• દરિયાઈ સુરક્ષા સતર્ક રાખવાની કવાયતના ભાગરૂપે સોમનાથ મંદિર પર કોસ્ટ ગાર્ડ દ્વારા હેલિકોપ્ટરથી પેટ્રોલીંગ કરાયું
  • 2 હેલિકોપ્ટર દ્વારા 700 મીટરની ઉંચાઈ પર કરાયું લો લેવલ પેટ્રોલીંગ
  • મંદિરની સાથે અરબી સમુદ્રની સુરક્ષા માટે તંત્રના તમામ વિભાગ સતત ખડેપગે

WatchGujarat. આજે સોમનાથ મંદિરના શિખર પાસે બે હેલિકોપ્ટર રાઉન્ડ મારતા નજરે પડ્યા હતા. જે બાદ આ ઘટના ટોક ઓફ ધ ટાઉન બની હતી. તમને જણાવી દઈએ કે ભારતના બાર જયોતિર્લિંગોમાનું પ્રથમ વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિરની સુરક્ષાને ધ્યાને રાખીને 2 કોસ્ટગાર્ડ હેલીકોપ્ટર દ્વારા હવાઈ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે સોમનાથ મહાદેવ મંદિરને સરકાર દ્વારા ઝેડ પ્લસ સુરક્ષા ફાળવવામાં આવી છે. ત્યારે તેની સુરક્ષામાં તંત્ર પણ ખડેપગે તૈનાત છે.

z+ સુરક્ષા ધરાવતા સોમનાથ મંદિર પર કોસ્ટ ગાર્ડ દ્વારા હેલિકોપ્ટરથી પેટ્રોલીંગ

પ્રાપ્ત વિગતો અનુસાર સોમનાથ મંદિરની સુરક્ષા સાથે જ અરબી સમુદ્રની સુરક્ષા માટે સુરક્ષા તંત્રના તમામ વિભાગ સતત ખડેપગે રાખવામાં આવ્યા છે. જેના ભાગરૂપે આજે કોસ્ટગાર્ડ સેનાના હેલિકૉપ્ટરએ સોમનાથ મહાદેવ મંદિર ખાતે સવારે મંદિરના વર્તુળ આકારે ચકર લગાવી હતી. 700 મીટર જેટલી ઓછી ઉંચાઈ પર લો લેવલ પેટ્રોલિંગ કરી સ્થળની માહિતી લીધી હતી. આ ઉપરાંત દરિયાઇ પટ્ટી ઉપર પ્રેટ્રોલિંગ પણ કર્યું હતું. સોમનાથ મંદિરની હાલ ધરતી સુરક્ષા ગુજરાત પોલીસ દ્વારા અને દરિયાઇ સુરક્ષા સોમનાથ મરીન પોલીસ અને કોસ્ટગાર્ડ દ્વારા કરવામાં આવે છે.

આતંકીઓના હિટ લીસ્ટ પર કાયમી રહે છે સોમનાથ મંદિર

મહત્વનું છે કે છેલ્લા થોડા સમય દરમ્યાન દેશના દરીયા કિનારાથી ભારતમાં નશાદ્રવ્યક પદાર્થોની હેરાફેરીની પ્રવૃત્તિઓ વધી છે. સુરક્ષા એજન્સીઓએ કરોડોની કિંમતનું ડ્રગ્સ સહિતના પદાર્થો પકડી પાડ્યા છે. જેથી સરકાર દ્વારા દરિયાઈ સુરક્ષા બાબતે સતર્કતા રાખવા ખાસ સૂચના આપી છે. એટલું જ નહીં અરબી સમુદ્ર કાંઠે બિરાજમાન પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર આતંકીઓના હિટ લીસ્ટ પર કાયમી રહે છે. જેથી જ સોમનાથ મંદિરની સુરક્ષા સાથે જ અરબી સમુદ્રની સુરક્ષા માટે સુરક્ષા તંત્રના કોસ્ટગાર્ડ, મરીન પોલીસ, ઘોડેસવાર પોલીસ સહિતના તમામ વિભાગો સતત ખડેપગે રાખવામાં આવ્યા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud