• સુરતમાં અકસ્માતના વધુ એક ચોંકાવનારા સીસીટીવી સામે આવ્યા
  • વાલક પાટિયા પાસે રેસ્ટોરન્ટ ચલાવતા માલિકની બાઈક ઓવરબ્રિજની રેલિંગ સાથે ભટકાઈ
  • ઓવરબ્રિજ પરથી તેઓ નીચે પટકાયા હોવાના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા
  • દસ દિવસ પહેલા આ ઘટના બની હતી જેમાં વૃઘ્ધનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું

WatchGujarat. સુરતમાં અકસ્માતના વધુ એક ચોંકાવનારા સીસીટીવી સામે આવ્યા છે. શહેરના વાલક પાટિયા પાસે રેસ્ટોરન્ટ ચલાવતા માલિકની બાઈક ઓવરબ્રિજની રેલિંગ સાથે ભટકાઈ હતી. અને વરાછા ઓવરબ્રિજ પરથી તેઓ નીચે પટકાયા હોવાના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે. દસ દિવસ પહેલા આ ઘટના બની હતી જેમાં વૃઘ્ધનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું છે.

કાપોદ્રા પોલીસના જણાવ્યા પ્રમાણે શહેરના એલ એચ રોડ પર માનસી પેલેસમાં રહેતા અને વાલક પાટિયા પાસે રેસ્ટોરન્ટ ચલાવતા ભરતભાઈ તારીખ 17 જાન્યુઆરીના રોજ પોતાના રેસ્ટોરન્ટ પરથી પરત ફરી રહ્યા હતા. ત્યારે ઓવરબ્રિજ પરથી પસાર થતી વખતે તેઓએ સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા તેમની બાઈક ઓવરબ્રિજના સાતની રેલિંગ સાથે ભટકાઈ હતી. અને તેઓ ઓવરબ્રિજથી નીચે પટકાયા હતા.

અકસ્માતમાં તેઓ 80 થી 100 ફૂટ બ્રિજ ઉપરથી નીચે પટકાયા હતા. જેથી તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા ભરતભાઈનું 10 દિવસની સારવાર બાદ મોત થયું છે. તેમના પરિવારમાં બે પુત્રી અને એક પુત્ર છે.

Facebook Comments Box

Videos

Our Partners