WatchGujarat. અભિનેત્રી રાની મુખર્જી, જે ટૂંક સમયમાં બંટી અને બબલી 2 માં જોવા મળશે, તેણે હાલમાં મુંબઈના પોશ વિસ્તારમાં એક વૈભવી એપાર્ટમેન્ટ ખરીદ્યું છે. આ એપાર્ટમેન્ટની કિંમત 7.12 કરોડ રૂપિયા કહેવામાં આવી રહી છે. રાણી મુખર્જીએ મુંબઈના ખાર વેસ્ટમાં રૂસ્તમજી પેરામાઉન્ટના કીસ્ટોર રિયલ્ટર્સમાં 4+3 BHK એપાર્ટમેન્ટ ખરીદ્યું છે. રાની મુખર્જીનો આ ફ્લેટ 4+3 BHK (બેડરૂમ, હોલ, કિચન)નો છે. ત્યાં ઘણી જાણીતા સેલેબ્સના ઘર આવેલા છે. રાની મુખર્જીએ ગયા મહિને પ્રોપર્ટી રજિસ્ટર્ડ કરાવી હતી.
રાની મુખર્જીએ ખરીદ્યું લક્ઝરી એપાર્ટમેન્ટ
રાનીનું આ એપાર્ટમેન્ટ 22 મા માળે આવેલું છે. તેમાં બે કાર પાર્કિંગનો પણ સમાવેશ થાય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રાનીએ આ એપાર્ટમેન્ટ 7.12 કરોડ રૂપિયામાં ખરીદ્યું છે અને તેણે 21.37 લાખ રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી ચૂકવી છે. રાનીનું આ નવું એપાર્ટમેન્ટ 3545 સ્ક્વેર ફૂટના વિસ્તારમાં ફેલાયેલું છે. તેમજ આ એપાર્ટમેન્ટમાં તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ છે. રુસ્તમજી પેરેમાઉન્ટ એક ગેટેડ કોમ્યુનિટી છે, જ્યાં સંપૂર્ણ પ્રાઇવસી સાથે આર્ટિફિશિયલ રૉક ક્લાઇમ્બિંગ વૉલ અને સ્ટાર-ગેઝિંગ ડેક સહિતની ઇન્ટરએક્ટિવ આઉટડોર સ્પેસ પણ છે.
22 માળની આ બિલ્ડિંગમાં રાનીનો ફ્લેટ 3545 સ્કેવર ફૂટનો છે. તેના ઘરમાંથી અરબી સમુદ્રનો નજારો જોવા મળશે. રાનીને બે કારનું પાર્કિંગ મળ્યું છે. આ ઉપરાંત કોમન વેલ-ઇક્વિપ્ડ જિમ્નેશિયમ અને ગેમિંગ ઝોન એક્ટ્રેસ અપાર્ટમેન્ટના અન્ય રહીશો સાથે શૅર કરશે. રુસ્તમજી પેરેમાઉન્ટમાં એક પ્રાઇવેટ થિયેટર પણ છે, જેને સ્થાનિક રહેવાસીઓ વહેલા તે પહેલાના ધોરણે એડવાન્સમાં બુક કરાવી શકે છે.
જણાવી દઈએ કે તાજેતરમાં અભિનેત્રી દિશા પટણીએ પણ ખારમાં એક ફ્લેટ ખરીદ્યો હતો, જેની કિંમત 5.9 કરોડ રૂપિયા કહેવામાં આવી હતી. આ સિવાય આ વિસ્તારમાં ટાઇગર શ્રોફ, હાર્દિક પંડ્યાના એપાર્ટમેન્ટ પણ છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો રાની તેની આગામી ફિલ્મ મિસિસ ચેટરજી vs નોર્વેના શૂટિંગ માટે વિદેશ રવાના થઈ ગઈ છે. નિખીલ અડવાણી અને ઝી સ્ટુડિયો સંયુક્ત રીતે રાનીની આ ફિલ્મનું નિર્માણ કરી રહ્યા છે. રાની એક્ટર સૈફ અલી ખાન સાથે 'બંટી ઔર બબલી 2'માં જોવા મળશે. કોરોનાને કારણે આ ફિલ્મ રિલીઝ થઈ શકી નથી. રાની મુખર્જી છેલ્લે 2019માં ફિલ્મ 'મર્દાની 2'માં જોવા મળી હતી.