watchgujarat: ગુજરાત સ્થિત ઇલેક્ટ્રિક વાહન કંપની ગ્રેટા ઇલેક્ટ્રીકે (Greta Electric) ભારતીય બજારમાં તેના ચાર ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કર્યા છે. કંપનીના આ સ્કૂટરમાં Harper, Evespa, Glide અને Harper ZX સામેલ છે. ભારતમાં તેની કિંમત 60 હજારથી 92 હજાર રૂપિયાની વચ્ચે છે. કંપનીનો દાવો છે કે આ ઈ-સ્કૂટર્સ સાથે તમને આકર્ષક બાહ્ય રંગો, ડિઝાઇનર કન્સોલ અને મોટી સ્ટોરેજ સ્પેસ મળશે. ખાસ વાત એ છે કે સ્કૂટરને 70 થી 100 KMની રેન્જ મળે છે.

શું છે ખાસિયત

આ તમામ ઈલેક્ટ્રિક સ્કૂટરમાં ડે ટાઈમ રનિંગ લાઈટ, EBS, રિવર્સ મોડ, ATA સિસ્ટમ, સ્માર્ટ શિફ્ટ, ડિજિટલ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર ડિસ્પ્લે, કીલેસ સ્ટાર્ટ અને એન્ટી થેફ્ટ એલાર્મ મળે છે. ગ્રેટા ઈલેક્ટ્રિક સ્કૂટરનો દાવો કરવામાં આવે છે કે તે એક જ ચાર્જ પર 100 કિમી સુધીની રાઈડિંગ રેન્જ સાથે અત્યંત આરામદાયક સવારી અને ઉત્તમ પ્રદર્શન આપે છે. આ ઇલેક્ટ્રિક સ્કૂટર્સ 48V/60V લિથિયમ-આયન બેટરી દ્વારા સંચાલિત છે. કંપની ઈ-સ્કૂટર માટે બેટરી પેક પસંદ કરવાનો વિકલ્પ પણ આપી રહી છે. ગ્રેટા ઈલેક્ટ્રિક સ્કૂટર્સનો દાવો છે કે ઈ-સ્કૂટરને 0 થી સંપૂર્ણ ચાર્જ થવામાં લગભગ ચાર કલાકનો સમય લાગશે.

Greta Harper, Evespa, અને Harper ZX મોડલને ડ્રમ ડિસ્ક બ્રેક મળે છે, જ્યારે Glide માં ડ્યુઅલ ડિસ્ક હાઈડ્રોલિક બ્રેક્સનો ઉપયોગ કરે છે. ઈ-સ્કૂટર 22 વિવિધ કલર વિકલ્પોમાં ઉપલબ્ધ છે. તમામ સ્કૂટરમાં અલગ-અલગ બોડી સ્ટાઇલ અને યુનિક કલર ઓપ્શન આપવામાં આવ્યા છે. ઉદાહરણ તરીકે, Harper અને Harper ZX ને ફ્રન્ટ એપ્રોન, શાર્પ બોડી પેનલ્સ અને સ્લીક ટર્ન સિગ્નલ સાથે સ્પોર્ટી પ્રોફાઇલ મળે છે. બંને વચ્ચેનો સૌથી મોટો તફાવત એ છે કે Harper ને ડ્યુઅલ હેડલેમ્પ યુનિટ મળે છે જ્યારે Harper ZX ને સિંગલ હેડલેમ્પ મળે છે.

અન્ય ફીચર્સ જેમે કે હેન્ડલબાર કાઉલ, રીઅર વ્યુ મિરર્સ અને બંને સ્કૂટરની સીટ અને બેકરેસ્ટ જેવા મોટાભાગે સમાન રહે છે. Evespa એ રેટ્રો-સ્ટાઈલનું ઇલેક્ટ્રિક સ્કૂટર છે જે પેટ્રોલ એન્જિનવાળા Vespa સ્કૂટર જેવું જ દેખાય છે. આ ક્લાસિક ફ્લેટ ફ્રન્ટ એપ્રોન, કર્વી બોડી પેનલ્સ, રાઉન્ડ હેડલેમ્પ્સ અને રાઉન્ડ રિયર વ્યૂ મિરર્સ સાથે આવે છે. આગળના એપ્રોન પર ટર્ન સિગ્નલ આપવામાં આવ્યા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud