WatchGujarat. આ સૌએ ઘણા પ્રકારની કટલેટ ટ્રાય કરી હશે. પણ શું આપે ક્યારે ઉપવાસમાં ખાઈ શકાય અને ખુબ જ સ્વાદિષ્ટ કટલેટ ટ્રાય કરી છે. તો આજે અમે તમારી માટે લઈને આવ્યા છે "ફરાળી ફ્રુટવેજ કટલેટ" જે ઉપવાસમાં પણ ખાઈ શકાય છે. જેને આપ ઘરે જ ખુબ સરળતાથી અને ઝડપથી બનાવી શકો છો. તો ચાલો ફટાફટ નોંધી લો સ્વાદિષ્ટ "ફરાળી ફ્રુટવેજ કટલેટ"ની રેસિપી.
સામગ્રી
પોણો કિલો બટેકા
૨૫૦ ગ્રામ શક્કરીયા
૨૦૦ ગ્રામ/ અડધી દુધી
૧/૨ બાઉલ દાડમના દાણા
૧/૩ બાઉલ કોપરાનું છીણ
૧/૨ બાઉલ કોથમીર
૧/૪ બાઉલ લીલા મરચા-આદુની પેસ્ટ
૧/૩ બાઉલ શીંગદાણાનો ભુક્કો
૧/૪ બાઉલ કાજુના ટુકડા
૧ બાઉલ પલાળેલા સાબુદાણા
૨-૩ ચમચા તપકીરનો લોટ (Potato Starch)
૩ ચમચી લાલ મરચું
૨-૩ ચમચી ખાંડ
૩ ચમચી જીરું પાઉડર
મીઠું
તપકીરનો લોટ કોટિંગ માટે
તેલ
બનાવવાની રીત
સૌ પ્રથમ ત્રણેક કલાક સાબુદાણાને પલાળી લઇ કપડા પર પાથરી દેવા. પછી બટેકા, દુધી અને શક્કરીયાને બાફી લેવા. પછી છાલ નીકાળી એક મોટા વાસણમાં લેવું.
પછી તેમાં દાડમ, કોથમીર, કોપરાનું છીણ, કાજુ, લીલા મરચા-આદુની પેસ્ટ, શીંગદાણાનો ભુક્કો, લાલ મરચું, જીરું પાઉડર, ખાંડ, મીઠું ઉમેરી હાથેથી હલાવતા જવાનું અને બટેકા, શક્કરીયા, દુધીનો છૂંદો કરતું જવાનું. પછી તેમાં સાબુદાણા અને તપકીરનો લોટ ઉમેરી મિક્ષ કરવું.
પછી એક ડીશમાં તપકીરનો લોટ લઇ, હાથને તેલવાળા ગ્રીસ કરી નાની નાની કટલેટ વળી લેવી.
પછી તેને તપકીરમાં રગદોળી નોનસ્ટીક પેનમાં થોડું તેલ મૂકી સેલો ફ્રાય કરવી. બને બાજુ ગુલાબી ગોલ્ડન થાય ત્યાં સુધી શેકવી.
તો તૈયાર છે ફરાળી ફ્રુટ વેજ કટલેટ સોસ જોડે સર્વ કરશું.
નોંધ:
તપકીરની બદલે રાજગરાનો, આરાલોટ લઇ શકાય.
આમલીની કે લીલી ચટણી જોડે પણ સર્વ કરી શકાય.
ચાખીને જેવું તીખું- ખારું- મીઠું ભાવતું હોય તે પ્રમાણે મસાલો વધઘટ કરી શકાય.
જૈન બનાવી હોય તો કાચા કેળા અને દુધીનો ઉપયોગ કરી બનાવી શકાય.
WatchGujarat. આ સૌએ ઘણા પ્રકારની કટલેટ ટ્રાય કરી હશે. પણ શું આપે ક્યારે ઉપવાસમાં ખાઈ શકાય અને ખુબ જ સ્વાદિષ્ટ કટલેટ ટ્રાય કરી છે. તો આજે અમે તમારી માટે લઈને આવ્યા છે "ફરાળી ફ્રુટવેજ કટલેટ" જે ઉપવાસમાં પણ ખાઈ શકાય છે. જેને આપ ઘરે જ ખુબ સરળતાથી અને ઝડપથી બનાવી શકો છો. તો ચાલો ફટાફટ નોંધી લો સ્વાદિષ્ટ "ફરાળી ફ્રુટવેજ કટલેટ"ની રેસિપી.
સામગ્રી
- પોણો કિલો બટેકા
- ૨૫૦ ગ્રામ શક્કરીયા
- ૨૦૦ ગ્રામ/ અડધી દુધી
- ૧/૨ બાઉલ દાડમના દાણા
- ૧/૩ બાઉલ કોપરાનું છીણ
- ૧/૨ બાઉલ કોથમીર
- ૧/૪ બાઉલ લીલા મરચા-આદુની પેસ્ટ
- ૧/૩ બાઉલ શીંગદાણાનો ભુક્કો
- ૧/૪ બાઉલ કાજુના ટુકડા
- ૧ બાઉલ પલાળેલા સાબુદાણા
- ૨-૩ ચમચા તપકીરનો લોટ (Potato Starch)
- ૩ ચમચી લાલ મરચું
- ૨-૩ ચમચી ખાંડ
- ૩ ચમચી જીરું પાઉડર
- મીઠું
- તપકીરનો લોટ કોટિંગ માટે
- તેલ
બનાવવાની રીત
- સૌ પ્રથમ ત્રણેક કલાક સાબુદાણાને પલાળી લઇ કપડા પર પાથરી દેવા. પછી બટેકા, દુધી અને શક્કરીયાને બાફી લેવા. પછી છાલ નીકાળી એક મોટા વાસણમાં લેવું.
- પછી તેમાં દાડમ, કોથમીર, કોપરાનું છીણ, કાજુ, લીલા મરચા-આદુની પેસ્ટ, શીંગદાણાનો ભુક્કો, લાલ મરચું, જીરું પાઉડર, ખાંડ, મીઠું ઉમેરી હાથેથી હલાવતા જવાનું અને બટેકા, શક્કરીયા, દુધીનો છૂંદો કરતું જવાનું. પછી તેમાં સાબુદાણા અને તપકીરનો લોટ ઉમેરી મિક્ષ કરવું.
- પછી એક ડીશમાં તપકીરનો લોટ લઇ, હાથને તેલવાળા ગ્રીસ કરી નાની નાની કટલેટ વળી લેવી.
- પછી તેને તપકીરમાં રગદોળી નોનસ્ટીક પેનમાં થોડું તેલ મૂકી સેલો ફ્રાય કરવી. બને બાજુ ગુલાબી ગોલ્ડન થાય ત્યાં સુધી શેકવી.
- તો તૈયાર છે ફરાળી ફ્રુટ વેજ કટલેટ સોસ જોડે સર્વ કરશું.
નોંધ:
- તપકીરની બદલે રાજગરાનો, આરાલોટ લઇ શકાય.
- આમલીની કે લીલી ચટણી જોડે પણ સર્વ કરી શકાય.
- ચાખીને જેવું તીખું- ખારું- મીઠું ભાવતું હોય તે પ્રમાણે મસાલો વધઘટ કરી શકાય.
- જૈન બનાવી હોય તો કાચા કેળા અને દુધીનો ઉપયોગ કરી બનાવી શકાય.