• શ્રવણ સેવા દ્વારા નિસહાય વૃદ્ધોને નિયમીત રીતે જમવાનું આપવું, તબિબિ સારવાર આપવી, અતિ જરૂરિયાતમંદ વૃદ્ધોના કાયમી વસવાટની વ્યવસ્થા કરવી જેવા કામો કરવામાં આવે છે
  • આપણે ત્યાં કહેવત છે ડાબા હાથે કામ કરો તો જમણા હાથને ખબર ન પડવી જોઇએ. પરંતુ આ કહેવત અનુસારનાઓ  કેટલા ?
  • શિયાળો શરૂ થતાં જ અમારી ટીમ દ્વારા ગરીબોને ઠંડીથી બચાવવાના ઉપાયો પર કામ શરૂ કરી દેવામાં આવ્યું હતું – નિરવ ઠક્કર

ડિમ્પલ વસોયા.  વહેલી સવારે અને રાત્રે ઠંડીનો ચમકારો વડોદરા સહિત રાજ્યના અનેક શહેરોમાં જોવા મળી રહ્યો છે. તેવા ટાણે ફૂટપાથ પર રહી નિસહાય જીવન જીવતા વૃદ્ધો પાસે ઠંડીમાં ઠુઠવાયા સિવાય કોઇ વિકલ્પ બચતો નથી. પરંતુ હવે વૃદ્ધોને ઠંડીથી બચાવવા માટે લાંબા સમયથી ફૂટપાથ પર રહી જીવન વિતાવતા વૃદ્ધો માટે કામ કરતી કળિયુગના શ્રવણ નિરવ ઠક્કરની શ્રવણ સેવા સંસ્થા સામે આવી છે. તેમના દ્વારા ઠંડીથી બચવા માટે વૃદ્ધોને ગુણત્તા સભર ધાબળા આપવામાં આવી રહ્યા છે. જેને “પ્રોજેક્ટ હૂંફ” નામ આપવામાં આવ્યું છે.

હુંફ શબ્દ સાંભળતા જ કંઇક મળવાનો અહેસાસ થાય છે. પછી ભલે આ હુંફ કોઇ પણની હોય શકે છે. આપણા પોતાનો પરિવાર,વડીલો અને મિત્રો તો હુંફ આપતા જ હોય છે પરંતુ કોઇ પારકાં પોતાના ગણીને  હુંફ આપે એનો આનંદ કંઇક અલગ હોય છે. કોઇ આશા કે અપેક્ષા વિનાની હુંફ હંમેશા યાદ રહી જાય તેવી હોય છે. આવી જ એક હુંફ આપી રહી છે વડોદરાના કળિયુગના શ્રવણ નિરવ ઠક્કરની શ્રવણ સેવા સંસ્થા. હાલ શિયાળો ચાલી રહ્યો છે. ધીમે-ધીમે ઠંડીનું જોરવધી રહ્યું છે. આવનાર દિવસોમાં ઠંડીનું પ્રમાણ હજુ પણ વધશે. ત્યારે ફુટપાથ પર રહેતા લોકો ઠંડીમાં ન ઠુંઠવાય તે માટે આ શ્રવણ સેવા સંસ્થા એક ખૂબ જ સરાહનીય કાર્ય કરવા જઇ રહી છે અને એ છે પ્રોજેક્ટ હુંફ.

આપણે ત્યાં કહેવત છે ડાબા હાથે કામ કરો તો જમણા હાથને ખબર ન પડવી જોઇએ. પરંતુ આ કહેવત અનુસારનાઓ કેટલા ? રસ્તા પર ફૂટપાથ પર રહી જીવન વિતાવતા નિસહાય વૃદ્ધો હાલ શિયાળાની ઠંડીમાં ઠુઠવાઇ રહ્યા છે. જેઓને કળિયુગના શ્રવણ નિરવ ઠક્કર દ્વારા પ્રોજેક્ટ હુંફ શરૂ કરવામાં આવ્યો છે. નિરવ ઠક્કરે જણાવ્યું હતું કે, શિયાળો શરૂ થતાં જ અમારી ટીમ દ્વારા ગરીબોને ઠંડીથી બચાવવાના ઉપાયો પર કામ શરૂ કરી દેવામાં આવ્યું હતું. અત્યાર સુધી 50 જેટલા પુરૂષ અને  મહિલાઓને સારી ક્વોલીટીના ધાબળા ઓઢાડામાં આવ્યા છે. હું અને મારી ટીમના સભ્યો 10 – 30 વાગ્યે નિકળીએ છીએ. અને રસ્તાની બાજુમાં ઉંઘી રહેલા નિસહાય લોકોને ધાબળા ઓઢાડીએ છીએ. આમ, અમારી ટીમ દ્વારા નિસહાય વૃદ્ધોને ધ્રુજાવી દે તેવી ઠંડીમાં હુંફ પુરી પાડવામાં આવી રહી છે. હજી પણ અમારી ટીમ દ્વારા નિસહાય વૃદ્ધોને ધાબળાની સેવા પુરી પાડવામાં આવી રહી છે. જે શિયાળા દરમિયાન ચાલું રહેશે.

વધુમાં નિરવ ઠક્કરે ઉમેર્યું કે, શ્રવણ સેવા દ્વારા નિસહાય વૃદ્ધોને નિયમીત રીતે જમવાનું આપવું, તબિબિ સારવાર આપવી, અતિ જરૂરિયાતમંદ વૃદ્ધોના કાયમી વસવાટની વ્યવસ્થા કરવી જેવા કામો કરવામાં આવે છે. તાજેતરમાં અમારા દ્વારા દિવાળી પર્વ પર વૃદ્ધોને દાઢી, વાળ, કપાવીને નવા જોડી કપડાં આપવામાં આવ્યા હતા.

Facebook Comments Box

Videos

Our Partners