ડિજિટલ ટ્રાન્ઝેક્શન (Digital Transactions) ની સંખ્યામાં વધારો થવાને કારણે ઓનલાઈન છેતરપિંડી (Online Fraud) પણ પહેલા કરતા આજે નોંધપાત્ર રીતે વધી છે. આવી સ્થિતિમાં, દેશની સૌથી મોટી ધિરાણકર્તા ભારતીય સ્ટેટ બેંક (SBI) એ ઓનલાઇન બેન્કિંગ સેવાને પહેલા કરતા વધુ સુરક્ષિત બનાવવા માટે સુધારી છે. ગ્રાહકોને ઓનલાઈન છેતરપિંડીથી બચાવવા માટે, એસબીઆઈએ યોનો લાઈટ એપ (YONO Lite App) માં ફેરફાર કર્યા છે. SBI ના ચીફ ડિજિટલ ઓફિસર આશુતોષ કુમાર સિંહે કહ્યું કે આ માટે સિમ બાઈન્ડિંગ ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે.

ફક્ત એક ડિવાઇસ પર કરી શકાય છે ઑનલાઇન

સિંહે કહ્યું કે સિમ બાઈન્ડિંગ ફીચર એસબીઆઈના પ્લેટફોર્મ YONO અને YONO Lite માટે લોન્ચ કરવામાં આવ્યું છે. આ નવી સુવિધા દ્વારા, ગ્રાહકોને સુરક્ષિત ઓનલાઇન બેંકિંગનો અનુભવ મળશે. SBI એ કહ્યું કે હવે તેની સાથે ઓનલાઈન બેંકિંગ પહેલા કરતા વધુ સુરક્ષિત બની ગઈ છે. આ માટે ગ્રાહકોએ લેટેસ્ટ YONO Lite App ડાઉનલોડ કરવી પડશે. સિંગલ ડિવાઇસ લોગ-ઇન સિમ બાઇન્ડિંગ સુવિધા દ્વારા રજિસ્ટર્ડ મોબાઇલમાંથી માત્ર એક જ ઉપકરણ પર કરી શકાય છે. આ સાથે ઓનલાઈન બેંકિંગ સેવા પહેલા કરતા વધુ સુરક્ષિત બની ગઈ છે. એપને અપડેટ કરવાની સાથે ગ્રાહકોએ એક વખતની નોંધણી પ્રક્રિયા પણ પૂર્ણ કરવી પડશે.

કેવી રીતે એક્ટિવ કરવી એસબીઆઈ યોનો લાઈટ એપ

ગૂગલ પ્લે સ્ટોર (Google Playstore) પરથી એસબીઆઇ યોનો લાઇટ એપ ડાઉનલોડ કરો અને રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પસંદ કરો. આ પછી તમારી સ્ક્રીન પર એક મેસેજ આવશે. આમાં Proceed તમારે પ્રોસીડ પર ક્લિક કરવાનું રહેશે. પછી એક SMS આવશે, જેમાં આપેલ કોડ દાખલ કરો. તે પછી સ્ક્રીન પર તમારું નામ અને પાસવર્ડ દાખલ કરો. પછી ટર્મ અને કંડિશન સ્વીકાર્યા પછી ઓકે પર ક્લિક કરો. આ પછી તમને એક એક્ટિવેશન કોડ મળશે. આ કોડ 30 મિનિટ માટે સક્રિય રહેશે. એપ્લિકેશનમાં આ કોડ દાખલ કર્યા પછી, એક્ટિવેશન પ્રક્રિયા પૂર્ણ થશે. આ પછી તમે YONO લાઇટ એપનો ઉપયોગ કરી શકશો.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud