• દેશની અકલ્પનિય સિદ્ધિ, રક્ષામંત્રાલયના દિલ્હી પરેડના આમંત્રણ કાર્ડ નીચે લખ્યું છે, આમલાનો છોડ ઉગાડવા આ કાર્ડને રોપો
  • દિલ્હી ગણતંત્ર દિવસની પરેડનું આમંત્રણ કાર્ડ Seed Paper એટલે કે બિયારણ મિશ્રિત પેપર જેમાં બિયારણ અંતર્નિહિત છે એવા પેપરમાંથી બનાવ્યું
  • બોટનિકલ અને ટેકનિકલ ભાષામાં કહીએ તો આ બાયોડિગ્રેડેબલ ઇકો પેપર છે

WatchGujarat. એક કાગળની પત્રિકા કે આમંત્રણ કાર્ડને રોપીએ તો તેમાંથી બીજ અંકુરણ થઈ છોડ ઊગી નીકળે, અકલ્પનિય લાગતી કમાલ ભારત દેશે કરી બતાવી છે. દિલ્હી પરેડની આમંત્રણ પત્રિકા રોપવાથી તેમાંથી આરોગ્ય માટે અકસીર આમળાનું વૃક્ષ ઊગી નીકળશે.

ભારત સરકારના રક્ષા મંત્રાલય તરફથી 26 મી જાન્યુઆરીના આમંત્રણ કાર્ડમાં નીચે નાના અક્ષરે એક વાક્ય લખ્યું છે, आंवला का पौधा उगाने के लिए इस कार्ड को बोएं । Sow this card to grow an Amla Plant.

એટલે શું..? આ કાર્ડ વાવીએ એટલે આમળાનું વૃક્ષ ઉગે એમ..??? હા, સાવ સાચું…! કલ્પના કરવી પણ કઠિન છે એવી કમાલ ભારતે કરી દેખાડી છે. જે સામુહિક રૂપે હજારો-લાખો લોકોને વિતરણ કરાયેલા કાર્ડથી સાકાર પણ કરી બતાવ્યું છે.

દિલ્હી ગણતંત્ર દિવસની પરેડનું આમંત્રણ કાર્ડ Seed Paper એટલે કે બિયારણ મિશ્રિત પેપર જેમાં બિયારણ અંતર્નિહિત છે એવા પેપરમાંથી બનેલું છે. આ પેપરને Plantable એટલે કે વાવી શકાય એવું પેપર પણ કહેવાય છે. બોટનિકલ અને ટેકનિકલ ભાષામાં કહીએ તો આ બાયોડિગ્રેડેબલ ઇકો પેપર છે. એવો કાગળ કે જેના તમામ તત્વો પ્રાકૃતિક રૂપે પૃથ્વીના તત્વોમાં સમાઈ જાય છે. કાંઈ જ શેષ નથી બચતું. પર્યાવરણની જાળવણી માટે આનાથી શ્રેષ્ઠ અને ઉદાહરણીય બીજું શું હોઈ શકે !

પ્રજાસત્તાક દિવસની પરેડનું આ આમંત્રણ કાર્ડ ભેજવાળા માટીના પાતળા લેયરમાં દાટી દેવાનું, થોડા પાણી અને સૂર્યપ્રકાશ વચ્ચે જતનપૂર્વક જોતા રહેવાનું. જોતજોતામાં આ પત્રિકા પાગરશે, અને આમંત્રણ કાર્ડમાંથી અંકુર ફૂટશે.

Facebook Comments Box

Videos

Our Partners