• સુપ્રસિદ્ધ લોકગાયક કીર્તિદાન ગઢવીએ અમેરિકામાં રાજકોટ સહિત દેશનો ડંકો વગાડ્યો છે
  • કીર્તિદાન ગઢવીએ અમેરિકાની ધરતી પર 33 કાર્યક્રમ કરીને રેકોર્ડ સર્જ્યો
  • તાજેતરમાં લાસવેગાસમાં કીર્તિદાન ગઢવીનો 33મો અને છેલ્લો કાર્યક્રમ યોજાયો

WatchGujarat. શહેરનાં સુપ્રસિદ્ધ લોકગાયક કીર્તિદાન ગઢવીએ અમેરિકામાં રાજકોટ સહિત દેશનો ડંકો વગાડ્યો છે. અને અમેરિકાની ધરતી પર 33 કાર્યક્રમ કરીને રેકોર્ડ સર્જ્યો છે. તાજેતરમાં લાસવેગાસમાં કીર્તિદાન ગઢવીનો 33મો અને છેલ્લો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અમેરિકાની ગોરીઓને એટલું ઘેલુ લાગ્યુ હતું કે ડોલરનો વરસાદ વરસાવ્યો હતો. એક મહિલાએ તો ડોલરની થપ્પી ઉડાવી કીર્તિદાનના ઓવારણા લીધા હતા. કીર્તિદાને ‘શિવલહેરી કે દરબારમાં સબ કા ખાતા હૈ…’ લલકારતાં જ ગુજરાતી મહિલાઓની સાથોસાથ અમેરિકન ગોરીઓ પણ ઝૂમી ઉઠી હતી. અને ડોલરનો વરસાદ કર્યો હતો. જેનો વિડીયો પણ સામે આવ્યો છે.

જાણવા મળતી વિગતો મુજબ, કીર્તિદાન નવરાત્રી પહેલાથી જ અમેરિકાના પ્રવાસે છે. અલગ અલગ શહેરોમાં વસતા ગુજરાતીઓએ કીર્તિદાન ગઢવીનાં કર્યક્રમોનું આયોજન કર્યું હતું. લાસવેગાસમાં ગઈકાલે તેમનો 33મો અને છેલ્લો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગુજરાતીઓએ તો મન મૂકીને ડોલરનો વરસાદ કર્યો હતો. પરંતુ અમેરિકન ગોરીઓને પણ એટલું ઘેલું લાગ્યું હતું કે, કીર્તિદાન ઉપર મનમૂકીને ડોલર વરસાવ્યા હતા. આ કાર્યક્રમ પૂર્ણ થતાની સાથે અમેરિકાની ધરતી પર લગાતાર 33 કાર્યક્રમ કરનાર કિર્તીદાન ગઢવી પ્રથમ ગુજરાતી કલાકાર બન્યા છે.

નોંધનીય છે કે, કીર્તિદાન 16 સપ્ટેમ્બરથી અમેરિકાના પ્રવાસે છે. ત્યારે 9 દિવસ પહેલા પણ અમેરિકાના એટલાન્ટામાં લોકડાયરો યોજાયો હતો, જેમાં કીર્તિદાને ‘લીલી લીંબડી રે…લીલો નાગરવેલનો છોડ’ ગીત ગાતાં જ કીર્તિદાન ગઢવી પર અમેરિકામાં વસતી ગુજરાતી મહિલાઓએ પણ ડોલરની થપ્પી ઉડાડી હતી. અહીં કીર્તિદાન ગઢવીએ લોકગીતો તેમજ હિન્દી ફિલ્મોનાં ગીતો ગાતાં ગુજરાતી મહિલાઓ સહિત સૌકોઈ ઝૂમી ઊઠ્યા હતા. અને મહિલાઓએ તો સ્ટેજ પર ચડીને કીર્તિદાન પર ડોલર વરસાવ્યા હતા. ત્યારબાદ એક અમેરિકન નાગરિક પણ ઉત્સાહમાં આવી ગયા હતા. અને કીર્તિદાન પર ડોલરનો વરસાદ કરતા નજરે પડ્યા હતા.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud