• લોકભાગીદારીથી PPP ધોરણે ₹95 લાખના ખર્ચે તૈયાર થયેલા CNG આધારિત સ્મશાનગૃહ, પ્રોજેક્ટ કાર્યાલય, સખી મંડળ સંચાલિત જિલ્લા સેવા સદનના કેન્ટીનનું લોકાર્પણ
  • CM  હસ્તે નોંધારાનો આધાર પ્રોજેકટના લાભાર્થીઓને વિવિધ યોજનાકીય લાભો સહિત સાધન સહાય કિટ્સનું થનારૂં વિતરણ
  • જિલ્લા કલેક્ટર ડી.એ.શાહના અધ્યક્ષપદે કાર્યક્રમના આયોજન અંગે યોજાયેલી બેઠક

WatchGujarat. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ 11 નવેમ્બર ગુરૂવારે તેમની નર્મદા જિલ્લાની મુલાકાત દરમિયાન રાજપીપલામાં જીતનગર પોલીસ હેડક્વાટર ખાતે જિલ્લા વહિવટીતંત્ર ધ્વારા અમલી નોંધારાનો આધાર કાર્યક્રમમાં આ પ્રોજેક્ટનો લોગો, વેબસાઇટ અને ડેટા એન્ટ્રી માટેના વેબ પોર્ટલનું લોન્ચીંગ કરશે.

સમગ્ર ભારત/રાજ્યનો કોઇપણ જિલ્લો ઉપયોગ કરી શકે તે રીતે જિલ્લા વહિવટીતંત્ર ધ્વારા આ વેબસાઇટ તથા વેબ પોર્ટલ બનાવવામાં આવ્યું છે. અંદાજે ₹95 લાખના ખર્ચે PPP ધોરણે તૈયાર થયેલા CNG આધારિત રાજપીપલા સ્મશાનગૃહ, પ્રોજેક્ટ કાર્યાલય અને સખી મંડળ સંચાલિત જિલ્લા સેવા સદન ખાતેના કેન્ટીનની તક્તીનુ અનાવરણ કરીને તેનું લોકાર્પણ કરાશે.

જિલ્લા કલેક્ટર ડી.એ.શાહના અધ્યક્ષપદે કલેક્ટરાલયના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા વિકાસ અધિકારી  પી.ડી.પલસાણા, નિવાસી અધિક કલેક્ટર એચ.કે.વ્યાસ, પ્રાંત અધિકારી કે.ડી.ભગત, નોંધારાનો આધાર પ્રોજેક્ટ સાથે સંકળાયેલ નર્મદા સુગર ફેક્ટરી અને ભરૂચ દુધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામ પટેલ સહિતના અન્ય આગેવાનો ઉપરાંત ટીમ નર્મદાના વિવિધ અમલીકરણ અધિકારીઓની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રીના કાર્યક્રમના આયોજન અંગે બેઠક યોજાઇ હતી. જેમાં બેઠકમાં જાણકારી આપવાની સાથે જરૂરી ચર્ચા-વિચારણા કરાઇ હતી અને કલેક્ટર તરફથી જરૂરી માર્ગદર્શન પુરૂં પડાયું હતું.

રાજપીપલામાં નોંધારાનો આધાર પ્રોજેક્ટ બુથની પણ મુખ્યમંત્રી પટેલ મુલાકાત લેશે. પ્રોજેક્ટ અંતર્ગત ઉપયોગમાં લેવાતા સર્વે ફોર્મ, ચેકલીસ્ટ, વિવિધ પ્રકારના 16 રજીસ્ટરો, વિવિધ રિપોર્ટ, SOP / માર્ગદર્શિકા પુસ્તિકા, ભોજન ડિલીવરી માટેનો ભોજન રથ સહિત સમગ્રતયા પ્રોજેક્ટ અંતર્ગત થઇ રહેલી કામગીરીની કાર્યપધ્ધતિનું પણ તેઓ નિરીક્ષણ કરશે.

CM ભુપેન્દ્ર પટેલના હસ્તે 3 થી 6 વર્ષના નોંધારા બાળકને આંગણવાડીમાં અને 6 થી વધુ વર્ષના નોંધારા બાળકને પ્રાથમિક શાળામાં પ્રવેશ, લાભાર્થીઓને COVID વેક્સીનનો બીજો ડોઝ, 43 જેટલી આવશ્યક ચીજવસ્તુઓ સાથેની કિટ્સ, વુલન સ્વેટર / ટોપી, પોષણ આહાર કિટ્સ, આવક-જાતિનો દાખલો, રેશનકાર્ડ, જનધન ખાતા અન્વયે બેન્ક પાસબુક તથા Rupay કાર્ડ, ગંગા સ્વરૂપા(વિધવા) પેન્શન અને વૃધ્ધ સહાય મંજૂરી હુકમ, દિવ્યાંગ લાભાર્થીને બસપાસ અને સ્વરોજગારલક્ષી કિટ્સ મંજૂરી હુકમ, આયુષ્યમાન કાર્ડ, સ્વરોજગારલક્ષી કિટ્સ તથા આવાસ યોજનાના પ્રથમ હપ્તાના મંજૂરી હુકમ / ચેક વગેરે જેવા વિવિધ યોજનાકીય લાભોનું વિતરણ કરાશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud