WacthGujarat. સોમવાર 9 ઓગસ્ટના રોજથી ગુજરાતમાં શ્રાવણ મહિનાની શરુઆત થઈ રહી છે. આ મહિનો એટલે દેવોના દેવ ભગવાન ભોળેનાથનો મહિનો, વર્ષા ઋતુમાં આવતા આ મહિનામાં પ્રકૃતિ પણ તેની પૂર્ણકળાએ ખીલીને જીવને શિવમય કરવા માટે તાદત્મ સાધતી દેખાય છે. ત્યારે આજે તમને સૌપ્રથમ તો જણાવી દઈએ કે આ મહિનાનું નામ શ્રાવણ કઈ રીતે પડ્યું. હિંદુ પંચાંગમાં બધા જ મહિનાનું નામ નક્ષત્રો ઉપર આધારિત હોય છે. દરેક મહિનાની પૂનમે જે નક્ષત્રમાં ચંદ્ર હોય છે. તે મહિનાનું નામ તેના આધારે રાખવામાં આવ્યું છે. શ્રાવણ નામ પણ શ્રવણ નક્ષત્રને આધારિત છે. શ્રાવણ મહિનાની પૂનમે ચંદ્ર શ્રવણ નક્ષત્રમાં રહે છે એટલે આ મહિનાનું નામ શ્રાવણ મહિનો પડ્યું . આ પૂનમ તિથિએ શ્રવણ નક્ષત્રના સંયોગમાં રક્ષાબંધન પર્વ ઉજવવામાં આવે છે.

શ્રાવણ મહિનામાં શું કરવું અને શું ન કરવું

આ મહિનાના દેવતા શુક્ર છે અને ભગવાન શિવ સાથે આ મહિનામાં ભગવાન વિષ્ણુના શ્રીધર સ્વરૂપની પણ પૂજા કરવી જોઇએ. એટલે શ્રાવણ મહિનામાં ભગવાન વિષ્ણુની પૂજા અને વ્રત કરવાનું મહત્ત્વ ઉલ્લેખવામાં આવ્યું છે. આ મહિનામાં ભગવાન શિવ, વિષ્ણુ અને શુક્રની ઉપાસના દરમિયાન થોડાં નિયમોનું પણ ધ્યાન રાખવું જોઇએ.

-આ મહિનામાં પાનવાળા શાકભાજી ખાવા જોઇએ નહીં.

-સાત્વિક ભોજન કરવું જોઇએ.

-માંસાહાર અને દરેક પ્રકારના નશાથી દૂર રહેવું જોઇએ.

-આ મહિનામાં વધારે મસાલેદાર ભોજન કરવાથી બચવું જોઇએ.

-સાથે જ, બ્રહ્મચર્યના નિયમોનું પાલન કરવું જોઇએ.

-શ્રાવણ મહિનામાં ભગવાન શિવ સાથે વિષ્ણુજીનો અભિષેક પણ ખૂબ જ મહત્ત્વ ધરાવે છે.

-શ્રાવણમાં શુક્ર અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી દાંપત્ય સુખ વધે છે.

શ્રાવણ મહિનામાં કરો આટલું

સ્કંદપુરાણ પ્રમાણે શ્રાવણ મહિનામાં એક જ સમયે ભોજન કરવું જોઇએ. સાથે જ, પાણીમાં બીલીપાન કે આંબળા રાખીને સ્નાન કરવું જોઇએ. આવું કરવાથી જાણ્યે-અજાણ્યે થયેલાં પાપ દૂર થઇ જાય છે. આ મહિના દરમિયાન ભગવાન વિષ્ણુનો વાસ જળમાં હોય છે. એટલે આ મહિનામાં તીર્થના જળથી

સ્નાન કરવાનું ખૂબ જ મહત્ત્વ હોય છે. મંદિરોમાં અથવા સંતોને કપડાનું દાન કરવું જોઇએ. સાથે જ, ચાંદીના વાસણમાં દૂધ, દહી કે પંચામૃતનું દાન કરો. તાંબાના વાસણમાં અનાજ, ફળ અથવા અન્ય ભોજનની વસ્તુઓ રાખીને દાન કરવું જોઇએ.

ઘરમાં આ પ્રકારની શિવલિંગ સ્થાપી શકાય છે

સામાન્ય રીતે દેવી-દેવતાઓની ખંડિત મૂર્તિઓ ઘરમાં રાખવી જોઇએ નહીં, પરંતુ શિવલિંગ રાખી શકાય છે. કેમ કે, શિવલિંગને નિરાકાર સ્વરૂપ માનવામાં આવે છે. આ કારણે શિવલિંગને ખંડિત માનવામાં આવતું નથી. તૂટેલું શિવલિંગ પણ પૂજનીય હોય છે. ધ્યાન રાખો કે, ઘરમાં વધારે મોટું શિવલિંગ રાખવું જોઇએ નહીં. ઘરમાં નાનું શિવલિંગ રાખવું શુભ રહે છે. અંગૂઠાના પહેલાં વેઢાથી મોટા આકારનું શિવલિંગ ઘરમાં રાખવું નહીં. શિવજી સાથે ગણેશજી, માતા પાર્વતી, નંદીની પણ મૂર્તિઓ જરૂર રાખો. પૂજાની શરૂઆત ગણેશ પૂજનથી કરવી જોઇએ.ઘરમાં શિવલિંગની પવિત્રતાનું વિશેષ ધ્યાન રાખો. પૂજા કરતી સમયે ભક્તનું મુખ ઉત્તર દિશા તરફ રાખવું સર્વશ્રેષ્ઠ રહે છે. શ્રાવણ મહિનામાં રોજ સવાર-સાંજ શિવલિંગની પૂજા કરો. જો વિધિવત પૂજા કરી શકો નહીં તો દીવો પ્રગટાવવો જોઇએ. દીવો પ્રગટાવીને ૐ નમઃ શિવાય મંત્રનો જાપ 108 વાર કરવો. મંત્રનો જાપ રૂદ્રાક્ષની માળાથી કરવો જોઇએ.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud