• હરિધામ સોખડાના સ્થાપક પુ. હરિપ્રસાદ સ્વામીજીનું ગત વર્ષે નિધન થયું હતું
  • બ્રહ્મલીન હરિપ્રસાદ સ્વામીજીની અંતિમ ક્રિયા બાદ પુ. પ્રેમ સ્વરૂપ સ્વામીજીના નેતૃત્વમાં અલગ અલગ સંતો વિવિધ જવાબદારી સંભાળશે તેવું જાહેર કરવામાં આવ્યું હતું
  • બાદ દિવાળીની આસપાસ સોખડા મંદિરમાં બોલાવેલી સભામા બે સંતોના જુથના હરિભક્તો સામ સામે આવી ગયા હતા
  • સોખડા મંદિરમાં ચાર જેટલા સંતો એક વ્યક્તિને ઘેરીને માર મારી રહ્યા હોવાનો વિડીયો વાયરલ થતા ચકચાર મચી જવા પામી છે

WatchGujarat. વડોદરા નજીક આવેલું અને દુનિયાભરના હરિભક્તોની આસ્થાનું કેન્દ્ર ગણાતા હરિધામ સોખડા મંદિરમાં ચાર જેટલા સંતો દ્વારા એક યુવકને ઘેરીને માર મારવામાં આવી રહ્યો હોવાનો વિડીયો વાયરલ થયો છે. વિડીયો વાયરલ થતા મંદિરની વ્યવસ્થા સામે સવાલો ખડા થયા છે. જો કે, આ વિડીયો ક્યારનો છે, અને કયા કારણોસર આ ઘટના ઘટી છે સહિતની વિગતો હાલ તબક્કે સામે આવી નથી.

હરિધામ સોખડાના સ્થાપક પુ. હરિપ્રસાદ સ્વામીજીનું ગત વર્ષે નિધન થયું હતું. જેને લઇને તેમની જગ્યા કોણ સંભાળશે તે સવાલે હરિભક્તોમાં સ્થાન લીધું હતું. બ્રહ્મલીન હરિપ્રસાદ સ્વામીજીની અંતિમ ક્રિયા બાદ પુ. પ્રેમ સ્વરૂપ સ્વામીજીના નેતૃત્વમાં અલગ અલગ સંતો વિવિધ જવાબદારી સંભાળશે તેવું જાહેર કરવામાં આવ્યું હતું. જો કે, જે તે સમયે સોંપેલી જવાબદારીને લઇને સંતોના જુથ વચ્ચે અસંતોષ હોવાની ચર્ચાઓ જોર પકડ્યું હતું. ત્યાર બાદ દિવાળીની આસપાસ સોખડા મંદિરમાં બોલાવેલી સભામા બે સંતોના જુથના હરિભક્તો સામ સામે આવી ગયા હતા. અને આખરે સંતોએ જ વચ્ચે પડીને મામલો થાળે પાડ્યો હતો. જો કે, ત્યારે પણ બે સંતોના જુથ વચ્ચેનો અસંતોષ છતો થયો હતો. ત્યાર બાદ મંદિરના સંતો દ્વારા પુ. પ્રેમસ્વરૂપ દાસજીના નેતૃત્વમાં આગળ વધવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો.

આજરોજ સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. વિડીયોમાં સોખડા મંદિરમાં ચાર જેટલા સંતો એક વ્યક્તિને ઘેરીને માર મારી રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે. વાયરલ વિડીયો તાજેતરનો હોવાની ચર્ચા છે. આસપાસ ઉભેલા લોકો જોઇ રહ્યા છે. અને ચાર જેટલા સેતો યુવકને મારી રહ્યા છે. વિડીયો વાયરલ થતા જ અનેક તર્ક વિતર્કો વહેતા થવા પામ્યા છે. હવે આ મામલે વધુ તપાસ બાદ સ્પષ્ટ વિગતો સામે આવી શકે તેમ છે.

નોંધ – Watchgujarat.com વાયરલ વિડીયોની કોઇ પણ પ્રકારે ખરાઇ કરતું નથી. તમામ વાચકોએ આ વાતની ખાસ નોંધ લેવી

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud