•  વડોદરાના પ્રતાપનગર અને પાદરા રોડના જવેલર્સને ચોરીના દાગીના વેચતા
  •  ટોળકીના 3 સાગરીતો બંધ મકાનની રેકી કરતા, પ્રતાપનગરના સોની પાસેથી નર્મદા LCB એ ₹5.80 લાખનું સોનુ કબ્જે કર્યું


WatchGujarat.હરિયાણાથી સફેદ સ્કોર્પિયો કારમાં આવી વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લામાં બંધ મકાનની રેકી કરી ઘરફોડ ચોરી કરતી ટોળકીના મુખ્ય સૂત્રધારને નર્મદા LCB એ હરિયાણાથી ઝડપી લીધો છે.

નર્મદા જિલ્લા LCB મિલકત સંબંધી અન ડિટેકટ ગુનાઓ શોધી કાઢવા તપાસ ચલાવી રહી હતી. PI એ.એમ.પટેલ અને ટીમને સપ્ટેમ્બર મહિનામાં વાવડી વિસ્તારમાં રાત્રી દરમ્યાન કોઇ ગેંગ દ્વારા ઘરફોડ ચોરી કરી હોવાની વિગતો મળી હતી. ગુનાની તપાસ દરમ્યાન ટેક્નીકલ સર્વેલન્સ આધારે આ ચોરીના એક શકદારની ઓળખ કરવામાં આવી હતી.

જે વડોદરા તેમજ હરીયાણા વિસ્તારમાં અલગ – અલગ જગ્યાએ રહેતો હોય જે શકદારની તપાસ કરતાં આ ચોરી થયા બાદ તે હરિયાણા વિસ્તારમાં રહેતો હોવાની માહિતી મળી હતી. જેથી એલ.સી.બી.ની ટીમ હરિયાણાના ફારૂખનગર ખાતે રવાના થઈ હતી. આ શકદારની તપાસ ફારૂખનગર ખાતે બે દિવસ સુધી કરવામાં આવી હતી. દરમ્યાન તેને બજારમાંથી ઝડપી રાજપીપલા લાવવામાં આવ્યો હતો.

રાજપીપલા ખાતે લાવી આરોપી સુંદરસીંગ ઉર્ફે કરનસીંગ વિનોદસીંગ રાજપુત રહે. મારૂતીનગર અલવાનાકા , માંજલપુર વડોદરા મુળ રહે. હરીયાણાએ વાવડી ખાતેની ચોરીની કબુલાત કરી હતી. તેની ટોળકીના અન્ય સાગરીતો સાથે સફેદ કલરની સ્કોર્પીઓ લઇને ઘરફોડ ચોરીને અંજામ આપતા હતા.

તેની સાથે સહ આરોપી મુકેશ પોપીસીંગ, પોપીસીંગ અને રાજેશ માંગેરામ રહે. હરીયાણા જે તે વિસ્તારમાં બંધ મકાનની રેકી કરી રાત્રી દરમ્યાન ચોરીઓ કરતા. આ ટોળકીએ ભરૂચ જીલ્લાના નેત્રંગ તેમજ વડોદરાના ડભોઇ વિસ્તારના પલાસવાડા ગામે પણ ચોરીની કબૂલાત કરી હતી.

ત્રણેય ઘરફોડ ચોરીમાં મુદ્દામાલ વડોદરા જીલ્લાના વિસ્તારમાં રહેતા તેમને ઓળખતા સોનીઓ જીતેન્દ્ર પંચાલ રહે , કલાલી ફાટક , પાદરા રોડ અને મનોજ શંકરલાલ સોની રહે.એફએફ -૪ , જગન્નાથ કોમ્પલેક્ષ , પ્રતાપનગર રોડને વેંચતા હતા. જે પૈકી આ ચોરીનો મુદ્દામાલ રાખનાર મનોજ સોની પાસેથી 12 તોલાની સોનાની લગડીઓ કિંમત ₹ 5.80 લાખનો મુદ્દામાલ રિકવર કરાયો છે.

Facebook Comments Box

Videos

Our Partners