• “સરકારના નિયમો માત્ર સામાન્ય પ્રજા માટે જ છે, રાજકીય નેતાઓ માટે નથી”
  • સૌરભ પટેલનો વીડિયો સરકાર સામે પડકાર રૂપ બન્યો
  • સૌરભ પટેલની હાજરીમાં નાઇટ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં હજારોની ભીડ ભે

WatchGujarat. રાજ્યમાં કોરોના વધી રહ્યો છે પરંતુ એ માત્ર પ્રજા માટે જ હશે.સત્તાપક્ષ ભાજપ માટે અથવા તો નેતાઓ માટે કદાચ કોરોના વધતો નહીં હોય અથવા તો માત્ર પ્રજાનાં કાર્યોમાં ભીડ ભેગી થાય ત્યાં કોરોના એન્ટ્રી લે છે જ્યારે નેતાઓ દ્વારા ભીડ ભેગી થાય ત્યારે કદાચ કોરોના નહીં આવતો હોય..આ બધુ એટલા માટે કહેવુ યોગ્ય છે કારણ કે એક બાજુ નાઇટ કર્ફ્યુનો સમયગાળો લંબાવાયો,કોરોનાના નિયમોનું કડક પાલન કરવાનું કહેવામાં આવ્યું.ખુદ વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરવા અપિલ કરી પરંતુ આ બધુ માત્ર પ્રજા માટે જ હોય તેવુ લાગે છે. કેમ કે ભાજપનાં નેતાઓ ખુલ્લેઆમ માસ્ક વિના ફરે છે એટલું જ નહીં નેતાઓની હાજરીમાં હજારોની ભીડ ઉમટી પડે છે.

વિડીયો લિંક-  https://fb.watch/a9iULyba0H/ 

એમિક્રોન અને કોરોનાના વધતા કેસ વચ્ચે મુખ્યમંત્રી ગાંધીનગર સિવિલ હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચી જાય છે જ્યારે પૂર્વ મંત્રી સૌરભ પટેલની હાજરીમાં નાઇટ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં હજારોની ભીડ ભેગી થઇ હતી. મહત્વની વાત એ છે કે પૂર્વ મંત્રી સૌરભ પટેલે તેમના દ્રારા આયોજિત ક્રિકેટ ટૂર્નામેન્ટનો વિડીયો સોશિયલ મીડિયા પર કર્યો જેની ચો તરફ ભારે ટીકા થઇ રહી છે.આ વિડીયો ત્રીજી લહેરને ખુલ્લુ આમંત્રણ આપી રહ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે. સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડાળતો આ વિડીયો ભારે વાયરલ થઇ રહ્યો છે.

મળતી માહિતી મુજબ બોટાદની સરકારી હાઈસ્કૂલ ગ્રાઉન્ડમાં નાઈટ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરાયું હતું, જેમાં ગુજરાત સરકારના ભૂતપૂર્વ ઊર્જામંત્રી અને બોટાદના ધારાસભ્ય સૌરભ પટેલ હાજર રહ્યા હતા. ધારાસભ્ય પ્રેરિત નાઇટ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 126 ટીમોએ ભાગ લીધો હતો. જેમાં શનિવારે ફાઇનલમાં રંગપર VS વોર્ડ-6ની ટીમ વચ્ચે ફાઇનલ મેચ રમાઇ હતી, જેમાં વોર્ડ નં.6નો ભવ્ય વિજય થયો હતો. યુવાઓને પ્રોત્સાહન આપવા માટે ભારતીય ક્રિકેટ ટીમના હોનહાર બોલર મુનાફ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. મુનાફ પટેલ અને બોટાદ મત વિસ્તારના ધારાસભ્ય સૌરભ પટેલ સહિતના આગેવાનોની હાજરીમાં કોરોનાને ખુલ્લું આમંત્રણ અપાતું હોય એમ ચિક્કાર ભીડ ઊમટી હતી.

કોરોના બાદ ઓમિક્રોનના વધતા સંક્રમણ વચ્ચે સૌરભ પટેલનો વીડિયો સરકાર સામે પડકાર રૂપ બન્યો છે. 25મી ડિસેમ્બરે રાત્રે યોજાયેલી આ ટૂર્નામેન્ટમાં હજારોની ભીડ ઊમટી હતી, જેમાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના નામે મીંડુ જોવા મળ્યું હતું. આ ભીડનો વીડિયો પણ ખુદ સૌરભ પટેલે જ વાઇરલ કર્યો હતો. એક તરફ વડાપ્રધાન મોદી કોરોના ગાઈડલાઈન્સનું પાલન કરવા માટે સૂચના આપે છે અને બીજી તરફ ભાજપના જ નોતાઓ ગાઇડલાઇન્સના ધજાગરા ઉડાડે છે. આ જોતાં સ્પષ્ટ ચિત્ર જોવા મળે છે કે સરકારના નિયમો માત્ર સામાન્ય પ્રજા માટે જ છે, ભાજપના નેતાઓ માટે નથી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud