• કરનાળી સ્થિત વિશ્વના એકમાત્ર કુબેર ધામ 26 મી જાન્યુઆરીની ઉજવણી
  • મહામારીના અંત અને લોક કલ્યાણના આશિષ માંગવામાં આવ્યા
  • સમગ્ર મંદિર પરિસરમાં ત્રિરંગો શણગાર કરીને રાષ્ટ્ર ધ્વજ લહેરાવવામાં આવ્યો

WatchGujarat.વડોદરા જિલ્લાના કરનાળી સ્થિત વિશ્વના એકમાત્ર કુબેર ધામ ખાતે ધાર્મિક પર્વોની સાથે 15 મી ઓગષ્ટ અને 26 મી જાન્યુઆરીના રાષ્ટ્રીય પર્વોની ધર્મ તત્વની સાથે રાષ્ટ્ર તત્વનો સમન્વય કરીને ઉજવણી કરવામાં આવે છે.તે પરંપરાને આગળ ધપાવતા ગઈકાલે 73માં ગણતંત્ર પર્વની કુબેર દાદા સન્મુખ ઉજવણી કરવામાં આવી હતી.

કુબેરેશ્વર સોમેશ્વર ટ્રસ્ટના મેનેજર રજનીભાઇ પંડ્યાએ જણાવ્યું હતુ કે આજે મંદિરના પૂજારી ગણ દ્વારા સંહિતાના વેદોક્ત પઠન સાથે રુદ્રાભિષેક કરીને રાષ્ટ્ર હિત અને રાષ્ટ્ર સુરક્ષાની કામના કરવામાં આવી હતી.તેની સાથે સમગ્ર મંદિર પરિસરમાં ત્રિરંગો શણગાર કરીને રાષ્ટ્ર ધ્વજ લહેરાવવામાં આવ્યો જેમાં કર્મચારી ગણ અને યાત્રાળુઓ જોડાયા હતાં.

આ પ્રસંગે કુબેર દાદા વર્તમાન મહામારીનો અંત લાવે,ભવિષ્યમાં આ પ્રકારની મહામારી થી દેશને સુરક્ષિત રાખે અને સૌનું કલ્યાણ કરે,રાષ્ટ્રને સર્વોપરી બનાવે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.

Facebook Comments Box

Videos

Our Partners