તેજ રફતારવાળા બર્ફીલા પવનને લીધે ઠંડીની તીવ્રતા વધુ અનુભવાઇ
ગિરનાર પર્વત પર શિયાળાનું સૌથી ઓછું 2.5 ડીગ્રી તાપમાન હતું
લોકોએ રોપવેનો ઉપયોગ કારવાને બદલે દાદરા ચઢી પ્રકૃતિનો આનંદ માણ્યો
Watchgujarat.રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કાતિલ ઠંડી પડી રહી છે. તેજ રફતારવાળા બર્ફીલા પવનને લીધે ઠંડીની તીવ્રતા વધુ અનુભવાઇ રહી છે. જેમાં રાજકોટ 9.8, અમરેલી 9.2, કેશોદ 8.6, જૂનાગઢ 7.5 અને નાલિયા સૌથી ઓછા 6.8 ડીગ્રી તાપમાન સાથે કોલ્ડેસ્ટ સિટી બન્યું છે. જો કે ગિરનાર પર્વત પર શિયાળાનું સૌથી ઓછું 2.5 ડીગ્રી તાપમાન હતું. છતાં પણ પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. અને રોપવેનો ઉપયોગ કારવાને બદલે દાદરા ચઢી પ્રકૃતિનો આનંદ માણ્યો હતો.
જૂનાગઢ શહેરમાં સવારે 71 ટકા ભેજયુક્ત માહોલમાં 7.5 ડિગ્રી તાપમાને તીવ્ર ઠંડી અનુભવાઇ હતી. સાથે જ રાજકોટમાં પણ થર્મોમીટરનો પારો સડસડાટ નીચે ઉતરી ગયો હોય એવી પ્રતીતિ કરાવતો ઠંડો પવન ફૂંકાતા લોકોએ ભર બપોરે પણ ગરમ વસ્ત્રોનો સહારો લેવો પડયો હતો. જામનગર સહિત સૌરાષ્ટ્રભરમાં છેલ્લા સપ્તાહ દરમિયાન મોસમમાં અનેક બદલાવ જોવા મળ્યા હતા. એક તબક્કે ઠંડીનો પારો 19 ડિગ્રી ઉપર ચાલ્યો ગયો હતો, અને ઠંડીમાં આંશિક રાહત જોવા મળી હતી. પરંતુ હવામાનમાં બદલાવ આવ્યા પછી ત્રણ દિવસ સુધી વાદળછાયું વાતાવરણ બનેલું રહ્યું હતું, અને કમોસમી વરસાદની પણ અનુભૂતિ થઈ હતી. ત્યાર પછી આકાશમાંથી વાદળો હટયા હતા, અને સૂકું વાતાવરણ બની ગયા પછી એકાએક ઠંડીએ પ્રવેશ કરી લીધો છે.
જામનગરમાં ઠંડીનો પારો સડસડાટ નીચે ગગડીને 10.6 ડિગ્રી સુધી પહોંચી જતાં ગઈકાલે રાત્રેથી કાતિલ ઠંડી પડી રહી છે. સાથોસાથ પ્રતિ કલાકના 30થી 35 કિ.મી.ની ઝડપે ફૂંકાઈ રહેલા બર્ફીલા ઠંડા પવને નગરજનોને ઉપરાંત પશુ-પક્ષીઓને ધુ્રજાવ્યા છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ સવારે 76 ટકા રહ્યું હતું. અમરેલી જિલ્લામાં ઠંડીનું પ્રમાણ વધતું જોવા મળે છે. અને ગાત્રો થીજાવતી ઠંડીને કારણે લોકોનું જનજીવન પ્રભાવિત થયુ છે. લોકો ગરમ કપડા પહેરીને બહાર નિકળતા જોવા મળે છે.
કચ્છનું નલિયા 6.8 ડિગ્રી સાથે આજે પણ રાજ્યમાં કોલ્ડેસ્ટ રહ્યું હતું. હવામાન વિભાગના અનુમાન મુજબ સર્વત્ર હજુ બે દિવસ આવું તાપમાન જ રહે તે પછી વચ્ચે બે - ત્રણ દિવસ કદાચ આંશિક રાહત વર્તાશે. પરંતુ ત્યારબાદના બે - ત્રણ દિવસ ઉત્તર ભારતની હિમવર્ષાની અસરરૂપે અત્યાર કરતાં પણ વધુ ઠંડી પડે તેવી સંભાવના છે.
- તેજ રફતારવાળા બર્ફીલા પવનને લીધે ઠંડીની તીવ્રતા વધુ અનુભવાઇ
- ગિરનાર પર્વત પર શિયાળાનું સૌથી ઓછું 2.5 ડીગ્રી તાપમાન હતું
- લોકોએ રોપવેનો ઉપયોગ કારવાને બદલે દાદરા ચઢી પ્રકૃતિનો આનંદ માણ્યો