• ટ્રકમાં ચોર ખાનું બનાવી ગાંજાની ફેરાફેરી કરતા બે આરોપી પોલીસ સંકજામાં
  • પોલીસે કુલ 1 કરોડ 12 લાખ અને 13 હજારની મત્તા કબજે કરી
  • સુરત પોલીસ દ્વારા ચાલી રહ્યું છે “નો ડ્રગ્સ ઇન સુરત સીટી” અભિયાન શરુ

WatchGujarat. સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે અધધધ કહી શકાય તેમ 1.92 કરોડની કિંમતનો 1 હજાર 9 કિલો 290 ગ્રામ ગાંજોનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે આ ઘટનામાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ ટ્રકમાં ચોર ખાનું બનાવી ગાંજાની ફેરાફેરી કરી રહ્યા હતા. પોલીસે ટ્રક, ગાંજાનો જથ્થો, મોબાઈલ વગેરે મળી કુલ 1 કરોડ 12 લાખ અને 13 હજારની મત્તા કબજે કરી હતી

સુરત પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સીટી અભિયાન શરુ કરવામાં આવ્યું છે. ભૂતકાળમાં સુરત પોલીસની અલગ અલગ ટીમ દ્વારા ગાંજો, દારૂ, અફીણ, એમ.ડી.ડ્રગ્સ સહીતના નશીલા પદાર્થો ઝડપી પાડવામાં આવ્યા છે. પરંતુ હવે સુરત પોલીસે મસમોટો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. મળતી માહિતી મુજબ સુરત ક્રાઈમ બ્રાંચની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન બાતમીના આધારે કડોદરા વેડછા પાટિયા નજીકથી એક ટ્રક ઝડપી પાડ્યો હતો. પોલીસે ટ્રકમાં તપાસ કરતા તેમાં ચોર ખાના બનાવેલા હતા અને તેની અંદર ગાંજાનો જથ્થો છુપાવવામાં આવ્યો હતો. જેથી પોલીસે ટ્રક કબજે લઇ નાનપુરા સ્થિત ખલીફા સ્ટ્રીટમાં રહેતા 24 વર્ષીય મોહમદ ફઈમ મોહમદ રફીક શેખ અને નાનપુરા ખ્વાજાદાનાં દરગાહ પાસે રહેતા 45 વર્ષીય મોહમદ યુસુફ ગોસ મોહમ્મદ શેખને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે ટ્રકમાં તપાસ કરતા તેમાંથી 1009.290 કિલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. આ ગાંજાની કિંમત 1 કરોડ 92 હજાર રૂપિયા થાય છે. જેથી પોલીસે ટ્રક, 4 મોબાઈલ અને ગાંજાનો જથ્થો મળી કુલ 1 કરોડ, 12 લાખ 13 હજારની મત્તા કબજે કરી હતી.

1 કરોડથી વધુની કિંમતનો ગાંજાનો જથ્થો ઝડપાતા પોલીસના ઉચ્ચ અધિકારીઓએ ઊંડાણપૂર્વક તપાસ કરી હતી. ઝડપાયેલા બંને આરોપીની કડક પૂછપરછમાં બહાર આવ્યું હતું કે બંને આરોપીઓ ઓરિસ્સા રાજ્યના ગંજામ જીલ્લાના બરમપુરગામ નજીક દિલીપ ગૌડા નામના ઇસમ પાસેથી ટ્રકમાં ભરી લાવ્યા હતા અને ડીંડોલી સ્થિત રહેતા અરુણ સાહેબરાવ મહાડીકને આપવાના હતા. જેથી પોલીસે ડીંડોલી તિરુપતિ રો હાઉસમાં રહેતા અરુણ સાહેબરાવ મહાડીકની પણ ધરપકડ કરી હતી.

આ અંગે સુરત પોલીસ કમિશ્નર અજય કુમાર તોમરે જણાવ્યું હતું કે સપ્ટેબર 2020થી નો ડ્રગ્સ ઇન સુરત સીટી ઝુંબેશ શરુ કરવામાં આવી હતી આ ઝુંબેશ હેઠળ સુરત પોલીસ દ્વારા અનેક એનડીપીએસના કેસો કરી 119 જેટલા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. આ ગાંજો સપ્લાય કરવામાં કોની કોની ભૂમિ છે તેની તપાસ પણ કરવામાં આવી રહી છે. 1 હજાર 9 કિલો 290 ગ્રામ ગાંજો ટ્રકમાં ચોર ખાનું બનાવી સંતાડવામાં આવ્યો હતો. સાથે જ તેઓએ લોકોને અપીલ કરી હતી તમારા ધ્યાનમાં આવી કોઈ પ્રવુતિઓ ધ્યાનમાં અવે તો પોલીસને જાણ કરવામાં આવે. કોઈ પણ સંજોગોમાં યુવાઓને નશાના રવાડે ચડવા દેવામાં આવશે નહિં.

 

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud