• ઉત્કર્ષ ટીએમટી ગ્રુપ પર સ્ટેટ જીએસટી વિભાગે દરોડા પાડ્યા
  • ઉત્કર્ષ ટીએમટી બાર્સ ગ્રુપના ડાયરેકટરની ઓફિસ અને નિવાસસ્થાન સહિત 11 સ્થળોએ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે
  • ગ્રુપના મુખ્ય કર્તાહર્તા એવા નિરજ જયદેવ આર્યાને છાતીમાં દુ:ખાવો થતા તેઓને 108 મારફત ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા
  • રૂ. 30 કરોડની ખોટી વેરાશાખ મેળવી હોવાનું તપાસમાં સામે આવ્યું

WatchGujarat. ઉત્કર્ષ ટીએમટી ગ્રુપ પર સ્ટેટ જીએસટી વિભાગે દરોડા પાડ્યા છે. શહેરમાં ઇન્ગોટ્સ તેમજ ટીએમટી બાર્સના ઉત્પાદક ઉત્કર્ષ ટીએમટી બાર્સ ગ્રુપના ડાયરેકટરની ઓફિસ અને નિવાસસ્થાન સહિત 11 સ્થળોએ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. પ્રાથમિક રીતે મળતી જાણકારી મુજબ, હાલ તો રૂ. 30 કરોડની ખોટી વેરાશાખ મેળવી હોવાનું ખુલ્યું છે. આ દરોડાની કાર્યવાહી દરમિયાન ઉત્કર્ષ ગ્રુપના મુખ્ય કર્તાહર્તા એવા નિરજ જયદેવ આર્યાને છાતીમાં દુ:ખાવો થતા તેઓને 108 મારફત ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જો કે દરોડાની કાર્યવાહી યથાવત રાખવામાં આવી છે.

સ્ટેટ જીએસટી વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ તાજેતરમાં સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા ભાવનગર તથા અન્ય સ્થળોએ રાજ્ય વ્યાપી દરોડાની કામગીરી કરવામાં આવી હતી. તથા અફઝલ સાદિલ અલી સવજાણી, મીનાબેન રંગસિંગ ઝાલા (રાઠોડ), મોહમંદઅબ્બાસ રફીકઅલી મેઘાણી, કિર્તીરાજ પંકજભાઇ સુતરીયા તથા અન્ય શખ્સોની બોગસ પેઢીઓ ઉભી કરી માલની ખરેખર રવાનગી વિના ફકત બિલો આપી વેરાશાખ પાસ ઓન કરવાના ગુના સબબ ધરપકડ કરવામાં આવી હતી. આ ઉપરાંત શંકાસ્પદ જણાતી પેઢીઓના સ્થળે સ્પોટ વિઝીટસ કરાવવામાં આવી હતી.

વધુમાં ધરપક્ડ કરવામાં આવેલા શખ્સોને ત્યાંથી જપ્ત કરવામાં આવેલા સાહિત્યની ચકાસણીમાં તથા રિમાન્ડ દરમ્યાન મેળવવામાં આવેલા નિવેદનોને આધારે ધ્યાને આવેલી બોગસ પેઢીઓ મારફતે માધવ કોપર લી.(ભાવનગર), ઉત્કર્ષ ઇસ્પાત એલ.એલ.પી. (રાજકોટ, બામણબોર), આર્યા મેટાકાસ્ટ પ્રા. લી. તથા અન્યોએ વેરાશાખનો લાભ લીધેલો હોવાનું સામે આવતા અગાઉ માધવ કોપર લી. (ભાવનગર)ના સ્થળોએ દરોડાની કામગીરી કરવામાં આવી હતી. જે અંતર્ગત ગતરોજ વહેલી સવારથી ઉત્કર્ષ ગ્રુપની કંપનીઓ, પેઢીઓ, ડીરેકટર્સ તથા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હિમાંશુ ચંદ્રેશ ચોમલ (ઉત્કર્ષ ગૃપના ઇન-હાઉસ કન્સલટન્ટ)નાં સ્થળોએ પણ દરોડાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.

આ દરોડા અંગે અધિકારીઓનાં કહેવા મુજબ, હાલ સુધીની તપાસની કામગીરીમાં મોટા પ્રામાણમાં હિસાબી સાહિત્ય જપ્ત કરવામાં આવ્યું છે, જેની ચકાસણીની કામગીરી હાલ ચાલી રહી છે. તપાસ દરમ્યાન ઉત્કર્ષ ઇસ્પાત એલ. એલ. પી. દ્વારા રૂ. અંદાજે રૂ.30 કરોડ તથા આર્યા મેટાકાસ્ટ પ્રા. લી. દ્વારા રૂ. 2 કરોડ જેટલી રકમની ખોટી વેરાશાખ ભોગવવામાં આવી હોવાનું ધ્યાને આવ્યું છે. આ દરમિયાન ઉત્કર્ષ ગ્રુપના મુખ્ય કર્તાહર્તા એવા નિરજ જયદેવ આર્યા દ્વારા છાતીમાં દુખાવો થતો હોવાની ફરીયાદ કરાતા અધિકારીઓએ 108 ઉપર કોલ કરી એમ્બ્યુલન્સ બોલાવી હતી. અને તેમને સીનર્જી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud