• મહેસૂલ મંત્રીએ કહ્યું જાહેરમાં આવું પ્રદર્શન કરવું યોગ્ય નથી
  • નોનવેજ અને ઇંડાની લારીઓથી ફુટપાથ પર દબાણ થાય છે,જે એક પ્રકારનો ગુનો કરી રહ્યા છે.
  • ફુટપાથ પર મૂકાતા સ્ત્રી-પુરુષનાં સ્ટેચ્યુ મૂકીને વિવિધ જાતનાં ડ્રેસ પહેરાવી પ્રદર્શન કરે છે તેની તેની વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી કરીને ભારે દંડ કરો

WatchGujara. રાજકોટ બાદ હવે વડોદરામાં રસ્તા પર ઉભી રહેતી લારીઓ પર પ્રતિબંધ મૂકવા માટે સૂચના આપવામાં આવી છે. એક બાદ એક શહેરમાં જાહેરમાં નોનવેજ અને ઇંડાના વેંચાણ પર પ્રતિબંધ મૂકવા માટે કોર્પોરેશન કામે લાગી છે. ત્યારે વડોદરામાં આવેલા રાજ્યનાં મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી આ મામલે મોટુ નિવેદન આપ્યું હતુ. તેઓએ જણાવ્યું હતુ કે જાહેરમાં આવું પ્રદર્શન કરવું યોગ્ય નથી. રસ્તા પર ઉભી રહેતી નોનવેજની લારીઓથી આવતા-જતા રાહદારીઓને ભારે તકલીફ પડે છે. એટલું જ નહીં આનાથી રોગચાળો વકરવાની પણ શક્યતા રહે છે. ફુટપાથ પર દબાણ થાય છે જેથી આવતા-જતા રાહદારીઓને મુશ્કેલી ઉભી થાય છે. આ પણ એક પ્રકારનો ગુનો કરી રહ્યા છે. કોર્પોરેશનનું આ ખૂબ સારુ પગલું છે.

આ તકે મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતુ કે, હું પોલીસ કમિશ્નર પાસે આગ્રહ રાખીશ કે કોર્પોરેશનને સહકાર આપે. આવી જે કંઇ લારીઓ છે હટાવવામાં મદદ કરે.

વધુમાં મહેસૂલ મંત્રીએ જણાવ્યું હતુ કે, દુકાનોમાં સ્ત્રી-પુરુષનાં સ્ટેચ્યુ મૂકીને વિવિધ જાતનાં ડ્રેસ પહેરાવીને રોડ કે ફુટપાથ પર મૂકાતા હોય છે તેની વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી કરીને ભારે દંડ કરવો જોઇએ. કોર્પોરેશનને આ બાબતમાં ઝડપી નિર્ણય લઇ કાર્યવાહી કરવી જોઇએ.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગઈ કાલે પાલિકાએ જાહેર રસ્તાઓ પરથી નોનવેજની લારીઓ દૂર કરવા આદેશ કર્યો હતો. ખુદ મહેસૂલ મંત્રીએ કહ્યું હતું કે આ રીતે રસ્તા પર ઉભી લારીઓ ઉભી રાખવી એ એક ગુનો છે.ત્યારે હવે જોવું રહ્યું કે કોર્પોરેશન આ કાર્ય કરવામાં કેટલું ઉણું ઉતરે છે.આ પહેલા પણ મહેસૂલ મંત્રીએ કચ્છમાં એક કાર્યક્રમમાં જણાવ્યું હતુ કે  રસ્તામાં ગમે ત્યાં ઊભા રહીને ધંધો કરે એ ન ચાલે. દુકાન લઈને ધંધો કરે.

મહત્વનું છે કે નિરામય ગુજરાત અંતર્ગત વડોદરામાં એક મેગા હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જે અંતર્ગત મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી વડોદરામાં આવ્યા હતા.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud