે થોડીવાર બાદ ત્યાં હાજર લોકોએ છુટા પડાવવાનો પ્રયત્ન કર્યો હતો. મારકુટમાં મહિલાને ઇજા થતાં નાકેથી લોહી નીકળવા લાગ્યા હતા. જેને લઈ આ બંને શખ્સો ધમકી આપી પલાયન થઈ ગયા હતા.

સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા એ ડિવિઝન પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. અને બનાવમાં ઘવાયેલા જિજ્ઞાબેન લુહારને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે, અમારે છેલ્લા ત્રણ વર્ષથી મનમેળ ન થતા કોર્ટમાં ભરણ પોષણનો કેસ કર્યો છે. તેમજ મારે એક પુત્ર છે જે મારી સાથે રહે છે પુત્રનો કબજો મારી પાસે હોય માટે પતિએ પુત્રને આપી દેવા માથાકૂટ કરી હતી. અને આજે કોર્ટમાં મુદત હોય જેથી મારકુટ કરી હતી. હાલ પોલીસે જિજ્ઞાબેનનાં નિવેદનને આધારે તપાસ શરૂ કરી છે.

Facebook Comments Box

Videos

Our Partners