ભાવેશ દરરોજ ફિઝિકલ પ્રેકટિક્સ કરવા રેસકોર્સ ગ્રાઉન્ડ પર આવતો અને ઓછી મિનિટોમાં વધુ રાઉન્ડ પુર્ણ કરવા માટે વધુ સ્પીડમાં રનિંગ કરતો
પોપટપરા વિસ્તારમાં રહેતા અને PSIની બનવાની તૈયારી કરતા ભાવેશનું મોત
દુઃખદ ઘટનાની જાણ થતા તેના મિત્ર વર્તુળમાં પણ શોકની લાગણી જોવા મળી
WatchGujarat. રેસકોર્સ ખાતે પોલીસ સબ-ઈન્સ્પેક્ટરની પરીક્ષા માટે તૈયારી કરતા રાજકોટના યુવાનનું અકાળે મોત નિપજ્યું છે. 24 વર્ષીય ભાવેશ મકવાણા નામનો આ યુવક સવારે PSIની ભરતીમાં 25 મિનિટમાં 5કીમી દોડ પુરી કરવા માટે તૈયારી કરતો હતો. પરંતુ અચાનક જ તેનું હૃદય બેસી જતા મોતને ભેટ્યો હતો. જે પુત્ર માટે PSI બનવાના સપના પરિવાર જોઈ રહ્યો હતો તેનું અકાળે મોત નિપજતાં માતા-પિતા સહિતનાં પરિવારમાં આક્રંદ છવાયો છે.
જાણવા મળતી વિગતો મુજબ પોપટપરા વિસ્તારમાં રહેતા અને PSIની બનવાની તૈયારી કરતા ભાવેશનું મોત નિપજતાં તેનો મૃતદેહ સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેના મિત્રો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. તેમનું કહેવું છે કે, ભાવેશ દરરોજ ફિઝિકલ પ્રેકટિક્સ કરવા રેસકોર્સ ગ્રાઉન્ડ પર આવતો હતો. અને ઓછી મિનિટોમાં વધુ રાઉન્ડ પુર્ણ કરવા માટે વધુ સ્પીડમાં રનિંગ કરતો હતો. આ દુઃખદ ઘટનાની જાણ થતા તેના મિત્ર વર્તુળમાં પણ શોકની લાગણી જોવા મળી હતી. અને કેટલાક મિત્રોની આંખો છલકાઈ જતા ભાવવાહી દ્રશ્યો સર્જાયા હતા.
ઉલ્લેખનીય છે કે, સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં આ માટે યુવાનો દિવસ-રાત મહેનત પણ કરતા હોય છે. જેમાં કેટલાકને સફળતા મળે છે જ્યારે અમુક નિષ્ફળ થઈ અન્ય કામમાં લાગી જતા હોય છે. પરંતુ આ તૈયારી દરમિયાન મોત થવાની ઘટના જવલ્લે જ બનતી હોય છે. અને આવી ઘટના બને ત્યારે મૃતકનાં પરિવાર માથે જાણે આભ ફાટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાય છે. આવી જ આ ઘટના સામે આવતા લોકોમાં પણ ચર્ચાનો વિષય બની છે.