દેશમાં ગુજરાત ઈતિહાસ રચશે, વિધાનસભામાં 182 ધારાસભ્યની જગ્યાએ સ્ટુડન્ટ બેસશે
જુલાઈ મહિનાના સંભવતઃ પ્રથમ સપ્તાહમાં યોજાશે વિદ્યાર્થીઓનું એક દિવસીય વિધાનસભા સત્ર
સીએમ-વિપક્ષના નેતા પણ વિદ્યાર્થી બનશે, યુવા વર્ગને લોકશાહી પદ્ધતિની નજીક લાવવા માટે પ્રયાસ
ધોરણ 11 અને 12માં અભ્યાસ કરતા 182 વિદ્યાર્થીઓ માટે યુવા સંસદનું આયોજન કરાયું - નિમાબેન આચાર્ય
WatchGujarat. ગુજરાત હવે એક નવો ઈતિહાસ રચવા જઈ રહ્યું છે. દેશભરમાં પ્રથમ વખત ગુજરાતમાં ખાસ યુવા વિધાનસભા સત્રનું આયોજન થવા જઈ રહ્યું છે. આગામી જુલાઈ માસમાં વિદ્યાર્થીઓ માટે એક દિવસીય સત્રનું આયોજન કરવામાં આવનાર છે. જેને ગુજરાતન વિધાનસભા અધ્યક્ષ નિમાબેન આચાર્યએ સત્તાવાર મંજૂરી આપી છે. મહત્વનું છે કે આ વિધાનસભા સત્રમાં 182 ધારાસભ્યની જગ્યાએ વિદ્યાર્થીઓ બેસશે. આ સાથે મુખ્યમંત્રી અને વિપક્ષના નેતાની ભૂમિકામાં પણ વિદ્યાર્થીઓ જોવા મળશે.
તાજેતરમાં ગુજરાત વિધાનસભા અધ્યક્ષ નિમાબેન આચાર્યએ આ અંગે જાહેરાત કરી હતી. નિમાબેન આચાર્યએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, ધોરણ 11 અને 12માં અભ્યાસ કરતા 182 વિદ્યાર્થીઓ માટે ખાસ યુવા સંસદનું આયોજન કરવામાં આવ્યું છે. 182 વિદ્યાર્થીને ધારાસભ્ય તરીકે બોલાવાશે. આ વિદ્યાર્થીઓમાંથી જ એક વિદ્યાર્થી મુખ્યમંત્રી બનશે, એક વિદ્યાર્થી વિપક્ષ નેતા બનશે, જ્યારે એક વિદ્યાર્થીને અધ્યક્ષ બનાવાશે અને બાકીના 179 વિદ્યાર્થી ધારાસભ્ય તરીકેની ભૂમિકા અદા કરશે. આ વિદ્યાર્થીઓ, જેમને એક દિવસીય સત્રમાં બોલાવવાના છે, તેમની પસંદગી રાજ્યના ખૂણેખૂણેથી કરવામાં આવી રહી છે. ખૂબ ઝડપથી જ સમગ્ર કાર્યક્રમ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે. આ આયોજન અંતર્ગત મીટિંગો પૂરી કરી દેવામાં આવી છે અને સમગ્ર કામગીરી સ્કૂલ પોસ્ટ સંસ્થાને સોંપી દેવામાં આવી છે.
મીડિયા અહેવાલ મુજબ સમગ્ર યુવા સાંસદના આયોજનની જવાબદારી સ્કૂલ પોસ્ટ સંસ્થાને સોંપવામાં આવી છે. આ સંસ્થા સાથે સંકળાયેલા શ્રુતિ રાજવંશીએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, કયા જિલ્લાની કઈ શાળામાંથી કેટલા વિદ્યાર્થીઓને બોલાવવા એ અંગેની પસંદગી પ્રક્રિયા ચાલી રહી છે. આગામી 15થી 20 દિવસમાં આ પ્રક્રિયા પૂરી કરવામાં આવશે. આ અંગેના આયોજનની રૂપરેખા ઘડી કાઢવામાં આવી છે અને વિધાનસભા અધ્યક્ષ દ્વારા સત્તાવાર રીતે મંજૂરી પણ આપી દેવામાં આવી છે.
શું ખાસ હશે આ યુવા સંસદમાં
નોંધનીય છે કે આ યુવા સંસદમાં ટીનેજર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેઓ આગામી સમયમાં 18 વર્ષ કે તેથી વધુ વયના થશે અને પોતાના મતાધિકારનો પ્રયોગ કરશે, ત્યારે લોકશાહી પ્રથા અને રાજકીય ગતિવિધિ વિશે વાકેફ થઈ શકે એ માટે વિધાનસભા તંત્ર દ્વારા આ પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. તેમજ જે રીતે સામાન્ય વિધાનસભા સત્ર યોજાતું હોય છે અને એ દરમિયાન પ્રશ્નોત્તરી કાળ હોય છે એ જ રીતે વિદ્યાર્થીઓ માટે આયોજિત વિધાનસભા સત્રમાં પણ પ્રશ્નોત્તરી કાળ યોજાશે, જેમાં ધારાસભ્ય તરીકે બેઠેલા વિદ્યાર્થીઓ પ્રશ્નો પૂછશે. વિધાનસભા સત્ર દરમિયાન ગૃહની અંદર પુછાઈ રહેલા પ્રશ્નોના જવાબ આપવા માટે વિભાગીય મંત્રી જવાબદાર હોય છે એ જ રીતે વિદ્યાર્થીઓ માટે યોજાઈ રહેલી યુવા સંસદની અંદર વિદ્યાર્થીઓમાંથી જ મંત્રી બનાવાશે, જે પ્રશ્નોત્તરી કાળ દરમિયાન પ્રશ્નોના જવાબ આપશે.
અત્રે ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થીઓની આ સંસદમાં વિધાનસભા તંત્ર દ્વારા લોકોને આમંત્રણ આપવા માટેનું પણ આયોજન કરાયું છે. અંદાજે 400 લોકોને આમંત્રણ આપવામાં આવશે, જેમને પ્રેક્ષક ગેલરીમાં બેસાડવામાં આવશે. આમ, ખરા અર્થમાં ચાલતી વિધાનસભાની કાર્યવાહીની જેમ જ આ યુવા સાંસદ યોજવામાં આવશે. ત્યારે આ ખાસ આયોજનને સફળ બનાવવા માટેની તૈયારીઓ હાલ હાથ ધરવામાં આવી છે.
- દેશમાં ગુજરાત ઈતિહાસ રચશે, વિધાનસભામાં 182 ધારાસભ્યની જગ્યાએ સ્ટુડન્ટ બેસશે
- જુલાઈ મહિનાના સંભવતઃ પ્રથમ સપ્તાહમાં યોજાશે વિદ્યાર્થીઓનું એક દિવસીય વિધાનસભા સત્ર
- સીએમ-વિપક્ષના નેતા પણ વિદ્યાર્થી બનશે, યુવા વર્ગને લોકશાહી પદ્ધતિની નજીક લાવવા માટે પ્રયાસ
- ધોરણ 11 અને 12માં અભ્યાસ કરતા 182 વિદ્યાર્થીઓ માટે યુવા સંસદનું આયોજન કરાયું - નિમાબેન આચાર્ય