અવારનવાર વિવાદોમાં રહેતી સૌરાષ્ટ્ર યુનિ. વિવાદનું ઘર બની
પદવીદાન સમારોહમાં 1 ફેબ્રુઆરીના રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 108 વિદ્યાર્થીઓને 127 ગોલ્ડ મેડલ આપવાના છે
ગોલ્ડ મેડલ વિજેતા ઉમેદવારને 1500 રૂપિયાનું રોકડ ઇનામ આપવાની જાહેરાત થઈ
રૂ. 2600ની કિંમતની કોટીનાં ઓર્ડર સતાધીશો માટે અપાતા અનેક સવાલો ઉઠ્યા
WatchGujarat. અવારનવાર વિવાદોમાં રહેતી સૌરાષ્ટ્ર યુનિ. વિવાદનું ઘર બની ગઇ છે. ત્યારે હવે યુનિવર્સિટીનો વધુ એક નિર્ણય વિવાદમાં આવ્યો છે. જેમાં યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં 1 ફેબ્રુઆરીના રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 108 વિદ્યાર્થીઓને 127 ગોલ્ડ મેડલ આપવાના છે. આ ગોલ્ડ મેડલ વિજેતા ઉમેદવારને 1500 રૂપિયાનું રોકડ ઇનામ આપવાની જાહેરાત થઈ છે. પરંતુ અહીં આશ્ચર્યજનક વાત એ છે કે ગોલ્ડ મેડલ વિજેતા ઉમેદવારનાં આ પુરસ્કાર કરતા મોંઘી એટલે કે, રૂ. 2600ની કિંમતની કોટીનાં ઓર્ડર સતાધીશો માટે અપાયા છે. જેને લઈને સ્વાભાવિક રીતે અનેક સવાલો ઉઠી રહ્યા છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કુલપતિ, ઉપકુલપતિ, રજીસ્ટ્રાર, સિન્ડીકેટ સભ્યો અને એકેડેમિક કાઉન્સિલના સભ્યો મળી કુલ 35થી વધુ કોટીનો ઓર્ડર આપવામાં આવ્યો છે. ત્યારે સવાલ એ વાતનો થઇ રહ્યો છે કે ગોલ્ડમેડલ વિજેતા ઉમેદવારનું રોકડ પુરસ્કાર એક કોટિની કિંમત કરતા પણ ઓછું કઇ રીતે હોઇ શકે? યુનિવર્સિટી આવા ખર્ચાઓ કરી શકતી હોય તો હોશિયાર વિધાર્થીઓને આટલી ઓછી રકમ આપી શું તેની મજાક કરી રહી છે ?
આ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિએ કહ્યું હતું કે કાર્યક્રમ ગરીમા પૂર્ણ લાગે તે માટે આ વર્ષે ભારતીય કોટીનો ડ્રેસકોડ રાખવાનું નક્કી કરાયું છે. જો કે જેને લઈને વિવાદ છે તે વિધાર્થીઓના પુરસ્કારને લઇને ટિપ્પણી કરવાનું તેમણે ટાળ્યુ હતું અને યુનિવર્સિટીનો નિયમ હોવાનું કહી આ નિર્ણય લેનાર યુનિવર્સિટીના સત્તાધીશોનો બચાવ કર્યો હતો. બીજીતરફ આ અંગે કોંગ્રેસના નેતા અને સિન્ડીકેટ સભ્ય ધરમ કાંબલિયાએ કહ્યું હતું કે શિક્ષણના ધામમાં જે લોકોએ ગોલ્ડમેડલ મેળવ્યો છે તેવા ઉમેદવારોને 2600 નહિ પરંતુ 26000 રૂપિયાનો પુરસ્કાર આપવો જોઈએ. પણ તેને બદલે અલીબાબા ચાલીસ ચોર જેવા આ શાસકોએ શરમ નેવે મૂકી દીધી છે. અને કોટિના નામે લાખો રૂપિયાનું બિલ પણ ફાડી નાખશે. ત્યારે આ અંગે શિક્ષણ મંત્રી અને સચિવે દખલગીરી કરવી જરૂરી છે.