• સોશ્યિલ મિડીયામાં વાયરલ થયો વિડીયો
  • વિડીયો જોઇને તમે સ્પાઇડરમેનને ભુલી જશો
  • એક વ્યકિત ગીરનાર પર્વત પર સટાસટ ચઢાણ કરી રહ્યો છે
  • જેને નથી કોઇ ડર કે નથી કોઇ સેફ્ટી

Watchgujarat.સામાન્ય રીતે ટ્રેકીંગ સમયે આપણે ઘણી બધી વસ્તુઓનું ધ્યાન રાખવુ પડે છે. સાથે જીવન –જરૂરિયાતની વસ્તુથી લઇને આરામ કરતા કરતા ટ્રેકીંગ કરતા હોઇએ છીએ. એમાં પણ ઉંચાણ વાળા વિસ્તારમાં ચઢાણ કરવાનુ હોય ત્યારે તો વધારે ધ્યાન રાખવુ પડે છે.સામાન્ય રીતે વધારે પડતી ઉંચા પર્વત અથવા ઉંચી હાઇટ પર કોઇ પણ પ્રકારની સેફ્ટી વિના ચડી શકાય નહીં. કોઇ પણ સ્ટંટ કરનાર વ્યકિતને પણ પૂરી તાલીમ આપવામાં આવતી હોય છે. પરંતુ શું તમે ગુજરાતનો સ્પાઇડરમેનને જોયો છે ? તમે સ્પાઇડર મેન મૂવી જોયું હોય કે ન જોયું હોય, પણ ગિરનારના ભૈરવ જપને સટાસટ સર કરતાં આ વ્યક્તિ તમને એ સ્પાઇડર મેન જરૂરથી ભુલાવી દેશે!

હાલમાં સોશ્યિલ મિડીયા પર એક વિડીયો વાયરલ થયો છે. આ વિડીયો જોઇને તમારુ દિલ ખુશ થઇ જશે. આ વિડીયો જોઇએ ત્યારે તમને થશે કે કોઇ ફિલ્મનો સીન છે અથવા તો કોઇ રિયાલિટી શોમાં સ્ટંટ કરી રહ્યુ છે. પરંતુ આ વિડીયો ગુજરાતનાં સ્પાઇડર મેનનો છે .

તમે વિડીયોમાં જોઇ શકો એક વ્યકિત ગીરનાર પર્વત પર ચઢાણ કરી રહ્યો છે જાણે કે સ્પાઇડર મેન હોય. નીચે ઉંચી ખીણ છે છતાં પણ આજુ-બાજુ જોયા વિના માત્ર આંખના પલકારામાં તો ગીરનારની ટોચ પર પહોંચી જાય છે. એટલું જ નહીં આ વ્યક્તિ પાસે કોઇ પણ સેફ્ટીનાં સાધન નથી. જાણે કે સામાન્ય રસ્તા પર ચાલતો હોય તેમ ગીરનાર પર્વત પર ચડી જાય છે. કોઇ પણ પ્રકારનો ડર રાખ્યા વિના જેટલી સહેલાઇથી ચડે છે એટલી જ સહેલાઇથી ઉતરી પણ જાય છે. ગુજરાતના આ સ્પાઇડરમેને તો લોકોનું દિલ જીતી લીધુ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે ટીવીમાં પણ આ પ્રકારના સ્ટંટ બતાવે ત્યારે કહેવામાં આવે છે કે કોઇએ નકલ કરવી નહીં. જ્યારે આ વિડીયો જોઇને તો કોની હિંમત થશે ગીરનાર પર્વતની ટોચ પર જવાની. ઉંચાઇ પર ચઢવું ખૂબ જ કઠીન હોય છે. પરંતુ આ વ્યકિત માટે તો ગીરનાર પર્વત એટલે કે સામાન્ય રસ્તો. જો કે આ રીતે ચઢાણ કરવુ ખૂબ જ જોખમી કહેવાય કારણ કે આપણે જ્યારે એડવેન્ચર કરીએ છીએ ત્યારે પેરાગ્લાઈડિંગની મજા માણવા માટે સેફ્ટી પહેલા જોઇએ છીએ. સંપૂર્ણ સેલ્ફી સાથે ઉંચાઇ પર જઇએ છીએ.

Facebook Comments Box

Videos

Our Partners