• કોરોનાની બીજી લહેર સમાપ્ત થતાં અનેક રાજ્યોમાં શાળાઓ શરૂ કરવામાં આવી હતી
  • શાળાઓ ખોલવાને કારણે બાળકો પર કોરોના સંક્રમણનો ખતરો મંડરાઈ રહ્યો છે
  • પંજાબ,હરિયાણા અને હિમાચલ પ્રદેશની શાળાઓમાં પણ કોરોના સંક્રમણના કેસોમાં વધારો થયો
  • દેશમાં ત્રીજી લહેરના એંધાણ દેખાઈ રહ્યાં છે, અનેક રાજ્યોમાં વિદ્યાર્થીઓ કોરોના ઝપેટમાં આવ્યા

WatchGujarat. કોરોના સંક્રમણના કેસોમાં હવે ઘટાડો જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે રાજ્ય ઉપરાંત દેશભરમાં કોરોનાની બીજી લહેર સમાપ્ત થતાં શાળાઓ શાળાઓ ફરી શરૂ કરવામાં આવી હતી. પરંતુ નિષ્ણાતોએ ભારતને કોરોનાની ત્રીજી લહેરની ચેતવણી આપી હતી. જેના એંધાણ હવે જોવા મળી રહ્યાં છે. દેશભરમાં અનેક રાજ્યોમાં વિદ્યાર્થીઓ કોરોની ઝપેટમાં આવ્યા છે. જેમાં બેંગલુરુની વાત કરીએ તો શાળાઓ શરૂ થયાના એક સપ્તાહમાં જ 300થી વધુ બાળકો કોરોના સંક્રમિત થયા છે. જે ખૂબ જ ચિંતા જનક બાબત છે.

જ્યારે રાજ્ય સરકારો દ્વારા શાળાઓ શરૂ કરવા અંગેના નિર્ણય લેવાઈ રહ્યાં હતા ત્યારે જ લોકોના મનમાં કોરોનાની ત્રીજી લહેરની ભીતી હતી. નિષ્ણાંતો દ્વારા પણ કહેવાયું હતું કે કોરોનાના કેસો ઘટી જવાનો અર્થ એ નથીં કે કોરોના સમાપ્ત થઈ ગયો છે, ભારતમાં હજી પણ કોરોનાની ત્રીજી લહેર આવવાની શક્યતા છે. તેમ છતાં રાજ્ય સરકારો દ્વારા શાળા-કોલેજો શરૂ કરવામાં આવી હતી. હાલમાં જે સ્થિતિ સર્જાઈ છે તે પરથી લાગી રહ્યું છે કે દેશમાં ત્રીજી લહેરની શરૂઆત થવા જઈ રહી છે. તમને જણાવી દઈએ કે પંજાબ, હરિયાણા અને હિમાચલ પ્રદેશની શાળાઓમાં પણ કોરોના સંક્રમણના કેસો વધ્યા છે. દેશમાં હજી પણ કોરોનાનો કહેર યથાવત છે.

અંગે મળતી માહિતી મુજબ અન્ય રાજ્યોની જેમ બેંગલુરુ અને કર્ણાટકમાં પણ કોરોના વાઇરસના કેસ ઘટ્યા બાદ ઘણી જગ્યાએ શાળાઓ અને કોલેજો ખોલવામાં આવી છે. આ રાજ્યો દ્વારા જાહેર થયેલા આંકડામાંથી જે ચિત્ર સામે આવ્યું છે એ ભયાનક છે. તમને જણાવી દઈએ કે બેંગલુરુમાં છેલ્લા 6 દિવસમાં 300થી વધુ બાળકો કોરોના સંક્રમિત થયાં છે. મહત્વનું છે કે બેંગલુરુ જેવા મોટા શહેરનો આ આંકડો રાજ્યમાં સૌથી ઝડપથી વધી રહ્યો છે. આ અંતે બેંગલુરુ વહીવટીતંત્ર દ્વારા આંકડા આપવામાં આવ્યા છે, જે મુજબ 0 થી 9 વર્ષના લગભગ 127 અને 10થી 19 વર્ષના 174 બાળકો કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે આ આંકડો 5 ઓગસ્ટથી 10 ઓગસ્ટ સુધીનો છે.

આ ઉપરાંત અન્ય રાજ્યોમાં પણ બાળકો કોરોનાનો શિકાર થઈ રહ્યાં છે. ઉત્તર ભારતની વાત કરીએ તો અહીં પણ શાળાઓ અને કોલેજો ખૂલ્યા બાદ કોરોનાનું સંક્રમણ ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યું છે. જેમાં હિમાચલ પ્રદેશમાં લગભગ 62 વિદ્યાર્થી કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. જ્યારે પંજાબ શાળાનાં 27 બાળકો કોરોના પોઝિટિવ આવ્યાં છે. હરિયાણાની શાળાઓમાં પણ કોરોનાના કેસ જોવા મળ્યા છે. ઉલ્લેખનીય છે કે દેશનાં ઘણાં રાજ્યોમાં એક તરફ જ્યાં પ્રતિબંધો ચાલુ છે, ત્યાં કેટલાંક સ્થળોએ નવા કેસોની વધતી સંખ્યા ચિંતા વધારી રહી છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે હવે શાળાઓ ખોલવાને કારણે બાળકો પર ખતરો મંડરાઈ રહ્યો છે. જે ખૂબ જ ચિંતાનો વિષય છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud