મોટાભાગના ઘરોમાં મહેમાનોને પહેલા કોલ્ડડ્રિંક્સ સર્વ કરવામાં આવે છે આપ કોઈના પણ ફ્રિઝર માં નજર નાખશો તો આપણે એકાદ કોલ્ડડ્રિંક્સની બોટલ તો જોવા મળશેજ.એટલુંજ નહીં લો ઓફીસ પાર્ટી હોય કે બહાર કોઈ ફંકશન હોય લોકો કોલ્ડડ્રિંક્સ પીવાનું ખુબ પસન્દ કરતા હોય છે.જેમાં યુવાનો માટે કોલ્ડડ્રિંક્સ એક ખાસ પીણાં તરીકે ઓળખાય છે .જોકે કોલ્ડડ્રિંક્સ આપણા શરીર પર ખુબ ખરાબ પ્રભાવ પડે છે.કોલ્ડડ્રિંક્સ તમારું વજન વધારવાની સાથે જ તમારા લીવરને પણ ઘણું નુકશાન પહોંચાડે છે.તેમ જ તે તમારા મેટાબોલિઝ્મને પણ ડિસ્ટર્બ કરે છે અને ઇન્સ્યુલિનની સમસ્યાને પણ વધારી શકે છે.એટલું જ નહીં કોલ્ડ્રીંક્સ તમારા માટે ડાયાબિટીસ ટાઈપ 2નું કારણ પણ બની શકે છે.ત્યારે આજે અમે તમને જણાવીશુ કે કોલ્ડડ્રિંક્સ તમારા સ્વસ્થ્યને કઈ રીતે નુકશાન પહોંચાડે છે.

વજન વધારે છે

કોલ્ડ્રીંક્સમાં સુક્રોઝ જોવા મળે છે, જેનાથી ફ્રુકટોઝ બને છે. ફ્રુકટોઝથી કેલરી બને છે અને કોલ્ડ્રીંક્સમાં વધુ માત્રામાં શુગર હોય છે, જેના કારણે તે વજન વધારી શકે છે. એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, દરરોજ શુગર ડ્રિંક્સના સેવનથી મેદસ્વિતાની સમસ્યા થવાનું જોખમ 60 ટકા સુધી વધી જાય છે.

લીવર થઇ શકે છે ડેમેજ

કોલ્ડ્રીંક્સમાં ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝની માત્રા વધુ હોય છે. કોલ્ડ્રીંક્સમાં શુગર વધુ હોવાના કારણે ફ્રૂકટોઝને પચાવવામાં લીવરને વધારે મુશ્કેલી નડે છે. જેના કારણે લીવરમાં બળતરા થાય છે.

બેલી ફેટ વધારે છે

કોલ્ડ્રીંક્સ પીવાથી પેટની આસપાસ ફેટ જમા થાય છે અને તેના કારણે બેલી ફેટ વધવા લાગે છે. જેના કારણે ડાયાબિટીસ અને હૃદય સંબંધિત બીમારીઓ થવાનું જોખમ વધે છે.

ઇન્સ્યુલિનને કરે છે અસંતુલિત

કોલ્ડ્રીંક્સ પીવાથી શરીરમાં શુગરનું પ્રમાણ વધે છે અને તેનાથી ઇન્સ્યુલિનનું બેલેન્સ બગડે છે, જે જીવલેણ સાબિત થઇ શકે છે.

ડાયાબિટીસ થવાનું જોખમ

કોલ્ડ્રીંક્સ અને સોફ્ટ ડ્રીંકમાં મોટા પ્રમાણમાં શુગર હોય છે. જેના કર્મે ટાઈપ-2 શુગરનું જોખમ વધી જાય છે. ઘણા સંશોધનોમાં જાણવા મળ્યું છે કે, લોકોને તેની આદત લાગી જાય છે અને તેનાથી દિમાગમાં ડોપામાઈન રિલીઝ થાય છે, જે આહલાદક અનુભવ કરાવે છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud