• રાજકોટ કોર્પોરેશનના માર્ગે હવે વડોદરા કોર્પોરેશન
  • જાહેરમાં વેચવામાં આવતા મટન અને મચ્છી કે આમલેટની લારી બંધ કરવા અપાઇ સૂચના
  • 10 દિવસની મુદ્ત આપી તેઓને જાહેર માર્ગો પરથી હટી જવા સુચના આપવામાં આવી

WatchGujarat. રાજકોટ કોર્પોરેશનના માર્ગે હવે વડોદરા કોર્પોરેશન પણ નિકળી પડ્યુ છે. આવનાર થોડા દિવસોમાં કદાચ તમને રસ્તા પર લારીમાં આમલેટ ખાવા ન પણ મળે કારણ કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્થાયી સમિતિ અધ્યક્ષએ ગઈકાલે અધિકારીઓની બેઠક બોલાવી હતી. જેમાં મુખ્ય રસ્તા ઉપર અને ખુલ્લામાં વેચવામાં આવતા મટન અને મચ્છી કે આમલેટની લારી બંધ કરાવવા સૂચના આપવામાં આવી છે. ડો. હિતેન્દ્ર પટેલે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ખુલ્લુ નોનવેજ સ્વાસ્થ માટે નુકશાન કારક છે. તથા આને કારણે લાગણી પણ દુભાય તેવી શક્યતાઓ છે.

આ પહેલા રાજકોટનાં મેયર દ્વારા મુખ્ય રસ્તા ઉપર મટન મચ્છી કે આમલેટની લારી ચાર રસ્તા પર ઊભી નહીં રાખવા આદેશ આપવામાં આવ્યો છે. જેના પગલે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્થાયી સમિતિ અધ્યક્ષ દ્વારા પણ અધિકારીઓની એક બેઠક બોલાવી મચ્છી અને આમલેટની લારી ચલાવનારને 10 દિવસની મુદ્ત આપી તેઓને જાહેર માર્ગો પરથી હટી જવા સુચના આપવામાં આવી છે.

વડોદરા શહેરમાં મટન કે મચ્છીની દુકાન ધરાવનારા વેપારીઓ જે રીતે મટન જાહેરમાં લટકાવીને વેચાણ કરે છે. તેઓ અન્ય રીતે વેચાણ કરે એવી વ્યવસ્થા કરવા જણાવ્યું હતુ. તેવું સ્થાયી સમિતિના ચેરમને અધિકારીઓને સૂચના આપી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે,  છેલ્લા કેટલાક દિવસોથી મુખ્ય માર્ગો ઉપર આમલેટ અને નોનવેજ ખાણીપીણીની લારીઓનો જમાવડો જોવા મળે છે. પરિણામે વાહન ચાલકો સાથે સ્થાનિક રહીશો પણ મુશ્કેલી ભોગવે છે.હવે અધિકારીઓને અપાયેલી આ સુચનાનું કેટલા અંશે પાલન થાય છે તે તો આવનારો સમય જ બતાવશે

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud