રાજકોટમાં પત્નીનાં ત્રાસને લઈ કંટાળેલો એક યુવક બજરંગવાડી પોલીસ ચોકી ખાતે પહોંચ્યો
જેલમાં જવા ઉતાવળિયા થયેલા યુવકે પોલીસ સ્ટેશનમાં આગ ચાંપી દીધી
પ્રાથમિક રીતે મળતી જાણકારી મુજબ આ યુવકનું નામ દેવો હોવાનું અને તેણે લાંબો સમય જેલમાં જાવા માટે આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું
WatchGujarat. સામાન્ય રીતે પત્નીને પતિ અને સાસરિયા દ્વારા ત્રાસ આપવામાં આવતો હોય તેવા અનેક કિસ્સા સામે આવતા હોય છે. પરંતુ રાજકોટમાં તેનાથી સાવ વિપરીત કિસ્સો સામે આવ્યો છે. જેમાં પત્નીના ત્રાસને કારણે કંટાળેલા એક યુવકે લાંબો સમય જેલમાં રહેવા માટે પોલીસ સ્ટેશન સળગાવ્યું હોવાની ઘટના સામે આવી છે. આ કૃત્ય કર્યા બાદ નાસી જવાને બદલે તે યુવક ધરપકડ વહોરી લેવા માટે ત્યાં જ ઉભો રહેતા પોલીસે તેને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાને પગલે લોકોમાં સવાલ ઉઠયા છે કે, આ યુવક પત્નીથી કેટલી હદે કંટાળ્યો હશે ?
https://youtu.be/lJazPlJxcqI
જાણવા મળતી વિગત અનુસાર, પત્નીનાં ત્રાસને લઈ કંટાળેલો એક યુવક બજરંગવાડી પોલીસ ચોકી ખાતે પહોંચ્યો હતો. અને જોતજોતામાં પોલીસ મથકને આગ ચાંપી દીધી હતી. પ્રાથમિક રીતે મળતી જાણકારી મુજબ આ યુવકનું નામ દેવો હોવાનું અને તેણે લાંબો સમય જેલમાં જાવા માટે આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. ઘટનાને પગલે આસપાસમાંથી વેપારીઓ દોડી આવ્યા હતા. અને પાણી છાંટી આગ પર કાબૂ મેળવ્યો હતો. દેવાએ પોલીસ સ્ટેશનના દરવાજા પર પેટ્રોલ છાંટી આગ લગાડી દેતા પોલીસમાં નાસભાગ મચી ગઇ હતી. જોકે પોલીસે તુરંત જ દેવાની ધરપકડ કરી લીધી હતી.
આ અંગે ગાંધીગ્રામ પોલીસ મથકનાં ઇન્સ્પેક્ટર કે. એ. વાળાએ કહ્યું હતું કે, પોલીસ સ્ટેશન સળગાવનારનું નામ દેવજી ઉર્ફે દેવો ચાવડા છે. તેણે ઘરકંકાસ તેમજ આર્થિક ભીંસ હોવાથી કામ નથી કરવું જેલમાં જ રહેવું છે, કહી આગ લગાડી હોવાનું પોલીસ સમક્ષ નિવેદન આપ્યું છે. હાલ પોલીસે યુવકની ધરપકડ કરી સરકારી મિલકતને નુકસાન પહોંચાડવા અને IPC 436 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવામાં આવી છે. આ પહેલા પણ પત્નીનાં ત્રાસથી કંટાળીને એક પતિએ ઝેરી દવા પીધી હોવાનું સામે આવ્યું હતું.