• આ ખેલાડીએ વર્ષ 2018ના બ્લાઈન્ડ ક્રિકેટ વર્લ્ડકપમાં પાકિસ્તાનને હરાવી ભારતને જીત અપાવી હતી
  • 70 મેડલ અને પ્રમાણપત્ર મેળવનાર દિવ્યાંગ ખેલાડી નરેશ હાલ પ્રતિદિન 250 રૂપિયા લેખે મજૂરી કરવા મજબૂર
  • પરિવારનું ગુજરાન ચાલી શકે તે માટે રોજગાર આપવા સરકાર સમક્ષ માગ કરતા દિવ્યાંગ ખેલાડીને માત્ર આશ્વાસન જ મળ્યું

WatchGujarat. એક તરફ જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું નામ રોશન કરનાર ખેલાડીઓનું દેશવાસીઓ સન્માન કરી રહ્યાં છે. ત્યારે કેટલાંક ખેલાડીઓ એવા પણ છે જેમને આજે આપણે ભૂલી ગયા છે. જેમના ક્યાંરેક આપણા દેશનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે રોશન કર્યું છે. આવો જ એક ક્રિકેટનો ખેલાડી જેને 2018ના બ્લાઈન્ડ ક્રિકેટ વર્લ્ડકપમાં પાકિસ્તાનને હરાવી ભારતને જીત અપાવી હતી. તમને જણાવી દઈએ કે આ ખેલાડી આપણા ગુજરાતના નવસારી જિલ્લાનો છે.

મળતી માહિતી મુજબ નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ખાટાઆંબા ગામનો ખેલાડી નરેશ તુમડા બ્લાઈન્ડ ક્રિકેટર છે. ઉલ્લેખનીય છે કે 2018માં દુબઈમાં યોજાયેલા બ્લાઈન્ડ ક્રિકેટ વર્લ્ડકપમાં ભારતીય ક્રિકેટ ટીમ તરફથી રમી ફાઈનલમાં પાકિસ્તાનને હાર આપી હતી અને ભારતને વર્લ્ડકપ અપાવ્યો હતો. નરેશ ભારત તરફથી ચાર નેશનલ અને ત્રણ ઈન્ટરનેશનલ ટુર્નામેન્ટ રમી ચૂક્યો છે. તે પોતાની કારકિર્દી દરમિયાન 30 ટ્રોફી, 30 પ્રમાણપત્ર અને 10 મેડલ પોતાના નામે કરી ચૂક્યો છે. પરંતુ આજે આ ખેલાડી મજૂરી કરવા મજબૂર છે. મહત્વનું છે કે હાલ નરેશ પોતાનું ગુજરાણ ચલાવવા માટે મજૂરી કરી રહ્યાં છે. જે ખેલાડાની હાથમાં બેટ-બોલ હોવા જીએ તેના બદલે સિમેન્ટની થેલીઓ અને ખેત ઓજારો જોવા મળી રહ્યાં છે.

તમને જણાવી દઈએ કે નરેશ તુંમડાએ પોતાની આંખ ગુમાવ્યા બાદ પણ પોતાના ક્રિકેટના શોખને જીવંત રાખ્યો છે. મહત્વનું છે કે ખેલ મહાકુંભથી બેઠો થયેલો અને આંતરરાષ્ટ્રીય કક્ષામાં કાઠુ કાઢનાર નરેશ તુમડા આજે ગરીબી અને પેટનો ખાડો પુરવા ઝઝૂમી રહ્યો છે. તે હાલ નાના એવા ગામમાં એક કાચા મકાનમાં વસવાટ કરે છે. તેની પાસે કોઈ પણ નિશ્ચિત રોજગારી નથી. નોંધનીય છે કે વર્લ્ડકપ જીત્યા બાદ નરેશ તુમડાએ જે તે સમયે રાજ્યના મુખ્યમંત્રી અને રાજ્યપાલ સાથે મુલાકાત કરી શુભેચ્છા મેળવી હતી.

આ અંગે જણાવતા નરેશ તુમડા કહે છે કે, તત્કાલીન મુખ્યમંત્રી આનંદી પટેલ થી લઈને વિજય રૂપાણી, નવસારીના સાંસદ સી.આર. પાટીલ, આરોગ્ય રાજ્યમંત્રી કુમાર કાનાણી સહિત તમામ મોટા ગજાના નેતાઓને સરકારી નોકરી મળે તે માટે અનેક વખત રજૂઆત કરી હતી. પરંતુ આજદિન સુધી કોઈ પ્રત્યુતર મળ્યો નથી. જેના કારણે નરેશ પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે મજૂરી કરવા મજબૂર બન્યો છે. એક તરફ જ્યારે આપણે ઓલમ્પિકમાં મેડલ મેળવીને દેશનું નામ રોશન કરનાર ખેલાડીઓનું સન્માન કરી રહ્યાં ત્યારે આપણે નરેશ જેવા ખેલાડીઓને પણ ભૂલવા ન જોઈએ જેમને એક સમયે આંતરરાષ્ટ્રિય સ્તર પર દેશનું નામ રોશન કર્યું છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud