• આ વર્ષે સામાન્ય લોકોને ગીરનાર પરિક્રમામાં નો-એન્ટ્રી
  • માત્ર સાધું-સંતો જ કરી શકશે ગીરનાર પરિક્રમા
  • સરકારની ગાઇડલાઇન મુજબ 400 સાધુ-સંતો જ પરિક્રમા કરી શકશે
  • પરિક્રમાના માર્ગ પર પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે

WatchGujarat. રાજ્યમાં દિવાળી પછી કોરોનાના કેસોમાં ઉછાળો આવ્યો છે. રાજ્યમાં કોવિડ-19ના નવા 42 કેસ નોંધાયા છે. જેને પગલે કોરોનાનું સંક્રમણ ફરીથી વધે નહીં તે માટે સરકારે આ વર્ષે લીલી પરિક્રમા ફક્ત પ્રતિકાત્મકરૂપે યોજવાનો નિર્ણય કર્યો છે.જે અંતર્ગત સામાન્ય લોકો ગીરનારની પરિક્રમામાં ભાગ લઇ શકશે નહીં.માત્ર સાધુ-સંતો જ પરિક્રમમાં કરી શકશે.અને એમાં પણ સરકારની ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

તો તમે આ વર્ષે ગીરનારની પરિક્રમા કરવા જવાનું વિચારતા હોય તો શોભી જજો..કારણ કે આ વર્ષે પણ સામાન્ય ભક્તો માટે લીલી પરિક્રમામાં નો-એન્ટ્રી છે. રાજ્ય સરકારે આ વર્ષે પણ ગીરનારની લીલી પરિક્રમા ફક્ત સાધુ-સંતો સુધી જ મર્યાદીત રાખવાનો નિર્ણય કર્યો છે. કોરોના કાળને લીધે આ વર્ષે પણ ફક્ત પ્રતિકાત્મક લીલી પરિક્રમા યોજાશે. ગત વર્ષે પણ કોરોના કાળમાં લીલી પરિક્રમામાં સામાન્ય પ્રજાને પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. આ વર્ષે પણ સામાન્ય ભક્તોને લીલી પરિક્રમા કરવાનો લાભ મળશે નહીં

અત્રે ઉલ્લેખનીય છે કે જૂનાગઢ સ્થિત પવિત્ર ગીરનાર પર્વતની ફરતે કારતક સુદ અગિયારસથી લીલી પરિક્રમાનો પ્રારંભ કરવામાં આવે છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ ગીરનાર પર્વત ફરતે પાવન લીલી પરિક્રમા કરવા આવી પહોંચે છે.ત્યારે આ વખતે 14 નવેમ્બરે ગીરનાર પર્વત ફરતે લીલી પરિક્રમા યોજાશે અને તેમાં ફક્ત સાધુ-સંતો જ ભાગ લઈ શકશે. સરકારે નક્કી કરેલી ગાઈડલાઈન મુજબ 400ની મર્યાદામાં જ સાધુ-સંતો પરિક્રમા કરી શકશે. માર્ગદર્શિકાનું કડકપણે પાલન કરવામાં આવશે અને પરિક્રમાના માર્ગ પર પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે જેથી કોઈ નિયમોનું ઉલ્લંઘન ના થાય તેની તકેદારી રાખવામાં આવશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud