• સાયબર અવેરનેશ માટે વડોદરા સીટી પોલીસ દ્વારા અનોખી પહેલ હાથ ધરાઈ
  • સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને સાયબર ક્રાઈમથી કઈ રીતે બચી શકાય તે અંગે માહિતી આપવામાં આવી રહી છે
  • લોકો સાયબર ગુનાનો ભોગ ન બને તે હેતુથી જુદા-જુદા મુદ્દાઓ પર ટૂંકા વીડિયો બનાવીને લાક જાગૃતિનું કામ કરાઈ રહ્યું છે

WatchGujarat. શહેરમાં વધતા જતાં સાયબર ગુનાઓને ધ્યાનમાં રાખીને વડોદરા સીટી પોલીસ દ્વારા એક અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે. વડોદરા સીટી પોલીસના ઓફિશિયલ ટ્વીટર એકાઉન્ટર પર સાયબર ગુનાઓથી બચવા લોકોએ શું કરવું તેના અંગેની માહિતી આપતા વીડિયો શેર કરવામાં આવી રહ્યાં છે. જેમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલ દ્વારા કેટલાંક મહત્વના મુદ્દાઓ અંગે વીડિયોમાં માહિતી આપવામાં આવે છે. લોકજાગૃતિ માટે કરવામાં આવી રહેલા આ અનોખા કામની લોકો દ્વારા પ્રશંસા કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે કોરોનાકાળમાં ઓનલાઈન વર્કમાં વધારો થવાના કારણે સાયબર ગુનાના કેસો પણ વધ્યા છે. ત્યારે વડોદરા શહેરની પોલીસ દ્વારા આપવામાં આવતી માહિતી લોકોને સાયબર ક્રાઈમથી બચવામાં મદદરૂપ બની શકે છે.

સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને સાયબર ક્રાઈમ અંગે જાગૃત કરવા માટે વડોદરા સીટી પોલીસની આ સરાહનીય પહેલ છે. તાજેતરમાં જ તેમના દ્વારા એક વીડિયા શેર કરવામાં આવ્યો છે. જેમાં લોટરીના નામથી લોકો સાથે થતા ફોર્ડ અંગે સાવધાન રહેવા જણાવ્યું છે. શહેરના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા જાહેરહિતમાં આ સંદેશ બહાર પડાયો છે. જેમાં તમને લોટરી લાગી છે તેવા ઈમેલ કે મેસેજ પર વિશ્વાસ ન કરવા જણાવ્યું છે. આ વીડિયોમાં જણાવ્યા અનુસાર, “યાદ રાખો કે કોઈપણ પ્રકારની સ્પર્ધામાં ભાગ લીધા વિના કોઈ પણ પ્રકારની લોટરી લાગી શકે નહીં. જો તમારા પર આ પ્રકારનો સંદેશ આવે તો તે સાયબર ગઠીયાઓ દ્વારા ફેલાવવામાં આવેલી એક જાડ છે. જેમાં ફસાસો નહીં. લોટરી મેળવવાની લાલચમાં ક્યાંક તમારી પાસે જે છે તે પણ ગુમાવી દેશો. જેથી સતર્ક રહો સુરક્ષિત રહો.”

વડોદરા સીટી પોલીસ દ્વારા સાયબર અવેરનેશ માટે સોશિયલ મીડિયાના માધ્યમથી આ પ્રકારના સંદેશ આપવામાં આવી રહ્યાં છે. ટ્વીટર પર વીડિયો શેર કરીને સાયબર ક્રાઈમ અંગે જાણકારી આપી લોકોને સુરક્ષિત રહેવા વિંનતી કરાઈ રહી છે. જેથી વધતા જતાં સાઈબર ગુનાઓ પર અંકુશ લાવી શકાય. મહત્વનું છે કે આ અગાઉ પર વડોદરા સીટી પોલીસ દ્વારા “સાયબર ક્રાઈમના ભોગ બન્યા બાદ શું?”કરવું અને “સ્માર્ટફોન કે કોમ્પ્યુટરને સર્વિસ સેન્ટરમાં આપતાં પહેલાં શું કાળજી રાખવી” જેવા વિષયો માટે પણ વીડિયો શેર કરી માહિતી આપવામાં આવી છે. જેની લીંક અહિં દર્શાવેલી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud