• ગુજરાતમાં માદક દ્રવ્યો પકડવાનો સિલસિલો યથાવત છે, રાજ્યના દરિયામાંથી ઘુસાડવામાં આવી રહ્યું છે ડ્રગ્સ
  • દેશની વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા આજથી બે દિવસ માટે અરબી સમુદ્રમાં સાગર શક્તિ કવાયત શરૂ
  • સીમા સુરક્ષા દળના નેજા હેઠળ બે દિવસ સુધી વિવિધ એજન્સી સમુદ્રી સુરક્ષા અભિયાનમાં જોડાશે
  • માછીમારોને પણ ગાઇડલાઇન આપવામાં આવી, કોઈ ગેરકાનૂની પ્રવૃત્તિ દેખાય તો સુરક્ષા એજન્સીઓનો સંપર્ક કરવો

WatchGujarat. તાજેતરમાં જ રાજ્યમાંથી કેફી દ્રવ્યોનો જથ્થો મોટા પ્રમાણમાં ઝડપાયો છે. પોલીસ તપાસમાં આ જથ્થો ગુજરાતની દરિયાઈ સીમામાંથી ઘુસાડવાનું પાકિસ્તાનનું ષડયંત્ર સામે આવ્યું છે. મહત્વનું છે કે ગુજરાતમાં કેફી દ્રવ્ય ઘુસાડવાના સીલસીલા વચ્ચે આજથી સાગર શક્તિ કવાયત શરૂ થશે. આ સાગર શક્તિ કવાયત મહત્વની માનવામાં આવી રહી છે. આ માટે ગુજરાતના માછીમારોને પણ ગાઈડલાઈન આપવામાં આવી છે.

માછીમારોને પણ ગાઇડલાઇન આપવામાં આવી

પ્રાપ્ત વિગતો અનુસાર દેશની વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા આજથી બે દિવસ માટે અરબી સમુદ્રમાં સાગર શક્તિ કવાયત શરૂ કરશે. સીમા સુરક્ષા દળના નેજા હેઠળ બે દિવસ સુધી વિવિધ એજન્સી સમુદ્રી સુરક્ષા અભિયાનમાં જોડાશે. જેમાં માછીમારોને પણ ગાઇડલાઇન આપવામાં આવી છે. તેમને સુરક્ષા એજન્સીઓની સાથે સતર્ક રહેવા અને જો કોઈ ગેરકાનૂની પ્રવૃત્તિ દેખાય તો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.

વિવિધ એજન્સી સમુદ્રી સુરક્ષા અભિયાનમાં જોડાશે

આ અભિયાન હેઠળ સુરક્ષા એજન્સીઓ સમુદ્રમાં સખત જાપ્તો રાખી રહી છે. પરંતુ આ ઉપરાંત માછીમારોને પણ કોઇ શંકાસ્પદ કે ગેરકાનૂની પ્રવૃત્તિ અથવા રાષ્ટ્રીય સુરક્ષા વિરોધી હીલચાલ કરતી વ્યક્તિ કે બોટ નજરે પડે તો મરીન પોલીસ, સ્થાનિક પોલીસ તથા અન્ય સુરક્ષા એજન્સીઓનો તાત્કાલિક સંપર્ક કરવા અનુરોધ કરાયો છે. જેમાં તેઓને સંકટ સમયે કોસ્ટગાર્ડનો ટોલ ફ્રી નંબર 1093 નો ઉપયોગ કરવા પણ અપીલ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનની દરિયાઈ સીમામાં બીજી કોઈ ખાસ મુવમેન્ટ અત્યારે જોવા મળી નથી.

બે દિવસ માટે અરબી સમુદ્રમાં સાગર શક્તિ કવાયત શરૂ

આ સાગર શક્તિ અભિયાન 19 અને 20 નવેમ્બર દરમિયાન કચ્છ સહિત ગુજરાતના દરિયામાં યોજાશે. તો મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકની કચેરી, ભુજ 19 નવેમ્બરે સવારે 8 વાગ્યાથી કન્ટ્રોલરુમ ચાલુ કરવામાં આવવાની માહિતી પણ સામે આવી છે. આ કંટ્રોલરૂમના નંબર 02832 253385 તથા ફેક્સ નંબર 02832 250292 રહેશે. અહીં એક રજીસ્ટર બનાવાશે અને અભિયાન સાથે સંકળાયેલી તમામ એજન્સી સાથે સંપર્ક રખાશે. નોંધનીય છે કે કચ્છના જખૌના દરિયામાંથી અને દેવભૂમિ દ્વારકામાં બે સ્થળેથી ડ્રગ્સ પકડાવાના સીલસીલોને લઈ સાગર શક્તિ કવાયતને મહત્વની માનવામાં આવી રહી છે.

Facebook Comments Box

Videos

Our Partners