• એક જ દિવસમાં 98000 લોકોના એડવાન્સ બુકીંગ સાથે રચાયો બીજો પણ રેકોર્ડ
  • એક દિવસની આવકમાં અમદાવાદ  ₹88 લાખ, મહેસાણા ₹86 લાખ, પાલનપુર ₹74 લાખ સાથે મોખરે રહ્યા
  • ભરૂચ ST વિભાગે પણ તહેવારોના 5 દિવસમાં ₹1.41 કરોડની આવક રળી

WatchGujarat. રાજ્યના ST વિભાગે આ દિવાળીમાં મુસાફરોના સાથ અને સહકારથી એક જ દિવસમાં ₹9.24 કરોડની આવક થતા રેકોર્ડ સર્જાયો છે. સાથે જ એડવાન્સ બુકીંગમાં પણ 98000 લોકોએ ટિકિટો બુક કરાવતા બીજો રેકોર્ડ પણ નોંધાવ્યો છે.

ગુજરાત એસ.ટી.નિગમ નો સુવર્ણ દિવસ કહી શકાય એવો તારીખ 8 નવેમ્બરના દિવસે નિગમની રેકોર્ડ બ્રેક આવક ₹9 કરોડ 24 લાખ આવી છે. આ નિમિતે નિગમના દરેક અધિકારી અને કર્મચારીઓને ભારતીય મજદૂર સંઘે અભિનંદન પાઠવ્યા છે.

એક દિવસની આવકમાં સૌથી મોખરે અમદાવાદ ST ડિવિઝન ₹ 88 લાખ, મહેસાણા ₹86 લાખ, પાલનપુર ₹ 74 લાખ થઈ છે. રેકોર્ડ બ્રેક આવક લાવવા બદલ નિગમના મુખ્ય પરિવહન અધિકારી એન એસ પટેલ, અમદાવાદ વિભાગના DC પટેલ, વિ. પ.અધિ. ગાંધી, મહેસાણા વિભાગના DC ચૌધરી, પાલનપુર વિભાગના વિ નિ. કિરીટ ચૌધરી, વિ. પ.અધિ. પટેલ  અને ટીમને ભારતીય મજદૂર મહાસંઘ તરફથી શુભેચ્છાઓ અપાઈ છે.

ગુજરાત રાજ્ય માર્ગ પરિવહનના દરેક 16 વિભાગના અધિકારીઓ દ્વારા સંગઠનના આગેવાનોની સારી કામગીરી ની પ્રશંશા કરાઈ છે. ST નિગમના દરેક વિભાગના દરેક સંગઠનના આગેવાન મિત્રોને સારી કામગીરી, રાત દિવસની મહેનતથી જ પરિણામ મળે છે જે પુન: સાબિત કરી આપ્યું છે.

ભરૂચ એસટી વિભાગને પણ દિવાળીના તહેવારોમાં મુસાફરો તરફથી સારો પ્રતિસાદ મળતા તહેવારોના 5 દિવસમાં જ ₹1.41 કરોડની આવક હાંસલ થઈ છે. ભરૂચ એસટી વિભાગ દ્વારા પણ દિવાળીના તહેવારોને લઈ એક્સ્ટ્રા બસોનું સંચાલન વિભાગના ભરૂચ, અંકલેશ્વર, જંબુસર, ઝઘડિયા અને રાજપીપળા પાંચ ડેપો ઉપરથી હાથ ધરાયુ હતું. સાથે જ વિવિધ પોઈન્ટો ઉપરથી પણ બસો દોડાવવામાં આવી હતી.

તહેવારોના 5 દિવસમાં 1419 રેગ્યુલર શિડિયલ બસો સાથે એક્સ્ટ્રા 218 બસો દોડાવવામાં આવી હતી. જે થકી ભરૂચ એસટી વિભાગે 5.88 લાખ કિલોમીટર બસનું સંચાલન કર્યું હતું. જેમાં વિભાગને ₹1.41 કરોડની મુસાફરો થકી આવક થઈ છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud