WatchGujarat. ગુજરાત રાજ્ય થી લઇ ને આખા ભારત દેશમાં વરસાદનો માહોલ જામ્યો છે, તેવામાં જ વરસાદી માહોલની વચ્ચે ચટપટું ખાવાનું ઘણું મન થાય છે. અને જો તેવામાં ગરમા ગરમ બટાકા વડા મળી જાય તો વાત જ કંઈક અલગ છે. ચોમાસામાં વરસાદ દરમિયાન ગોટા, ભજીયા અને બટાકા વડા ખાવાની મજા આવે છે. આજે અમે ખાસ તમારા માટે બટાકા વડા બનાવવાની એકદમ સરળ રીત લઇ ને આવ્યા છે. જેથી તમે ઘરે જ સ્વાદિષ્ટ બટાકા વડા બનાવી શકશો. અને આ વરસાદના માહોલ વચ્ચે ગરમ ગરમ બટાકા વડાને ખાવાની માજા માણી શકશો. તો ફટાફટ નોંધી લો બટાકા વડાને બનાવવાની રીત.
સામગ્રી
200 ગ્રામ ચણાનો લોટ, 500 ગ્રામ બટાકા, એક ચમચી હળદર પાવડર, એક ચમચી લાલ મરચુ પાવડર, એક ચમચી જીરુ, ત્રણ લીલા મરચા (ઝીંણા સમારેલા), અડધી ચમચી ગરમ મસાલો, 1 લીંબુ, 10 ગ્રામ આદુ, 10 ગ્રામ લસણ, લીલી કોથમીર, મીઠુ સ્વાદઅનુસાર અને તેલ (તળવા માટે).
બનાવવાની રીત
-સૌથી પહેલા બાફેલા બટાકા લો, તેની છાલ કાઢી નાખો અને પછી તેનો છુંદો કરી નાખો.
- હવે આદુ અને લસણની પેસ્ટ તૈયાર કરો. જે બાદ એક કડાઇમાં બે ચમચી તેલ નાખો. તેમાં હળદર પાવડર નાખો અને બે સેકન્ડ પછી બટાકા નાખો અને તેમાં લાલા મસાલો, ગરમ મસાલો, લીબું, આદુ-લસણની પેસ્ટ અને મીઠું સ્વાદ અનુસાર નાખો. ત્યારબાદ તેમાં સમારેલા લીલા મરચા, કોથમીર નાખો. ઠંડ઼ુ પડી જાય એટલે ગોળ આકાર આપી દો.
-હવે એક તપેલીમાં ચણાના લોટમાં થોડું પાણી ઉંમેરો ત્યારબાદ લાલ મરચુ પાવડર, અડધી ચમચી હળદર, અડધી ચમચી જીરુ, મીઠું મિક્સ કરો.
- હવે એક કાઢાઈમાં બટાકા વડાને તળવા માટે તેલ ગરમ કરો. બટાકામાંથી બનેલી ગોળીને ચણાના લોટના મિશ્રણમાં મિક્સ કરીને તેલમાં તળવા માટે નાખો અને તે સોનેરી રંગનું થાય ત્યાં સુધી તળો.
તો તૈયાર છે ગરમાં ગરમ ટેસ્ટી બટાકા વડા. હવે તેને લીલી ચટણી સાથે સર્વ કરો.