• બે ગુજ્જુ ખેલાડીઓ સામે કિવી ખેલાડી ઢેર થયા
  • હર્ષલ પટેલે 4 ઓવરમાં કુલ 13 ડોટ બોલ નાખ્યા હતા
  • અક્ષર પટેલે 4 ઓવરમાં 26 રન આપી 1 વિકેટ સાથે 7 ડોટ બોલ નાખ્યા
  • 2021માં ભારત માટે ડેબ્યૂ કરનાર હર્ષલ 30 કે તેથી વધુ ઉંમરનો બીજો ખેલાડી

WatchGujarat. ભારતે શુક્રવારે બીજી T-20માં ન્યૂઝીલેન્ડને સાત વિકેટે હરાવીને ત્રણ મેચની શ્રેણીમાં 2-0થી અજેય સરસાઈ મેળવી લીધી છે. મેચની શરૂઆત પહેલા જ મેદાન પર ઝાકળ પડ્યું હતું, પરંતુ તેમ છતાં ભારતીય બોલરોએ ચુસ્ત બોલિંગ કરી હતી, જેના કારણે ન્યૂઝીલેન્ડની ટીમ છ વિકેટે 153 રન જ બનાવી શકી હતી. આ ટાર્ગેટનો પીછો કરતા ભારતીય ટીમે 17.2 ઓવરમાં ત્રણ વિકેટે 155 રન બનાવીને જીત મેળવી હતી ભારતે જયપુર ખાતેની પ્રથમ T20 મેચમાં ન્યૂઝીલેન્ડને પાંચ વિકેટે હરાવ્યું હતું.

રાંચીમાં રમાયેલી બીજી T20 મેચમાં ગુજરાતના અક્ષર પટેલ અને હર્ષલ પટેલની પાવરફુલ બોલિંગ સામે કીવી ટીમ ઢેર થઇ હતી. રોહિત શર્માએ ટોસ જીતી પહેલા બોલિંગ પસંદ કરી હતી. જેમાં હર્ષલ પટેલે મીડલ ઓવર અને ડેથ ઓવર્સમાં પ્રશંસનીય બોલિંગ કરીને કીવી બેટરને રન આપ્યા નહોતા. હર્ષલે 4 ઓવરમાં 25 રન આપી 2 મહત્ત્વપૂર્ણ વિકેટ લીધી હતી. હર્ષલ પટેલે 4 ઓવરમાં કુલ 13 ડોટ બોલ નાંખ્યા હતા. જ્યારે અક્ષર પટેલે 4 ઓવરમાં 26 રન આપી 1 વિકેટ લીધી હતી જ્યારે 7 ડોટ બોલ નાંખ્યા હતા.

આઈપીએલમાં પર્પલ કેપ જીતનાર હર્ષલ પટેલે રાંચીમાં ન્યુઝીલેન્ડ સામેની બીજી મેચમાં ઈન્ડિયન કેપ મેળવી હતી. તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. આ વખતે 30 વર્ષીય હર્ષલ પટેલને રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે. તેને ન્યુઝીલેન્ડ સામેની બીજી મેચની પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો છે. 2021માં ભારત માટે ડેબ્યૂ કરનાર હર્ષલ 30 કે તેથી વધુ ઉંમરનો બીજો ખેલાડી છે. તેના પહેલા સૂર્યકુમાર યાદવે 30 વર્ષની ઉંમરે ઈંગ્લેન્ડ સામે ડેબ્યુ કર્યું હતું.

હર્ષલ પટેલની ભારતીય ટીમમાં કેમ પસંદગી કરવામાં આવી?

  • બોલ ઉપરાંત હર્ષલ બેટમાં પણ ઉપયોગી સાબિત થાય છે. તેણે 116 T20 મેચમાં 931 રન બનાવ્યા અને 138 વિકેટ લીધી.
  • IPL-2021ની સીઝન હર્ષલ માટે શાનદાર રહી છે. તેણે RCB ટીમને પ્લેઓફમાં લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
  • તે IPL-2021માં સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો. હર્ષલે રેકોર્ડ 32 વિકેટ પોતાના નામે કરી હતી.
  • હર્ષલ પાસે પણ અનુભવની કમી નથી. તે 2012થી વિશ્વની સૌથી મોટી T20 લીગનો ભાગ છે.

હર્ષલ પટેલનું સપનું સાકાર થયું
IPL-2021માં ધમાકેદાર પ્રદર્શન કરનાર હર્ષલ પટેલે આજે ભારતીય ટીમ માટે ડેબ્યૂ કર્યું હતું. તેણે આઈપીએલની આ સિઝનમાં સૌથી વધુ (32) વિકેટ લીધી હતી. તેણે આ સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે હેટ્રિક પણ જીતી હતી. હર્ષલને 2010માં મુંબઈ ઈન્ડિયન્સે ખરીદ્યો હતો. તેને 2 વર્ષથી એક પણ મેચ રમવાની તક મળી નથી.

આ મેચમાં ભારતે 7 વિકેટથી ન્યૂઝીલેન્ડને હરાવ્યું હતું. રોહિતે પણ ટોસ જીતી પોતાની ટીમના બોલર્સ પર વિશ્વાસ રાખી પહેલા બોલિંગ પસંદ કરી હતી. જેમાં હર્ષલે પોતાની ડેબ્યૂ મેચમાં જ શાનદાર પ્રદર્શન દાખવી પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ પણ જીત્યો હતો. રસપ્રદ વાત એ છે કે રાહુલ-રોહિતની જોડી 2022 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ માટે યુવા ટેલેન્ટેડ ખેલાડીને શોધી રહી છે. ત્યારે હર્ષલ અને અક્ષર પટેલના શાનદાર પ્રદર્શનને જોતા, આ 2 ગુજરાતી ખેલાડી વર્લ્ડ સ્ક્વોડના પ્રબળ દાવેદાર જણાઈ રહ્યા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud