• સંતરામપુરના પોલીસ પૈસા ઉઘરાવતા હોવાનો વિડીયો થયો વાયરલ
  • હાલ રાજ્યમાં એલઆડીની ભરતી માટે ફોર્મ ભરાઈ રહ્યા છે, ત્યારે તેને લઈ સ્થાનિક લોકો એનઓસી લેવા પહોંચયા હોવાનું મનાઈ રહ્યું છે
  • પોલીસ મથકમાં જ એલઆરડીની ભરતીને લાગતા કામ માટે ઉઘરાવાતા પૈસાનો વિડીયો વાયરલ થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે

WatchGujarat. સંતરામપુરના ક્રાઈમ બ્રાન્ચ શાંખામાં એનઓસી (કોઈ ગુના માં સંડોવાયેલા નથી) નું પ્રમાણપત્રમાં મીલીભગતથી નાણાં ઉઘરાવાતા હોવાનો વિડીયો તાજેતરમાં વાયરલ થતાં સમગ્ર પોલીસ બેડામાં ભારે હડકમપ મચી ગયો છે. અને આ ઉઘરાણાનો મુદ્દો હાલ ચર્ચાનો વિષય બનેલ છે.

હાલ એલઆરડી ની ભરતી માટે ઉમેદવારી ફોર્મ ભરવાની કાર્યવાહી ઊમેદવારો દ્વારા કરાય છે. અને એ માટે તેઓ દ્વારા કોઈ ગુનામાં સંડોવાયેલા નથી. તેવું પ્રમાણપત્ર સંતરામપુર પોલીસ મથકેથી મેળવવાનું હોય છે. અને તે માટે આ પ્રમાણપત્ર મેળવવા માટે સ્થાનિક લોકો પાસે કે જેઓ ઊમેદવારી કરવા ઈચ્છી રહેલા છે. તેઓને સંતરામપુર પોલીસ સ્ટેશનની ક્રાઈમ બ્રાન્ચ શાખામાં ટેબલ પર વજન મુકયા વગર પ્રમાણપત્ર નહીં મળતું હોવાની બુમ ઊઠી છે. અને પ્રમાણપત્ર દીઠ નણાં લેતાં હોવાનો કોઈ કે વીડિયો ઊતારી લીધો હતો.

જે બાદ આ વીડિયો જીલ્લા પોલીસ સુધી પહોંચતા પોલીસ હરકતમાં આવી હતી. અને આ પ્રકરણમાં જીઆરડી જવાન લક્ષમણભાઈ ફતાભાઈ તલારને ફરજમાંથી છુટા કરાયાનું ચર્ચાઇ રહ્યું છે. આ વીડિયોમાં ક્રાઈમ બ્રાન્ચની મહીલા પોલીસ કર્મચારીની હાજરીમાં તેમની સામેજ જીઆરડી જવાન નાણાં લઈને તે નાણાં ટેબલ પર મુકેલ ચોપડા નીચે મુકે છે. તે વિડીયો માં સપષ્ટ જોવા મળી રહ્યું છે.

આમ જો પોલીસ મથકમાં જ ખુલ્લે આમ નાણાં ઉઘરાવાતા હોય અને તે પણ ક્રાઈમ શાખાના મહીલા કર્મચારીની હાજરીમાં તથા જો જીઆરડી જવાન એનઓસીનું પ્રમાણપત્ર આપવા માટે નાણાં ઉઘરાવાતો હોય અને તેમ છતા પણ આ શાખાની મહીલા પોલીસ કર્મચારી તેને અટકાવે નહીં તો શું સમજવું? આ જીઆરડી જવાન કાઈમ શાખામાં કોણા હુકમથી બેસીને ફરજ બજાવતા હતા? અને આરીતે નાણાંની ઊધરાણી કોના ઈશારે કોના કહેવાથી કરી રહ્યા હતા. તેની પણ તપાસ કરાય. તેમજ આ સમગ્ર ધટનાની તપાસ એસીબીને સોંપવામાં આવે તેવી માંગ ઉઠી છે.

ગુજરાત સરકાર વચેટીયાઓ બંધ થયાં ની ને ભષટાચાર દુર થયાં ની ગુલબાંગો ને સુત્રોચ્ચારો પોકારે છે. ત્યારે સંતરામપુર પોલીસ મથકે બનેલ આ બનાવ અને તેનો વાયરલ થયેલ વિડીયો ધણુ બધું સુચવી જાય છે.

નોંધ – watchgujarat.com વાયરલ વિડીયો અંગે કોઇ પણ પ્રકારે ખરાઇ કરતું નથી

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud