• અભિનંદન માર્કેટમાં વેપારીએ ફિલ્મની લોકપ્રિયતાને સાડી પર બતાવી
  • કાશ્મીર ફાઇલ્સ મુવીની પ્રિન્ટ વાળી સાડી બનાવી
  • બિઝનેસમાં લોકપ્રિયતાનો લાભ લેવાનો એક સિદ્ધાંત

WatchGujarat.સુરતનું કાપડના ઉદ્યોગ વિશ્વભરમાં જાણીતું છે. અને જ્યારે પણ દેશમાં કોઈ નવો ટ્રેન્ડ શરૂ થાય ત્યારે ત્યારે કાપડ વેપારીઓ કાપડ થકી પોતાના સંદેશ બનાવતા હોય છે. અને માર્કેટમાં વેચતા હોય છે.વડાપ્રધાન મોદીના ફોટો પ્રિન્ટ વાળી સાડી, બાહુબલી પ્રિન્ટવાળી સાડી અને હવે માર્કેટમાં આવી ગઈ છે કાશ્મીર ફાઇલ્સ મુવીની પ્રિન્ટ વાળી સાડી.

હાલમાં હિંદુ પંડીતોની વાસ્તવિકતા દર્શાવતી કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ દરરોજ એક નવા રેકોર્ડ બનાવી રહી છે. શરૂઆતમાં આ ફિલ્મને એટલી થિયેટર સ્ક્રીન પણ નહોતી મળી. પરંતુ ફિલ્મની વધેલી લોકપ્રિયતા બાદ લોકોએ જાતે જ આ ફિલ્મનું પ્રમોશન કર્યું હોય તે રીતે આ ફિલ્મ જોવા માટે લોકોએ પડાપડી કરી છે. અને ફિલ્મે તમામ રેકોર્ડ પણ તોડી નાખ્યા છે. ત્યારે સુરતના અભિનંદન માર્કેટમાં દુકાન ધરાવતા વેપારીએ આ ફિલ્મની લોકપ્રિયતાને સાડી પર બતાવી છે.

બિઝનેસમાં લોક પ્રિયતાનો લાભ લેવાનો એક સિદ્ધાંત છે અને આ સંદર્ભમાં એશિયાના સૌથી મોટા સુરત ટેક્સટાઈલ માર્કેટનો કોઈ મેળ નથી. જ્યારે પણ તક મળે છે ત્યારે જ અહીંના કાપડના વેપારીઓ પોતાની હોમ પ્રોડક્ટ સાડી અને તેના પર તેની પ્રિન્ટ બનાવવાનું ચૂકતા નથી. મોટા ભાગના વેપારીઓ કોઈ લોકપ્રિય કરન્ટ વિષય કે ફિલ્મની ખાસ પ્રિન્ટ તૈયાર કરીને બજારમાં લાવવા માટે ધંધાના ગણિતનો ઉપયોગ કરતા નથી. પરંતુ તેમની અભિવ્યક્તિની ભાવના, પેઢીની થોડી ધંધાકીય સૂઝનો ઉપયોગ કરે છે. જેમાં હાલના ટ્રેન્ડ પ્રમાણે કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ હોટ ટોપીક બની છે. જેમાં વેપારીએ તકનો લાભ લેવા હવે કાશ્મીર ફાઇલ્સ મુવીની પ્રિન્ટ વાળી સાડી બનાવી છે.

Facebook Comments Box

Videos

Our Partners