• સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા બંધના કારણે પ્રવાસન સ્થળ તરીકે વિશ્વ ફલક પર સ્થાન મેળવી ચૂકેલો નર્મદા જિલ્લો હાલમાં વિકાસની ગતિ પકડી રહ્યો છે
  • સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી ડિપાર્ટમેન્ટમાં સાયન્સ સિટીનો પ્રોજેક્ટ બનાવી પ્રપોઝલ સરકારમાં મોકલતા સરકાર દ્વારા મંજૂરી મળી છે
  • મેથેમેટિક્સના મોડલ્સ, એકવેરિયમ, મિરર મર્ઝ, વિવિધ કોમ્યુટર ગેમ શૉ, આકાશ દર્શન ફિલ્મ, સૂર્યમંડળ, કવિઝ કોમ્પિટિશન સહિત અનેક વિશેષતાઓ આ સાયન્સ સિટીમાં જોવા મળશે

WatchGujarat. વડોદરા શહેરમાં એઇમ્સ બનાવવાનું રાજકીય વચન આપવામાં આવ્યું હતું. વડોદરાના સ્થાનિક રાજકારણીઓ શહેરમાં એઇમ્સ લાવવામાં નિષ્ફળ રહ્યા છે તેમ કહેવામાં સહેજ પણ ખોટું નથી. રાજકોટમાં એઇમ્સ હોસ્પિટલ ટુંક જ સમયમાં તબિબિ સેવાઓ શરૂ કરે તેવી શક્યતાઓ છે. ત્યારે તાજેતરમાં રાજ્ય સરકારના મહેસુલ મંત્રીએ વડોદરા પાસે સાયન્સ સિટી બનાવવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું. જો કે, મીડિયા અહેવાલ અનુસાર વડોદરામાં નહિ પરંતુ વડોદરાથી 90 કિમી દુર સાયન્સ સિટીનું નિર્માણ કરવામાં આવશે. અને આ માટે બે એક્કર જેટલી જમીનની શોધ હાલ ચાલી રહી છે.

મીડિયા અહેવાલ અનુસાર, સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા બંધના કારણે પ્રવાસન સ્થળ તરીકે વિશ્વ ફલક પર સ્થાન મેળવી ચૂકેલો નર્મદા જિલ્લો હાલમાં વિકાસની ગતિ પકડી રહ્યો છે. ભલે ગુજરાતના છેવાડે બોર્ડર પર આવેલો અને આદિવાસી બહુલ વસ્તી ધરાવતા જિલ્લામાં ઘણા વર્ષો પછી વિકાસની વણઝાર થઇ રહી છે.

જિલ્લાના વિકાસમાં ટીમ નર્મદાના જિલ્લા કલેક્ટર ડી.એ. શાહ સતત કામ કરી CSR ફંડ એકત્રિત કરીને પણ જિલ્લામાં આરોગ્ય, શિક્ષણ અને પાયાની સુવિધાઓ ઉભી કરી રાજ્ય અને કેન્દ્ર સરકારના નિતી આયોગ સહીત ખાનગી કંપનીઓ પાસે ફંડની માંગણી કરીને અઢળક સુવિધાઓ લાવ્યા છે. સુવિધાઓમાં વધુ એક છોગું ઉમેરાયું છે જે સાયન્સ સીટીના રૂપમાં સાકાર થશે. ગુજરાતમાં અદાવાદ બાદ હવે નર્મદા જિલ્લામાં બીજી સાયન્સ સિટીનું નિર્માણ થશે. સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી ડિપાર્ટમેન્ટમાં સાયન્સ સિટીનો પ્રોજેક્ટ બનાવી પ્રપોઝલ સરકારમાં મોકલતા સરકાર દ્વારા મંજૂરી મળી છે. અંદાજિત 2 એકર જમીનમાં 10 કરોડ રૂપિયાના ખર્ચે નર્મદામાં સાયન્સ સીટી બનશે.

કેમ્પસ બનાવવા માટે 2 એકર જમીન શોધવાની પ્રક્રિયા ચાલી રહી છે

નર્મદા કલેક્ટર ડી.એ. શાહે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, સાયન્સ સીટી પ્રોજેકટની દરખાસ્ત જિલ્લામાંથી જ મુકવામાં આવી હતી. જેની રાજ્ય સકરારના સાયન્સ અને ટેકનોલોજી ડિપાર્ટમેન્ટમાંથી તાંત્રિક મંજૂરી મળી ગઈ છે. રાજપીપળા અથવા આજુબાજુ એટલે કે જિલ્લા મથકથી નજીકના વિસ્તારમાં 2 એકર જેટલી જમીન શોધવાની પ્રક્રિયા ચાલુ છે. અંદાજીત 10 કરોડનાં ખર્ચે અદ્યતન સાયન્સ સિટી નિર્માણ પામશે. જેનાથી બાળકોમાં સાયન્સ પ્રત્યેની રૂચિ પણ કેળવાશે.

કેમ્પસમાં કેવા પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ થશે

નવી બનનારી સાયન્સ સીટીમાં મુખ્યત્વે સાયન્સ ને લગતા વિવિધ પ્રોજેકટના મોડલ્સ, મેથેમેટિક્સના મોડલ્સ, એકવેરિયમ, મિરર મર્ઝ, વિવિધ કોમ્યુટર ગેમ શૉ, આકાશ દર્શન ફિલ્મ, સૂર્યમંડળ, કવિઝ કોમ્પિટિશન સહિત અનેક વિશેષતાઓ આ સાયન્સ સિટીના કેમ્પસમાં ઉપલબ્ધ થશે.

Facebook Comments Box

Videos

Our Partners