• વડોદરા મહાનગરપાલિકાના બોન્ડનું લિસ્ટિંગ કરાયું હતુ
  • મ્યુનિસિપલ બોન્ડથી એકત્ર રકમ 14 પ્રોજેક્ટમાં વપરાશે
  • વડોદરા મહાનગરપાલિકાએ બોન્ડ સામે 1 હજાર સાત કરોડની બેંક મેળવી

WatchGujarat.રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ મુંબઇની મુલાકાતે છે. BSE ખાતે ભવ્ય સમારંભમાં મુખ્યમંત્રીએ હાજરી આપી હતી અને દિપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરી હતી. આ તકે વડોદરા મહાનગરપાલિકાના બોન્ડનું લિસ્ટિંગ કરાયું હતુ. મ્યુનિસિપલ બોન્ડથી એકત્ર રકમ 14 પ્રોજેક્ટમાં વપરાશે. આ કાર્યક્રમમાં વડોદરા મહાનગરપાલિકાના મ્યનિસિપલ કમિશનર શાલીની અગ્રવાલ, મેયર કેયુર રોકડીયા અને ડે. મેયર નંદાબેન જોશી સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.

આ કાર્યક્રમમાં સંબોધન કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યુ હતુ કે વડાપ્રધાન મોદીએ જ્યારથી દેશનુ સુકાન સંભાળ્યુ છે ત્યારથી સૌનો સાથ સૌનો વિકાસનો મંત્ર અપનાવ્યો છે એટલે કે વડાપ્રધાને મોટા શહેરો અને નગરોના ઇન્ફાસ્ટ્રકચર માટે અમૃત યોજનાની ભેટ આપી છે. તેમણે દેશના મહાનગરોને વિશ્વસ્તરીય સુવિધા આપવા માટે સ્માર્ટ સિટી મિશન પણ સ્થાપ્યું છે.

અમૃત મિશન અંતર્ગત અર્બન ઇન્ફાસ્ટ્રકચરનાં કામો માટે ભારત સરકાર આપણને સહાય આપતી રહી છે.વડાપ્રધાને 2016માં દેશની અર્બન લોકલ બોડીઝને સેબીના સહયોગથી મ્યુનિસિપલ બોન્ડ માર્કેટ ઉભુ કરવા પ્રેરણા આપી હતી. તેમણે કહ્યુ હતુ કે એક વર્ષમાં ઓછામાં ઓછા 10 મહાનગરો આ દિશામાં કેમ ન વિચારી શકે ? દેશની લોકલ સેમ ગર્વમેન્ટ બોડીઝને ફાઇનાસ્યલ મેનેજમેન્ટ માટે પેક પણ આપવાની નેમ પણ ગુજરાત સરકારની છે.

વડાપ્રધાને શહેરના સર્વગ્રાહી વિકાસ માટે જે અટલ મિશન અમૃત યોજના આપી છે તેને પાર પાડવામાં મ્યુનિસિપલ મહત્વનું ઇન્સ્ટુમેન્ટ બનશે.

ગુજરાતની મહાનગર પાલિકાઓએ વડાપ્રધાનના આહવાનને ઝીલી લઇને મ્યુનિસિપલે બોન્ડ બહાર પાડવાની સફળતા મેળવી છે. અમદાવાદ, અને સુરત મહાનગરપાલિકા પછી વડોદરામાં મહાનગરપાલિકા આ સિદ્ધી મેળવનાર ત્રીજી મહાનગરપાલિકા છે.લોકલ અર્બન બોડીને ગ્લોબલ ફાઇનાસ્યલ માર્કેટ સાથે જોડવાની નેમ પાર પાડવામાં ગુજરાતનું આ ત્રીજુ કદમ છે. વડોદરા મહાનગરપાલિકા રૂપિયા 100 કરોડનાં મ્યુનિસિપલ બોન્ડ સામે દસ ગણાથી વધુ રૂપિયા એટલે કે 1 હજાર સાત કરોડની બેંક મેળવી છે. તે માટે મહાનગરના સૌ પદાધિકારીઓ અને BSEને અભિનંદન પાઠવુ છુ.

વધુમાં જણાવ્યુ હતુ કે આઝાદીના અમૃત મહોત્સવ વર્ષે અમૃત મિશન માટે જન ભાગીદારીથી મ્યુનિસિપલ બોન્ડ દ્વારા વડોદરા મહાનગરપાલિકાના વિકાસનાં કામો માટે ભંડોળ એકત્ર થયુ છે.પ્રાચીન સમયમાં ગાયકવાડી સુશાસન ધરાવતા વડોદરા મહાનગર માટે વર્તમાન અને ભવિષ્યનાં વિકાસના કામો અને  શહેરી સુખાકારી માટે આ ભંડોળ અમૃતકાળ બનશે તેવી મને આશા છે. વડોદરા મહાનગર પાલિકાને આ બોન્ડ ઇસ્યુ કરવામાં યુનાઇટેડ સ્ટેટનાં એડવાઇઝર અને ઇન્ડિયન મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ અને અર્બન અફેર્સનો પુરતો સહયોગ મળ્યો છે.

Facebook Comments Box

Videos

Our Partners