• કમાટીબાગ પ્રાણીસંગ્રહાલયમાં પ્રાણીઓને ગરમી બચાવવા માટે ખાસ વ્યવસ્થા
  • પ્રાણીઓ-પક્ષીઓના પિંજરામાં બરફની લાદી મૂકી પાણીનો છંટકાવ કરાયો
  • પ્રાણીઓ અને પક્ષીઓને ઠંડક મળી રહે તે માટેની સતત કાળજી લેવાય છે


WatchGujarat.કાળઝાળ ગરમીમાં લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. સૌ કોઇ ગરમીથી બચવા માટે પ્રયાસ કરી રહ્યુ છે. ત્યારે આ સંજોગોમાં ઘર અને ઓફિસમાં એસી ચાલુ થઇ ગયા છે પરંતુ મૂંગા પ્રાણીઓ- પક્ષીઓને ગરમીથી બચાવવા માટે તૈયારી કરવી પડે. ત્યારે વડોદરા કમાટીબાગ પ્રાણીસંગ્રહાલયમાં પ્રાણીઓને ગરમી બચાવવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ કમાટીબાગ પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓને ઠંડક મળી રહે તે માટે પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. તેમજ પ્રાણી પાસે બરફ મૂકી ગરમીથી રાહત અપાઇ રહી છે. વાઘ, સિંહ, દીપડા જેવા પ્રાણીઓને પાણીનો છંટકાવ કરીને ગરમી સામે રક્ષણ આપવામાં આવી રહ્યું છે. રીંછ જેવા પ્રાણીઓ પાસે બરફની પાટો મુકીને ઠંડક અપાઇ રહી છે. પ્રાણી સંગ્રહાલયમાં માં રાખવામાં આવેલ પ્રાણીઓ અને પક્ષીઓને ઠંડક મળી રહે તે માટેની સતત કાળજી લેવામાં આવી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે દર વર્ષે ઉનાળામાં પ્રાણીઓને ગરમીથી બચાવવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. છેલ્લા એક સપ્તાહથી 40 ડિગ્રી ઉપર ગરમીનો પારો છે. સતત વધી રહેલી ગરમીમાં પ્રાણી-પક્ષીઓની હાલત કફોડી બની ગઇ છે. આગામી દિવસોમાં ગરમીનો કહેર વધે તેવી શક્યતાઓ છે. ત્યારે કમાટીબાગ પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણી-પક્ષીઓને ગરમીથી રક્ષણ આપાય રહ્યુ છે.

Facebook Comments Box

Videos

Our Partners