• વડોદરા એરપોર્ટ પરથી હવાઈ મુસાફરી કરનારાઓ માટે ખાસ સૂચના જાહેર કરાઈ
  • હવેથી વહેલી સવારની, મોડી સાંજ અને રાત્રીની ફ્લાઈટમાં મુસાફરી કરનારાઓએ વહેલું આવું પડશે
  • વડોદરા એરપોર્ટ પરથી યાત્રા કરતા બધા યાત્રીને એરપોર્ટ પર બે કલાક વહેલા રીપોર્ટ કરવા સૂચના

WatchGujarat. વડોદરા એરપોર્ટ પરથી હવાઈ મુસાફરી કરનારાઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. હવે વડોદરા એરપોર્ટ પરથી મુસાફરી કરનાર મુસાફરોને હવે ફ્લાઈટના સમય કરતા બે કલાક વહેલા પહોંચવાનું રહેશે. આ અંગે વડોદરા એરપોર્ટ દ્વારા ટ્વીટર પર ટ્વીટ કરીને સૂચના આપવામાં આવી છે.

મહત્વનું છે કે હવે વડોદરા એરપોર્ટ પરથી હવાઈ મુસાફરી કરનાર મુસફારોએ પોતાની ફ્લાઈટના સમય કરતાં 2 કલાક પહેલા એરપોર્ટ ખાતે પહોંચવાનું રહેશે. જોકે આ સુચના તમામ મુસાફરોને લાગુ પડતી નથી. પ્રાપ્ત વિગતો અનુસાર જે મુસાફરોની ફ્લાઈટ વહેલી સવારની, મોડી સાંજ અને રાત્રીની રહેશે તેમને આ સુચનાનું પાલન કરવાનું રહેશે. આ ત્રણેય સમયની ફ્લાઈટ ધરાવતા મુસાફરોએ વડોદરા એરપોર્ટ ખાતે બે કલાક વહેલા આવીને રીપોર્ટ કરવાની સુચના અપાઈ છે.

ક્યાં કારણોસર વહેલું પહોંચવું પડશે

નોંધનીય છે કે વહેલી સવારની તેમજ મોડી સાંજ, રાત્રીની ફ્લાઈટમાં વડોદરા એરપોર્ટ પરથી યાત્રા કરતા બધા યાત્રીને એરપોર્ટ પર બે કલાક વહેલા રીપોર્ટ કરવા સૂચના આપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ટ્રાફિક કંજેશનના લીધે આ નિર્ણય લેવામાં આવ્યો છે. મુસાફરોને હાલાકી વેઠવાનો વારો ન આવે તે માટે આ નિર્ણય લેવાયો છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud